સર્ગ ४ - કોઠ ફળ પ્રસંગ (સૃષ્ટિબોધ)
સર્ગ ४ - કોઠ ફળ પ્રસંગ (સૃષ્ટિબોધ)
કોઠ ફળ પ્રસંગ (સૃષ્ટિબોધ)
રામ લક્ષ્મણ મળી કુટીર બનાવી
ઘાસ
શિલા
સૂર્ય
પર્વત
કોઠ ફળ વૃક્ષ
સારાંશ :
"કોઠ-ફળ પ્રસંગ" માં, સીતા તેના મિત્રોને રામ સાથેના વનવાસ દરમિયાન થયેલા પરિવર્તનશીલ અનુભવનું વર્ણન કરે છે. તે દર્શાવે છે કે કુદરતે તેને સ્ત્રીત્વ અને પતિની ફરજ વિશે ગહન જ્ઞાન આપ્યું હતું.
આ ત્યારે થાય છે જ્યારે સીતા, પરોઢિયે, ભગવાન રામની કોઠ ફળ ખાવાની ઇચ્છા પૂરી કરવા માટે યાત્રા પર નીકળે છે. સીતા એક કઠોર પર્વતીય માર્ગ પર ચાલે છે. કુદરત તેની માર્ગદર્શક બને છે, પ્રતીકાત્મક મુલાકાતો દ્વારા શાશ્વત જ્ઞાન આપે છે - એક નમ્ર લતા જ્ઞાનની શક્તિ પ્રગટ કરે છે, સ્થિતિસ્થાપક ઘાસ ધીરજ શીખવે છે, એક ખડક કષ્ટમાં દ્રઢતા આપે છે, સૂર્ય અટલ ફરજનો ઉપદેશ આપે છે; અને પર્વત જાહેર કરે છે કે સત્ય દૈવી પ્રેમ તરફ દોરી જાય છે.
જ્યારે તે જંગલના માર્ગ પર ચાલે છે, ત્યારે એક રહસ્યમય વ્યક્તિ તેને માર્ગદર્શન આપે છે અને પછી ધુમ્મસમાં અદૃશ્ય થઈ જાય છે. ટોચ પર, સીતા મદદ માટે પ્રાર્થના કરે છે, અને બાલ-ફળનું વૃક્ષ તેની ડાળી વાળે છે, જેનાથી તે ફળ તોડી શકે છે.
પરંતુ રહસ્યમય વ્યક્તિનો વાસ્તવિક સાક્ષાત્કાર ત્યારે થાય છે જ્યારે તે ઝૂંપડીમાં પાછી ફરે છે અને રામને તેની રાહ જોતા જુએ છે.
પત્નીની પોતાના પતિ સાથે એકતા જાળવવાની ફરજ અને પતિની પોતાની પત્નીની આકાંક્ષાઓને સમજવા અને પૂર્ણ કરવાની એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી એ મહત્વપૂર્ણ ખુલાસાઓ છે.
આ પ્રસંગ ફક્ત એક વાર્તા નથી - તે સીતાના આધ્યાત્મિક વિકાસને દર્શાવે છે, જે તેને ભવિષ્યના પડકારો માટે સશક્ત બનાવે છે.
જોડ પદ્યાંશ
લવ કુશ ભાઈઓ હતા સુએલા
મધુર સ્વપ્નોમાં હતા ખોવાયેલા
નારી ધર્મ પૂછતી સખીઓ
પ્રેમાશ્રુથી ભર્યા સીતાના નયનો ।।
પતિ જ છે સ્ત્રીને સર્વસ્વ,
સીતા બોલ્યા સ્વામી, ગુરુ, સખા, મિત્ર અને રસિયા,
નારીને યોગ્ય આજ છે
પતિને અનુકુળ કાર્ય જ શુભ છે ।।
સાર-યુક્ત વાણી સાંભળતા
સીતાની એક સખી બોલી સહુના વતી
પતિની આકાંક્ષા કેમ જાણીએ
જે પ્રમાણે અમે કામ કરીએ || ૩ ।।
વાત પૂછી જ્યારે સખીઓએ
પ્રેમાશ્રુ આવ્યા સીતાના આખે ।।
યાદ આવી, કોઠ ફળ પ્રાપ્ત કરતાં
પ્રભુજીના હાથ ઘાયલ થયા હતાં ।। ૪ ।।
ગીત ૧ ।। કોઠ ફળ પ્રસંગ (સૃષ્ટિબોધ) ।।
શ્રી સીતા માતા ઉવાચ :
વનવાસ માં કૈક દિવસ વીત્યા હતા,
ઘોર વન માં અમે ત્રણે રહેતાં હતાં ।
રામ લક્ષ્મણ મળી કુટીર બનાવી
હું કરતી એની સાફ સફાઇ ।। ૧ ।।
બન્ને કંદ, મૂળ, ફળ લાવતા
બનાવતી હું મનગમતી વાનગી ।
આનંદથી બધા ભોજન કરતા
વનમાં પણ હમે સુખથી રહેતા ।। ૨ ।।
એક દિવસ મધ્યાહન સમયે
પ્રભુ આવ્યા કુટીરની અંદર
સ્મીત કરી મને કહે...
શ્રીરામ બોલ્યા :
જાનકી ! મારે તને કાંઇક કહેવુ છે ।। ૩ ।।
આ પર્ણકુટીરથી બે કોસ દૂર
કોઠનું વૃક્ષ છે ફળોથી ભરપૂર
દૂરથી તે પર્વત દેખાય છે
કોઠ ફળ ખાવાનું મન થાય છે ।। ૪ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રભુ ઇચ્છા સાંભળી હું બોલી
તો પછી લાવ્યા કેમ નહીં અનેક ગુણ યુક્ત કોઠ ;
પ્રભુએ કહ્યુ, અરે સીતા !
માર્ગે દુર્ગમ છે ત્યાં જવાનો ।। ૫ ।।
સર્વત્ર કાંટાની જાળ પથરાઇ છે
સાપ અને હિંસક પશુઓ ફરતા હોય છે
ઠેક ઠેકાણે ઉંડા ઝરણાં છે
માર્ગ નિર્જન અને સંકટ ભર્યો છે ।॥ ૬ ॥
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રભુ ઇચ્છા સાંભળી મન થયુ
કોઠ હું પ્રભુને ખવડાવુ
પણ આ જંગલ પાર કેમ કરવું
જેથી કોઠ ફળ પામું ? || ૭ ||
મેં એક દૃઢ નિશ્ચય કર્યો,
કોઇ કાર્ય મુશ્કેલ નથી,
સમર્પિત મનથી જો કરાય તો
વિજય જ મળશે નક્કી || ૮ ||
નિદ્રામગ્ન હતા રામ-લક્ષ્મણ
મારા મનમાં તો એજ એક લાગણ
પરોઢનો પ્રકાશ ફેલાયો ન હતો
સાથે ફક્ત દિપક હતો ।। ૯ ॥
દિપક લઇ, આગળ ચાલી
પ્રભુ નિર્દીષ્ટ માર્ગે ત્વરાથી
થોડાંક ચાલીને થોભી ગઇ,
દૃશ્ય જોઇ ખિન્ન થઇ ॥ ૧૦ ॥
હવે આગળ જવાતુ નથી
કોઠ ફળ લાવવુ શક્ય નથી
આમ વિચાર કરતા વ્યથિત બની
માર્ગ નિરંતર શોધતી રહી ।। ૧૧ ।।
અચાનક દેખાયો માર્ગ એક
હતો છવાયેલો ઝાડીઓથી અનેક
માર્ગ દેખી હું વિસ્મિત થઇ
માર્ગમાં કાંટા ન હતા કોઇ ।। ૧૨ ।।
રાત્રીનું અંધઃકાર થોડો ઓછો થયો
પરોઢનો ઉજાસ દેખાવા લાગ્યો
ત્યાં વૃક્ષ પર એક સર્પ જોઈ
મનમા હું ખુબ ગભરાઇ ।। ૧૩ ।।
પ્રભુનું નામ સ્મરવા લાગી
મનમાં ધૈર્યથી જ્યોતિ જાગી
નજીકમાં જઈ રહી જોતી હતી
સર્પ નહીં વેલ હતી ।। ૧૪ ।।
મને એવી પ્રતીતિ થઇ
કે જાણે લતાએ મને કહ્યુ...
લતા બોલી
હે સીતે, અજ્ઞાનવશ જે અનુભવ થશે,
ભયંકર હોઈ મન ને ડરાવશે
જ્ઞાન-પ્રકાશથી દૂર થાય છે
સત્યથી અમને અવગતિ કરાવે છે ॥ ૧૫ ॥
શ્રી સીતા માતા ઉવાચ :
શરૂ કરી ફરી મારી સફર
જાણે શ્રાવણ જેવુ સપનું સુંદર
વર્ષોથી ભૂમી ભીની હતી
ઘાસ માર્ગ પર પથરાઇ હતી ।। ૧૬ ।।
કોમળ ઘાસ પર પગલાં પાડતી
હું મનોમન વિચાર કરતી
ગ્રીષ્મમાં કેવી દેખાય આ ધરતી
વર્ષામાં કેવુ ઘાસ ધારણ કરતી ! ।। ૧૭ ॥
મને થયુ જાણે ઘાસ બોલે છે ।।
ઘાસ બોલ્યું
રઘુવંશની વધૂ ! સાંભળ મારી વાત ।
સત્યનું બીજ નિત્ય સાથે રાખો ।।
પ્રતિકુળ સમયમાં એને સંભાળો ।
અનુકુળ પળ જ્યારે હોય આપનો । હતી
સત્યનો અંકુર ફુટશે ।
સૌંદર્ય જગતનુ વધી જશે |॥ ૧૮ ||
શ્રી સીતા માતા ઉવાચ :
સંદેશ સાંભળી હું મગ્ન બની
આગળ વધવા લગની લાગી
વિશાળ ઝરણું હતુ માર્ગમાં
તીવ્ર વેગ હતો જલ પ્રવાહમાં ।। ૧૯ ।।
ઝરણા વચ્ચે એક શીલા હતી
અનેક યુગોથી અટલ ઉભી
નિરંતર કરતો પ્રવાહ પ્રહાર
શીલા સહન કરતી ચુપ-ચાપ ।। ૨૦ ।।
શીલા જાણે દાખવતી
પોતાનો સંદેશ બતાવતી
શિલા બોલી
હે રઘુવર પ્રિયા,
જીવન માં પગલે પગલે
કઠણ ક્ષણ આવે
પણ એનાથી સદા અવિચલ રહેવુ
ધીરજ ન કદી ખોવુ
શાંત ચિત્તથી વિચાર કરી
ઉચિત નિર્ણય લેવાય ફરી ॥ ૨૧ ॥
શ્રી સીતા માતા ઉવાચ :
શિલાને નમસ્કાર કરી
જવું પાર એમ નિશ્ચય કરી
મુંજવણ માં ભટકતી રહી
ત્યાં પત્થરનો સેતુ જોતી જ રહી ।। ૨૨ ।।
સેતુ વડે ઝરણુ પાર કરી
આગળ વનનો માર્ગ પામી
વૃક્ષ તરફ પ્રયાણ કરતાં
કાંઇક જોઇ સ્તબ્ધ બની ॥ ૨૩ ।।
વનમાં ધુકાની છવાઇ ચાદર
દેખાયો તેમાં માનવ આકાર
એને હું જાણી ન શકી
એનુ કર્મ ફક્ત જાણી શકી ।। ૨૪ ।।
માનવ અદ્ભૂત કામ કરે ।
માર્ગમાંથી કાંટા ખસેડયાં
ફૂલ પાંદડા અને ઘાસ બિછાવી
કઠણ માર્ગની કરી સફાઇ ॥ ૨૫ ॥
મારૂં હૃદય ધડકવા લાગ્યુ
કોણ અનજાણ આ સ્થાને આવ્યુ
હું ભયભીત બની ઉભી રહી
ત્યારે આ ઓઝલ મીટી ગઇ ।। ૨૬ ।।
ક્ષણભર દ્વિધામાં રહી
આગળ વધવું કે નહી
દૃઢ નિશ્ચય કરી આગળ વધી
એ માર્ગ પર ચાલવા લાગી ।। ૨૭ ।।
જાણી લીધું મનમા મારા
એણે કામ કર્યુ મારા હિતમાં
માર્ગ બનાવ્યો કાંટા-રહિત
કર્યુ કામ મારૂં ઉચિત ॥ ૨૮ ॥
તડકો કુમળો થયો
ત્યાં મારું મન મોકળું
ઉષાએ પ્રાચી રંગમા મેળવ્યુ
લાગ્યુ મને જાણે સૂરજ બોલે ।। ૨૯ ।।
સૂર્ય બોલ્યા
હે સીતા ! સાંભળ મારી વાત ધ્યાનથી
તોફાન, આંધી કે વર્ષા થાય અને
જીવનમાં કોઈપણ ઘટના બને
કર્તવ્યનું પાલનથી પગ ના છુટે ।। ૩૦ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
સૂર્ય ભગવાનને નમન કરી
કર્યુ પ્રયાણ આગળ ફરી
દેખાયો ત્યાં ઉંચો પર્વત
મેઘથી ઘેરાયેલો ॥ ૩૧ ॥
પર્વત એ વિરાટ હતો
ઉન્નત મસ્તકે ઉભો હતો
પર્વત દેખી રોકાઇ ગઇ
મનમાં અત્યંત વિભોર થઇ ।। ૩૨ ।
વર્ષોથી તડકો-વરસાદને સહેતો હતો
પર્વત જાણે મને કહી રહ્યો હતો...
પર્વત બોલ્યો
હે જાનકી! સત્ય ધ્યેય અને શ્રમથી જે જીવે
માનવ તે હરિને ભાવે
જે આ ગુણો અપનાવે
તે મસ્તક ઉંચુ રાખીને ચાલે ॥ ૩૩ ॥
શ્રી સીતા માતા ઉવાચ :
મેં અચલ રહી વિનવ્યો પર્વતને
કોઠનું એક વૃક્ષ છે ઉંચે શિખરે
ત્યાં પહોંચવા આપો શક્તિ
કર્તવ્ય પાલન યુક્ત રહો ભક્તિ ।। ૩૪ ।।
પતિ ઇચ્છા પૂરી કરવી છે
લક્ષ્ય પ્રાપ્તીનો નિશ્ચય છે
મનને કઠણ કર્યુ
પર્વત આરોહણ આદર્યુ ।। ૩૫ ॥
પર્વતના ઉંચે શિખરે જઈ
સુખદ દશ્ય જોઇ તૃપ્ત થઇ
અતિ પ્રફુલ્લિત હું થઇ
ઘટાદાર કોઠ વૃક્ષ જોઈ ।। ૩૬ ।।
કોઠનું વૃક્ષ સુંદર વિશાલ
હર્યુ ભર્યું ઉભું સુડોળ
ડાળે ડાળે ફળ સોહાય હતાં
રવિ કિરણોમાં સ્નાન કરતાં ॥ ૩૭ ॥
વૃક્ષ સમિપ હું જઇ
સવિનય શિર ઝુકાવી
પતિ ઇચ્છા પૂર્ણ કરવા
થોડા ફળ વૃક્ષ પાસે માંગ્યા ।। ૩૮ ।।
કોઠ વૃક્ષ મલકાયું અને મુજને સમજાવ્યુ,
વૃક્ષ બોલ્યો
હે પૃથ્વી સુતા ! સ્ત્રી જાણે મમતાની મૂર્તિ
નિઃસ્પૃહ પ્રેમની કરે પૂર્તિ
છે તે વૃક્ષ સમાન
સહુને સ્નેહ કરે પ્રદાન ॥ ૩૯ ॥
ઉપદેશ હૃદયમાં સાચવી
કોઠ તોડયા જાળવી
સ્વાદ ભર્યા ફળ હતાં
પણ મારા પહોંચથી દૂર હતાં ।। ૪૦ ।।
મનોમન પતિનું સ્મરણ કર્યું
ફળ મેળવવા નમન કર્યું
મારી પ્રાર્થના પ્રભુએ સાંભળી
મનની વાત જાણે જાણી લઇ ।। ૪૧ ॥
પ્રભુ સ્મરણ આમ કરતાં
ફળ નીચે ઝુકી જતા
તોડયા ફળ આનંદથી
ખોળો ભરી પ્રભુ કૃપાથી ।। ૪૨ ।।
આભાસ થયો એવો મને ।
વૃક્ષ પર બેઠા તે જ છે જાણે
એજ હતો ફલ-પાંખડી બીછાવનાર
કાંટા હટાવી કેડી સુધારનાર ॥ ૪૩ ॥
પણ હું ત્યાં ન રોકાઇ
પ્રભુ હતા ત્યાં પાછી ફરી
નાથ જાગી ગયા હશે
ચિંતા પ્રતિક્ષા કરતા હશે |॥ ૪૪ ||
બહાર બેઠા જ હતા પ્રભુ આર્ષ (પવિત્ર)
કીધો તુરંત મેં ચરણ સ્પર્શ
નમીને સ્પર્શ કરતાં પ્રભુના
શંકા ઉભરી મુજ મનમાં || ૪૫ ।।
પ્રભુ ચરણે કાદવ હતો
અને કાંટા થી પડેલ ઉઝરડા
કોઠ કાઢ્યા મેં આંચળ માંથી
પ્રભુને તે આપવા આદરથી ।। ૪૬ ।।
કોઠ આપવા જ્યારે હાથ લંબાવ્યા
પ્રભુએ હાથ પાછળ છુપાવ્યા
હું પણ જાણે સમજી ગઈ
આંખોમાં ઝળઝળિયાં આવ્યા ।। ૪૭ ।।
લઇ પ્રભુનો હાથ આગળ
ધ્યાનથી જોયા કર કમળ
જોતા હથેળી કાંટાથી ઘવાયેલી
શંકા મારી સત્ય થઈ ॥ ૪૮ ॥
હું સઘળું સમજી ગઈ
ધુંધળી આકૃતિ સ્પષ્ટ થઇ
નિષ્કંટક પથ કોણે બનાવ્યો
કોણે એ સેતુ શીઘ્ર બનાવ્યો ।। ૪૯ ।।
માર્ગ બનાવ્યો ફળ પાન થી
સફળતા અપાવી સહજ થી
કામ કર્યું મારા પ્રભુએ
મારા જ નાથ પરમેશ્વરે || ૫૦ ।।
હું રોમાંચિત થઇ
રુદન કરતી પ્રભુ ચરણ પકડી રહી
હે પ્રભુવર, કેવી દશા બનાવી
મારે લીધે કષ્ટ ઉઠાવી ।। ૫૧ ।।
પ્રભુએ બાવડું ઝાલી ઉઠાડી
એમના સમીપ બેસાડી
મનમા મારા પ્રભુ પ્રીત ઉભરાઇ
કોમળ વચનો જ્યારે સંભળાઈ ।। પ૨ ।।
શ્રીરામ ઉવાચ
હે સીતા ! કર્તવ્ય છે પત્નીનું પરમ
પતિ સાથે એકરૂપ થવું સ્વયમ
પતિ ઇચ્છા પર રાખવુ ધ્યાન
રાખ યાદ તૂ આ જ્ઞાન || ૫૩ ।।
મેં કાઇ કર્યુ નથી વધુ
કેવળ તને સહયોગ દિધો
આપણે બન્ને પરસ્પર
મનની વાણી સમઝી અંદર ॥ ૫૪ ॥
પતિને જે હોય ઇચ્છિત
તે કરવા તું તત્પર ત્વરીત
અથક શ્રમ કર્યો જે આજ
તે અપૂર્વ છે સહકાજ |॥ ૫૫ ॥
પતિએ પણ પત્ની પ્રતિ
કર્તવ્ય કરવું રાખી સુમતિ
પત્નીની આકાંક્ષા જાણે
સમજે તેની આશાને ॥ ૫૬ ॥
એનું સુખ-દુઃખ પોતાનું માને
સાથે નિભાવવા ચિર તત્પર રહે
પતિ-પત્ની રથના ચક્ર સમાન
સાથે જીવે અનૂપ જીવન || ૫૭ ॥
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૪
શુભમ ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||