સર્ગ ૧૦ - મંત્ર
સારાંશ :
લવ અને કુશ ભગવાનના નામનો જાપ કરવાની શક્તિ વિશે પૂછે છે. સીતા સમજાવે છે કે ભગવાનના નામનો વારંવાર જાપ કરવાથી પ્રાણ શક્તિ જાગૃત થાય છે, જે શરીર અને મનને ઉર્જા આપે છે. તે તેમને યોગ્ય શ્વાસ (પ્રાણાયામ) સાથે રામનું નામ કેવી રીતે જપવું તે શીખવે છે, અને સ્પષ્ટ કરે છે કે તેની સાથે સત્કર્મ (ધાર્મિક કાર્યો) હોવા જોઈએ, કારણ કે ફક્ત મંત્ર આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરી શકતો નથી.
સીતા પોતે ભક્તિનું મૂર્ત સ્વરૂપ છે. તે જોડિયા બાળકોને શીખવે છે કે દુન્યવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં પણ મન ભગવાન પર કેન્દ્રિત થઈ શકે છે - જેમ માતા તેના કાર્યની વચ્ચે તેના બાળક પર કેન્દ્રિત રહે છે.
તે નવધા ભક્તિ (ભક્તિના નવ શાશ્વત માર્ગો) રજૂ કરે છે, જે લવ અને કુશને ભગવાન સાથે જોડાવા માટે અનેક માર્ગો આપે છે. ખૂબ પ્રભાવિત થઈને, લવ અને કુશ અટલ શ્રદ્ધા અને આધ્યાત્મિક શુદ્ધતા સાથે પોતાનું જીવન જીવવાનો સંકલ્પ કરે છે.
આ પ્રકરણ એ હકીકત પર ભાર મૂકે છે કે ભક્તિ એ જીવનમાંથી છટકી જવાનો નથી, પરંતુ તેની સાથે અર્થપૂર્ણ રીતે જોડાવાનો માર્ગ છે. જેમ જેમ કાવ્યાત્મક પંક્તિઓ આગળ વધે છે, તેમ તેમ એક વિચાર ઉદ્ભવે છે - શું જીવનની વ્યસ્તતા વચ્ચે પણ ભક્તિ સ્થિર રહી શકે છે?
લવ-કુશ ઉવાચ :
હે માઁ ! મંત્ર-શક્તિ અને ભક્તિ આ શું છે ?
જોડ પદ્યાંશ
પુત્રોના મુખ પર હતી ઉત્કંઠા
તે મનમાં જાણી ગઈ સીતા
સહુને ઉદ્બોધિત કરવા પૂજન
મંત્ર આપ્યો જપવા ॥ ૧ ॥
ગીત ૧ ।। મન ।।
શ્રી સીતા માતા ઉવાચ :
મન છે રંગ રંગીલુ બાબા, મન છે રંગ રંગીલુ... II ટેક ॥
બહુરૂપીની જેમ ધારણ કરે
પળમાં વિવિધ રૂપ
એવા જ ચંચળ મનને, હે જનો
ભૂલો નહીં એના રૂપ અનુપ ॥ ૧ ॥
ભવસાગર તારે પાર કરવો
કેમ ના પહોંચે તીર
રામનામના સત્યકામથી
શીતલ કરી શરીર ।। ૨ ॥
ગીત ૨ ।। રામ મંત્ર જાપ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
કરી તન મનને શુચિર્ભુત
નિયમથી ભોજન પહેલા નિત ।। ૧ ।।
મુક્ત પવન જ્યાં હોય
સ્વચ્છ સ્થાન એવું શોધી લે || ૨ ||
ઘરની અંદર કે બહાર
શુદ્ધ હૃદયથી મંત્ર જપો || ૩ ||
પદ્માસનનું આસન ધરી
આખો હલકી બંધ કરો || ૪ ।।
ધીરેથી દીર્ઘ શ્વાસ લઇ
બે ક્ષણ રોકી કુંભક કરવો ।। ૫ ।।
મંત્રનો એકચિત્તથી કરો ઉચ્ચાર
'રાડડડ' બોલો ક્ષણ ચાર ।। ૬ ।।
જેવો શ્વાસ બહાર જાય
ત્યારે પેટ અંદર લો ॥ ૭ ॥
પછી ધીમે હોંઠ બંધ કરી લો
‘મડડડ’ નો ઉચ્ચાર કરી લો ।। ૮ ।।
છાતી, ગળા અને નાકમાં
થવા દો ગુંજન બે ક્ષણ ॥ ૯ ॥
પછી શુન્યક માં બેસો બે ક્ષણ
પ્રાણ-શક્તિનો પ્રવાહ અનુભવો ।। ૧૦ ||
અપેક્ષા રહિત આરામ થી
થોડા રામ મંત્ર તૂ જપી લે ।। ૧૧ ।।
બાકી દિવસ એને મનમાં યાદ કરી
સુજનશીલ કર્મ પ્રભુનું કરી લે ।। ૧૨ ।।
ગીત ૩ - II કોણે આ સુગંધ ફેલાવી II
શ્રી સીતા માતા ઉવાચ :
કોણે આ સુગંધ ફેલાવી
આવ્યા શું પ્રભુ મારા આંગણે II ધૃ II
મારા હૃદયમાં અજપાજપ
નામ હું જે સ્મરું
એજ રૂપ કેમ મનમાં પ્રગટ્યું
ફળ આવ્યું શું મારા ભાગ્યમાં II ૧ II
ચિત્ત મારુ બ્રહ્મ ચિત્ત થયું
નિરવ શાંતિ ને
મન નમન થયું
ગુરુ કૃપાથી ક્ષણ ભક્તિનો થયો લાભ
દ્રષ્ટિ ના લાગે મારા ભાગ્યને II ૨ II
ગીત ૪ II હૃદયમાં વસવા દો રામ II
શ્રી સીતા માતા ઉવાચ :
હૃદયમાં વસવા દો રામ
મન રે હૃદયમાં વસવા દો રામ
હૃદયમાં વસવા દો રામ
મન રે હૃદયમાં વસવા દો રામ II ધૃ II
રવિ કિરણોમાં નિત્ય નાહીને
તેજ રવિનો સાથ લઈને
મુખથી જપું શ્રી રામ
મન રે હૃદયમાં વસવા દો રામ II ૧ II
પ્રભાત ફેરી જળાશયની ,
મનમાં નિર્મળ આશા પ્રભુની
મન એજ પ્રભુનું ધામ
મન રે હૃદયમાં વસવા દો રામ II ૨ II
ગીત ૫ II નામ જપ II
શ્રી સીતા માતા ઉવાચ :
રામ સ્મરવું
નામ જપવું
પાવન ચિત્તથી
પ્રભુરૂપ થવું II ૧ II
શ્રી રામ જય રામ જય જય રામ
નિત્ય પ્રભાતે
મધુર કંઠથી
નામ પ્રભુનું
સહજ ગાવવું II ૨ II
શ્રી રામ જય રામ જય જય રામ
અજપાજાપ
શાંત મનથી
સત્કર્મ સાથે
સતત ગાવવું II ૩ II
શ્રી રામ જય રામ જય જય રામ
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ગીત ૬ II માનસ પૂજન II
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રગટ્યા મન મંદિરમાં
શ્રી રામ II ધૃ II
ઘરની પૂજાના
દ્વાર ઉઘાડ્યા
પ્રભુ ચરણ-કમળ *
દર્શન થયા II ૧ II
અજપાજાપ
નામ સ્મરણ કર્યું
કુલ દીપના
પ્રેમમાં ખોવાઈ II ૨ II
ટીપ * ચરણ કમળ: કમળને શુદ્ધ ફૂલ માનવામાં આવે છે ,
કારણકે એ કાદવ ના પાણીમાં ઉગે છે, પણ અશુદ્ધતાનો
સ્પર્શ થતો નથી . એજ પ્રમાણે પ્રભુ શ્રી રામના ચરણ
કમળ શુદ્ધ માનવામાં આવે છે .ચરણ કમળ
આધ્યાત્મિક જ્ઞાન હોવાનું અથવા શુદ્ધ ચેતના હોવાનું પ્રતીક છે
ગીત ૭ II ઋતુ બદલ II
શ્રી સીતા માતા ઉવાચ :
શિશિર લઇ જાય લીલા પાનો
વૃક્ષ દેખાય પછી સુકાયેલા
તોયે ચિત્ત માં થાવ ઈશ ચિન્તન
રાહ જાયે તે સંજીવની II ૧ II
નૃત્યમય મુદ્રા રાખીને
આનંદનો કહે ઉત્સવ
ઋતુ બદલ લાવે દોડીને
નવો પાલવ નવી ઉજજીવની II ૨ II
ગીત ૮ ।। ઇશ સ્મરણ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
જેમ છોડવાઓને લાગે છે
સૂર્ય કિરણ ની આસ
એમ જ મનને લાગે રે
પ્રભુ ચરણોમાં વાસ ।। ૧ ॥
માતા કરતી કામ બરાબર
શિશુ આહટનો રાખે આભાસ
કર્મ કરો અને મર્મ સાંભળો ઓ
ઇશ સ્મરણથી બુઝસે પ્યાસ ।। ૨ ।।
ગીત ૯ II પ્રભુજી આવો મળો II
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રભુજી આવો મળો
પ્રભુજી ….
પ્રભુજી આવો મળો II ધૃ II
મન મંદિર માં
તમે વસી જાવ
ભક્તિ સુમન ખીલે II ૧ II
પ્રભુજી આવો
નામ સ્મરણ
ચિત્તને પીઘળાવી દે
સૂર્ય ક્યારે ઢળે II ૨ II
પ્રભુજી આવો.. ..
જોડ પદ્યાંશ :-
પ્રભુ સ્મરણ થી મન શુદ્ધ બને,
મન મંદિર ખીલે પવિત્ર શાંત I
જ્યાં પણ માતાનું છે સ્મરણ ,
ત્યાં આધ્યાત્મિકતાનું રહે જ્ઞાન II
ગીત ૧૦ II પાવન મારુ જીવન II
શ્રી સીતા માતા ઉવાચ :
નિર્મલ નિરઝર સ્નાન કરીને
દિવસ ભર પ્રભુજી નામ સ્મરીને
પાવન મારુ જીવન
પાવન મારુ જીવન II ૧ II
શીતલ જળ માથા પર વરસે
‘ઓ માં’ હળવો નિસાસો આવે
પાવન મારુ જીવન
પાવન મારુ જીવન II ૨ II
ગીત ૧૧ II હરિ નામ જપીને II
શ્રી સીતા માતા ઉવાચ :
હરિ નામ જપીને
આત્મબળ મળી જાય II ધૃ II
પક્ષી બેસે ડાળ પર I
ડાળ જો તૂટી જાય II
પાંખો અને મનની શક્તિથી I
આકાશમાં ફરી ઉડી જાય II
ગીત ૧૨ II અશુદ્ધ થી શુદ્ધ જળ થાવ પ્રબુદ્ધ II
શ્રી સીતા માતા ઉવાચ :
અશુદ્ધ થી શુદ્ધ
જળ થાવ પ્રબુદ્ધ I
ફટકડી સમૃદ્ધ,
માત્રા માં II ૧ II
એમજ નામ સ્મરણ
કરીને જન જન
શુદ્ધ થાય મન
શ્રી રામથી II ૨ II
ગીત ૧૩ II ચિત પાવન II
શ્રી સીતા માતા ઉવાચ :
ચિત પાવન
શુદ્ધ મન |
જાહેર જીવનમાં
શુદ્ધ મન || ધૃ ||
રામ સ્મરી
કીર્તન કરી II ૧ ||
ચિત પાવન...
સહજાસન ધરી
નિત ચિંતન કરી II ૨ II
ચિત પાવન...
મનન સ્મરણ
પ્રભુ દર્શન II૩ II
ચિત પાવન...
ॐ શાંતિ: શાંતિ: શાંતિ:
જોડ પદ્યાંશ
બચ્ચાઓને સીતા માઁ બતાવતી
પ્રભુ ભક્તિની વિધિઓ સમઝાવતી
નવ ભક્તિના રૂપોં અપનાવી લો
જીવન સાર્થક બધા જ કરી લો ।। ૧ ।।
ગીત ૧૪ || ઇશ્વર-ભક્તિ વિધિ ||
શ્રી સીતા માતા ઉવાચ :
પહેલો પ્રકાર છે ‘નામ સ્મરણ’
આપના ઇષ્ટ દેવતાનું ।। ૧ ॥
બીજો પ્રકાર છે ‘રૂપચિંતન’
એમની દિવ્ય પ્રતિમાનું ।। ૨ ।।
ત્રીજો પ્રકાર છે ‘આત્મમંથન’
આપણા જ કર્મોનું ।। ૩ ||
ચોથો પ્રકાર છે ‘પૂજન’
ફૂલ-પાનથી પ્રભુનુ ।। ૪ ।।
પાંચમો પ્રકાર છે ‘પઠન’
પ્રભુના અદ્ભૂત લિલાઓનું ।। ૫ ||
છઠો પ્રકાર છે ‘ભજન-કીર્તન’
ભક્તિભાવથી ભગવાનનું ।। ૬ ।।
સાતમો પ્રકાર છે ‘વંદન’
ચરાચર માં દર્શન પ્રભુનુ || ૭ ||
આઠમો પ્રકાર છે 'આત્મ સમર્પણ'
પ્રસારણ કરો દૈવી કાર્યોનુ || ૮ ||
નવમો પ્રકાર છે ‘સત્કર્મ’
હર પળે ધર્મ આચરણનું ॥ ૯॥
કોઇ પણ પ્રકાર આપનાવો માર્ગ
સુકર બનશે જીવનનો || ૧૦ ||
ગીત ૧૫ || ભક્તિ સાગર ||
શ્રી સીતા માતા ઉવાચ :
શુધ્ધ જળ જેવો હોય
જીવનનો આધાર ।
નિર્મળ મન તેમ જ હોય
ભક્તિનો સાગર ।॥ ૧ ॥
ગીત ૧૬ || ભક્તિનો આનંદ ||
શ્રી સીતા માતા ઉવાચ :
આનંદ લેજો ભક્તિનો
આદિ માઁ શક્તિનો
શ્રી ચરણનું ધરજો ધ્યાન
ચિત્તમાં કર્તવ્યનું રહે ભાન ॥ ૧ ॥
ગીત ૧૭ || મન મંદિર ||
શ્રી સીતા માતા ઉવાચ :
મૂર્તિ વિહીન મંદિરમાં
નમન ન કરે કોઈ
મૂર્તિ પ્રતિષ્ઠાપના જ્યારે થાય
નમન કરે સૌ કોઇ ।। 9 ॥
પંચતત્ત્વોના શરીરને
ના પૂજે કોઈ જન
મનમાં રામ જ્યારે વસે
ત્યારે મનને મંદિર કહે ॥ ૨ ॥
ગીત ૧૮ II હૃદય મંદિરમાં II
શ્રી સીતા માતા ઉવાચ :
ॐ
હૃદય મંદિરમાં
અનંત માર્ગ
શ્રી સ્વદેહમાં
જપ ચાલે II ધૃ II
શ્રી રામ જય રામ જય જય રામ
અંતર્નાદથી
અજપાજપ
મંત્ર એવો
હરિનામનો II ૧ II
શ્રી રામ જય રામ જય જય રામ
પ્રેમ મુદીત
ભૂમિ મનની
સિંચન એમાં
સત કર્મોનું II ૨ II
શ્રી રામ જય રામ જય જય રામ
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ગીત ૧૯ || પ્રભુ પ્રતિમા ||
શ્રી સીતા માતા ઉવાચ :
માટીની કાષ્ઠની કે શીલાની ।
મૂર્તિ હોય ધાતુની કે ચિત્રસ્વરૂપની ॥
જેથી થાય જાગૃતી મનની ।
તે જ પ્રતિમા છે પ્રભુ રૂપની ।।
એજ મૂર્તિ ઇષ્ટ દેવની ।
એજ મૂર્તિ બ્રહ્મ સ્વરૂપની ।।
ગીત ૨૦ || પ્રિય ભક્ત ||
શ્રી સીતા માતા ઉવાચ :
દિપકના પ્રકાશમાં ।
ચર અચર સમય વિતાવે ॥
શ્રધ્ધાળુ એ જીવ છે ।
જે ભક્તિ જ્વાળામાં જીવ સમર્પે ।।
પ્રભુની પ્રીત આમ ।
સહુને લાભ અપાવે ।।
પ્રભુનો પ્રિય ભક્ત એ ।
જે એકરૂપ થઇ જાય ।।
ગીત ૨૧ II પૂનમનું ચંદ્ર ધ્યાન II
શ્રી સીતા માતા ઉવાચ :
પૂનમનું ચંદ્ર ધ્યાન
મન: શાંતિ સમાધાન
શીતલ કિરણોનું સ્નાન
તરત કરો II ૧ II
સહજ બેસો આસનમાં
દ્રષ્ટિ રાખો શશીપર
પ્રિય નામ સ્મરીને
મન એકાગ્ર કરવું II ૨ II
ધરતી માતાના આંગણે
જેમ બગીચાના પ્રાણીજીવ
બધાને પ્રેમ આપીને
ચંદ્ર તૃપ્ત થાય II ૩ II
આજ સદ્ ગુણ મનમાં
રાખવો આપણા સ્મરણમાં
સુખ ઇચ્છવું બધા લોકોનું
સાધક હા II ૪ II
ગીત ૨૨ || આત્મા અને મનનો સંવાદ ||
લવ-કુશ ઉવાચ
હે મન તૂ દુશ્મન કેવો રે
પ્રભુથી દૂર કરાવ્યો રે ।। ટેક ॥
પૂરી કરી જીદ તારી રે
મને પ્રભુથી કેમ દૂર કર્યો રે ।
તારે જગમાં ભટકાવ્યો રે
મને પ્રભુથી કેમ દૂર કર્યો રે ।॥ ૧ ॥
હાઁ તારા પર કાબુ ન કરી શક્યો રે
તેથી પ્રભુથી મને દૂર કર્યો રે
જ્યારે ભક્તિ માં તને રમાડયો રે
જોઉં હૂં, તૂ કેવો ભટકાય રે ।। ૨ ।।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૧૦
શુભં ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।