ગીત ૫ ।। સફળતા ।।
સારાંશ:
લવ અને કુશ સીતાને સુંદર સપના કેવી રીતે બનાવવા તે પૂછે છે.
સીતા જ્ઞાન ભરી સલાહ આપે છે - "તમારા હૃદયમાં સપનાની સુગંધ પ્રગટાવો, જેથી તેની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય." તે શીખવે છે કે સપના ફક્ત ક્ષણિક કલ્પના નથી, પરંતુ પવિત્ર માળખા છે જેને વર્તમાન ને અનુરૂપ સમર્પણ અને શાશ્વત જ્ઞાનની જરૂર છે.
સીતા આપણ ને આપણા વ્યક્તિગત અનુભવો દ્વારા પ્રાચીન જ્ઞાન નું ફરીથી અર્થઘટન કરવા પ્રોત્સાહિત કરે છે. તે નિર્દેશ કરે છે કે મીઠી અને આદરપૂર્ણ વાણી અન્ય લોકો આપણા સપનાને કેવી રીતે જુએ છે તેના પર ઊંડો પ્રભાવ પાડે છે.
અંતે, તે પૃથ્વીના બધા બાળ સ્વપ્ન જોનારાઓને એક ગહન આશીર્વાદ આપે છે - "હિંમતપૂર્વક આગળ વધો... બધી દિશામાં, આકાશમાં, સમયના પ્રવાહમાં અને નવા ક્ષિતિજોમાં. સફળતા તમારી રાહ જોઈ રહી છે!"
ગીત ૧ || સુંદર સપનાઓ ||
લવ-કુશ ઉવાચ :
માઁ, કેમ રચાવીએ સુંદર સપનાઓ ?
શ્રી સીતા માતા ઉવાચ :
કેમ રચાવીએ સુંદર સપનાઓ ?
શુધ્ધ દૃષ્ટિ એક હોય બધા લોકો માં
ધૂપ બાળો મન મંદિરમાં
મહક-મહક ઉઠે આખા ભારતમાં
એમ રચાવીએ સુંદર સપનાઓ ।।
ગીત ૨ ।। નવી દીશા ।।
શ્રી સીતા માતા ઉવાચ :
આધ્યાત્મને તમે આપો દિશા નવી
ઇતિહાસમાં હોય છે વાતો કેટલીક ॥ ૧ ॥
ઇતિહાસના પાના પલટાવ્યા કરો
સાવધાની થી એમને જોયા કરો ।। ૨ ।।
ઉત્તમ જે એનુ ચયન કરો
નિરંતર ચિંતન અને મનન કરો |॥ ૩ ॥
કાલબાહ્ય જે રૂઢિઓ બની ગઈ
ધીમેથી છોડો, વાત કરો નવી ।। ૪ ।।
નવી આશા ના વસ્ત્ર પહેરીને
જલ્દી આગળ વધો એક નવા પથ પર ॥ ૫ ॥
ગીત ૩ ।। જીવન રસ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
તમને બતાઉ મારા પુત્રો
વંદન કરી ગુરૂ ચરણો
દુઃખના પર્વત માથા પર ટૂટે
ધૈર્ય સાથે રાખવુ ।। ૧ ।।
જીવન છે મિલન બહુ રસોનું
કટુ પણ એમા મળશે
આત્મોદ્ગાર મીઠાં રાખી
જગને જીતવું પડશે ।। ૨ ॥
ગીત ૪ ।। દિવ્ય કર્મ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
દુઃખ કેમ કરે છે, જીવ માઇ મારા
વાટ ભસ્મ થાય ત્યારે દીવો બળે છે
દિવ્ય કર્મ જ્યારે થાય તમારા હાથે
સંસારના બંધનો ત્યારે જાણે ટૂટે છે ।। ૧ ।।
ગીત ૫ ।। સફળતા ।।
શ્રી સીતા માતા ઉવાચ :
નિર્ભય થઈને
પગલુ ઉઠાવો
મારા ભારત પુત્રો
બધી દિશા માં
બધા ક્ષેત્રો માં
બધા યોગ માં
બધા કાળ માં
સફળ તમારા પગલાં હો
સફળ તમારા પગલાં હો ।।
ગીત પ ।। મેલ જોલ ।।
લવ-કુશ ઉવાચ
આ વિશ્વ છે હરિનુ મીંદર
અને નથી કંઈ બીજું
હળી મળીને કર્મ કરી
આજ હર ઘડી એક પૂજા
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૨૩
શુભ ભવતું । ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ||