ગીત ૩ || પ્રશાસન હેતુ માર્ગદર્શન ||
સારાંશ:
જેમ જેમ લવ અને કુશ પરિપક્વ થાય છે, તેમ તેમ માતા સીતા તેમને ન્યાયી નેતૃત્વનું શાશ્વત જ્ઞાન આપે છે, જે તેમને ભવિષ્યની જવાબદારીઓ માટે તૈયાર કરે છે. તે તેમને સત્ય, જ્ઞાન અને ધર્મ દ્વારા પવિત્ર, દૈવી ભારતની કલ્પના કરવા પ્રેરણા આપે છે.
સીતા શીખવે છે કે રાજાની મહાનતા શક્તિમાં નહીં પરંતુ સેવા, હિંમતવાન ન્યાય, નમ્ર શ્રવણ અને કરુણા પૂર્ણ દ્રષ્ટિકોણમાં રહેલી છે. તે સુશાસનના મૂળભૂત સિદ્ધાંતો સ્થાપિત કરે છે - નાગરિકોના શ્રેષ્ઠ હિતોને પ્રથમ રાખવું, જ્ઞાનીઓની સલાહ લેવી, દૈવી સંસાધનો માટે નિસ્વાર્થપણે કામ કરવું અને હંમેશા જ્ઞાનની શોધ માં રહેવું. તે સક્ષમ સાથીદારોના આદર કરવાના મહત્વ પર ભાર મૂકે છે.
તેણી સમજાવે છે કે શાસન એ ભગવાન માટે યોગ્ય માળા વણવા જેવું છે - વિવિધ વિચારોને સુમેળમાં જોડવા જેવું છે. સીતા કહે છે કે ફક્ત સ્વ-શક્તિમાં વિશ્વાસ રાખીને જ રાષ્ટ્રનું ભાગ્ય યોગ્ય દિશામાં લઈ શકાય છે.
આ પવિત્ર ઉપદેશો રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કરે છે - કે ભારત હંમેશા પ્રકાશ, જ્ઞાન અને ધર્મની પવિત્ર ભૂમિ તરીકે ચમકતું રહે.
જોડ પદ્યાંશ
લવ-કુશ યુવા અવસ્થામાં આવ્યા
નીજ અવતાર નો ઉદ્દેશ હવે પામ્યા
વિચાર કરી સીતા બાળકોને સમજાવે
બોધ પ્રશાસન હેતુ કરવા એ ।।
ગીત ૧ || સાચો છે દરબાર ||
શ્રી સીતા માતા ઉવાચ :
સાચો છે દરબાર
માતાનો હરક્ષણ જય જય કાર ॥ ટેક ।।
હિમાલયનો કિરીટ છે
ગળાં શોભે ગંગા
ચરણ સ્પર્શ કરે છે નિત્ય એના
સાગર ત્રણ વિશાલ ॥ ૧ ॥
સભ્યતા હિંદની ફુલે ફળે
વિશ્વ પ્રેમની માતા છે
ઋષિ મુનિ આ પુણ્યભૂમિ
વેદ, શાસ્ત્રોની જ્ઞાની છે ॥ ૨ ॥
પરમ ભાગ્ય આ ધરતીનું
અહીં ઇશ્વર પ્રગટ થયા
સર્વ પ્રાણી જનમાનસને તે
માઁ ની મમતા આપે છે ।। ૩ ।।
આદિ તેજની પ્રતિમા છે
શક્તિ, ભક્તિ ની પૂર્તિ છે
જ્ઞાન કર્મ ની અદભૂત મૂર્તિ
આપણી ભારત માતા છે ॥ ૪ ॥
ગીત ૨ || સચ્ચાઈ ||
શ્રી સીતા માતા ઉવાચ :
સખીઓ, કોઇએ તીર્થ અનેક જોયા
ભલે તે હો કેટલાક હજાર
મનમાં ના હોય સચ્ચાઈ
તો છે સર્વ તીર્થ બેકાર ।।
ગીત ૩ || પ્રશાસન હેતુ માર્ગદર્શન ||
શ્રી સીતા માતા ઉવાચ :
સમાજ અને જન-જનનો વિકાસ
પુત્રો તમ પર છે સૌની આશ
કરવા તેના અનુકૂળ આચરણ
કરો આવશ્યક તત્ત્વોને ગ્રહણ ।। ૧ ।।
જન-સામાન્ય નું અભિષ્ટ કરો
આ અંગે વિશેષજ્ઞો સાથે વાત કરો
એમનો સુઝાવ વિચાર સાંભળો
તેમ પ્રમાણે કાર્યરત રહો ।। ૨ ।।
સ્વાર્થ માટે કોઈ ને કષ્ટ ન આપો
સદા સકારાત્મક કાર્ય કરો
સાધનની ચિંતા પ્રભુ પર છોડો
આંતરમનમાં પ્રભુનું નામ ભજો ।। ૩ ।।
સૃષ્ટિ-સમાજ ના નિયમ સદા પાળો
દેહ-ધર્મ નું મહત્ત્વ તમે જાણો
સાત્વિક ભોજન જો ગ્રહણ કરે જન
બને સ્વાસ્થ્ય ઉત્તમ અને નિર્મળ મન ।। ૪ ।॥
શાસકના હિત માટે આવશ્યક છે
વિભિન્ન વિષયોનું જ્ઞાન
શ્રવણ, પઠણ, પરીક્ષણ દ્વારા
જ્ઞાનાર્જન કરતા રહો સદા ।। ૫ ।।
પ્રવાસમાં સંપર્ક રાખો જાણીતા સાથે
અપરિચિતો સાથે ના કરો વિવાદ
જ્યાં ત્યાં દેવતાઓને કરો વંદન
શુભ કાર્યનું નિયોજન કરો ।। ૬ ।।
સહયોગી જો હોય સાથે
એમને રાખો સદા નીજ માથે
અન્ન જળ, સુરક્ષા, પ્રતિષ્ઠા
જાણો એમની પ્રેરણા, નિષ્ઠા ।। ૭ ।।
એમની સાત્વિક આવશ્યકતા જાણો
સમયસર પૂર્તિ નિજ કર્તવ્ય માનો
સહયોગીઓનું જો રાખો ધ્યાન
પ્રાપ્ત થાય એમનો વિશ્વાસ મહાન ।। ૮ ।।
સદા સભામાં જતા પૂર્વે
સહયોગી નું જાણી લો અંતર્મન
એમના વિચારો પરોવી
અર્પણ કરો વેણી રૂપ ભગવાનને ।। ૯ ।।
પોતા ને સંતોષ માત્ર આ જ છે
જન વિકાસનું કાર્ય ઉત્તમ થાય
આત્મ શક્તિ માં વિશ્વાસ રાખજો
સાકાર થાય સ્વપ્ન ભારતનું ।। ૧૦ ।।
ગીત ૪ ।। જન વિકાસ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
ધમની કરે પોતાનું કામ
લોહી હૃદય પહોંચાડે
દુર્જન ધમની કાપી દે
શરીર નષ્ટ થઈ જાય ।। ૧ ॥
શાસન કરતા જન-વિકાસ
ધન નિર્ધનને પહોંચાવે
દુર્જન જો ધન ભેગું કરે
રાષ્ટ્ર નષ્ટ થઈ જાય ।। ૨ ।।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૨૨
શુભં ભવતુ । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||