સર્ગ ૭ - લવ-કુશ માટે શિક્ષણ વ્યવસ્થા
સર્ગ ૭ - લવ-કુશ માટે શિક્ષણ વ્યવસ્થા
લવ-કુશ માટે શિક્ષણ વ્યવસ્થા
સારાંશ :
લવ અને કુશનો જન્મ ફક્ત બે દિવ્ય આત્માઓનું આગમન નથી, પરંતુ સીતાના માતૃત્વ અને જ્ઞાનપ્રદ પક્ષનો પ્રગટાવ છે. બાળપણમાં, લવ અને કુશ જીવનનું સંચાલન કરતી દૈવી શક્તિ વિશે અપાર જિજ્ઞાસા દર્શાવે છે.
એક નિર્ણાયક ક્ષણે, જોડિયા બ્રહ્માંડની રચના વિશે પ્રશ્નો પૂછે છે, જેના પર સીતા એક ગહન સત્ય પ્રગટ કરે છે - "સૃષ્ટિ પહેલા ફક્ત એક જ શુદ્ધ ઊર્જા હતી - 'ઓમ', બ્રહ્મનું આદિમ અસ્તિત્વ." તેણી સમજાવે છે કે ભગવાનની દૈવી ઇચ્છાએ બ્રહ્માંડને આકાર આપ્યો. તેમણે પૃથ્વીમાં પોતાની પવિત્ર શક્તિનો સંચાર કર્યો, જેનાથી માનવતાનો જન્મ થયો. સત્યનો વાસ્તવિક સાક્ષાત્કાર આત્મા અને પરમાત્માની એકતાને ઓળખવામાં રહેલો છે.
તેમની ઉત્સુકતા જોઈને, સીતા લવ અને કુશને ઋષિ વાલ્મીકિને સોંપે છે. તેણી પ્રાર્થના કરે છે કે તેઓ માત્ર જ્ઞાન અને યુદ્ધ જ નહીં પરંતુ ધર્મના અટલ માર્ગને પણ આત્મસાત કરે. વાલ્મીકિના કડક માર્ગદર્શન હેઠળ, તેઓ દર્શન, ધનુર્વિદ્યા અને નૈતિક શિસ્તમાં નિપુણતા મેળવે છે, જ્યારે સીતા તેમની શાંત રક્ષક રહે છે.
શિક્ષણકાળ દરમિયાન, સીતા તેમને ધર્મનો ગહન અર્થ શીખવે છે - એક એવી શક્તિ જે બધા જીવોને ટકાવી રાખે છે અને શાંતિનું પોષણ કરે છે. પ્રકરણના અંતે, તે એક ગહન પ્રશ્ન પૂછે છે - "આત્મા અને પરમાત્માનું મિલન શું છે?" તેનો જવાબ આધ્યાત્મિક પરિપક્વતાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રકરણ સીતા શક્તિ કાવ્યમાં એક પવિત્ર લય સ્થાપિત કરે છે - લવ-કુશના પ્રશ્નો, સીતાના દૈવી સાક્ષાત્કાર અને શિશુઓના આંતરિક અનુભૂતિ. તે ધર્મ રક્ષકો તરીકે તેમની ભાવિ ભૂમિકા તરફ સંકેત આપે છે, અને વાચકને આ શાશ્વત જ્ઞાન યાત્રા પર આમંત્રણ આપે છે.
જોડ પદ્યાંશ
હતા લવ-કુશ બાળકો બુધ્ધિશાળી
ગુરુથી જ્ઞાન ગ્રહણ કરતા તત્કાળ
માઁ એમની હતી જ્ઞાન સ્વરૂપ
પળે પળે આપે સંસ્કાર અનુપ ।। ૧ ।।
બાળકો પ્રશ્ન કરે વિવિધ પ્રકાર
આપે માઁ પ્રેમથી તેના ઉત્તર
ધર્મ, કર્મ અને બ્રહ્મજ્ઞાન
સરળ ગીતોથી માં દૂર કરે તેમનું અજ્ઞાન ।। ૨ ।।
ગીત ૧ II લવ કુશની પ્રાતઃ કાળ દિનચર્યા II
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રાતઃ કાળમાં
માતા જાનકી
ઉષ: પાન આપે
બન્ને પુત્રોને II ધૃ II
સદ્ભક્તિના
ગીતો ગાઈને
સંસ્કારોથી
ભીંજવી ધરતી II ૧ II
યોગાભ્યાસ અને
ધ્યાન-ધારણા
હતા નિત્ય કુમારોના
આચરણમાં II ૨ II
ગીત ૨ ।। જીવન સાર ।।
લવ-કુશ ઉવાચ
જપો નામ હરી ૐ SSSS....
કેવો બનાવે રઘુવીર
આ આખો સંસાર
કેવો કર્યો પ્રભુએ
સૃષ્ટીનો વિસ્તાર ।। ૧ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
આદિ સ્વરૂપ બ્રહ્મનો
શબ્દ એક ૐ કાર
આ શક્તિના રૂપ છે અનેક
આ છે દૈવી ચમત્કાર ॥ ૨ ॥
કોટી સૂર્ય, ચંદ્ર, ગ્રહો
આ એનો સાક્ષાત્કાર
અખંડ અનંત બ્રહ્માંડને
કાળનું કોઇ બંધન નહી તેને ।। ૩ ।।
રોપી ભૂમિમા જીવાત્મા રૂપી
બીજ ધન્ય કર્યો સંસાર
સુજળ અને સફળ સૃષ્ટી સર્જવા
કર્યો વિસ્તાર ક્રમવાર ।। ૪ ।।
આ સૌનો શિરોમણી માનવ
ભૂ-માતાનો શ્રવણ કુમાર
આત્મા ! જાણી લો પરમાત્માને
આ જ જીવનનો સાર ।। ૫ ।।
ગીત ૩ - II શ્રી વાલ્મિકી આશ્રમ સતસંઘ II
શ્રી સીતા માતા ઉવાચ :
કોઈક આવતા-જતા પ્રવાસમાં
કોઈક તીર્થ યાત્રી શોધમાં
કોઈક નિર્ણય લઇ સતસંઘમાં
બધુંજ દૈવી યોજના II ૧ II
બધાને મળે યોગ પ્રસાદ
દરેકનો અલગ આસ્વાદ
જન્મજન્મનું જે પ્રારબ્ધ
એવા અનુભવ મળે એમને II ૨ II
સદ્ગુરુ શ્રી વાલ્મિકી મહર્ષિ
લેતા બધાને પરમ સત્ય તરફ
આશીર્વાદ માર્ગ-ક્રમણથી
પ્રેમળ સંદેશ આપે II ૩ II
જોડ પદ્યાંશ
પ્રબળ ઇચ્છા હતી સીતાના મનમાં
લવ-કુશ સફળ બને જીવનમાં
વાલ્મિકી સાથે આશ્રમમાં રહે
ધર્મ કર્મની શીક્ષા તે ગ્રહે ।। ૧ ।।
પૂર્ણ કરવા આ અભિલાષા
દૃઢ નિશ્ચય કરે મનમાં સીતા
વાલ્મિકી ઋષિ સન્મુખ કરી નિવેદન
હૃદ્ભાવનું સીતા કરે આવેદન ।। ૨ ।।
ગીત ૪ || ઋષિ વાલ્મિકીને જણાવ્યુ ||
શ્રી સીતા માતા ઉવાચ :
સ્વીકાર કરો પૂજ્ય ઋષિવર
આપના હાથમાં લવ-કુશને
શિક્ષા દેજો ઉચિત મુનિવર
નિત્ય આપની સાથે ।। ૧ ॥
વેદ શાસ્ત્ર તે ભણે
ગ્રહે જ્ઞાન-વિજ્ઞાન
પૂજ્ય રામ નામ રટે
ધ્યાનમાં એ સદા રહે ॥ ૨ ॥
શસ્ત્ર વિદ્યા દેજો મુનિવર
બાહુમાં દેજો શક્તિ અપાર
સદા ધર્મની રક્ષા કરે
સત્યના માર્ગે પ્રગતિ કરે || ૩ ||
સૂત આ મારા તમે પાલક બનો
જેથી તે સુસંસ્કારિત બને
હે આચાર્ય ! મારી આ પ્રાર્થના
સદા રાખો ચરણોં માં ।। ૪ ।।
ગીત ૫ || સદ્ ગુરુ મારા ||
શ્રી સીતા માતા ઉવાચ :
સદ્ ગુરુ મારા
કોમળ બન્ને
છોકરા મારા II ધૃ II
આંચળ ફેલાઉં
ચરણો પર
આશિષ આપો એમને
મન ભરીને II ૧ II
શિક્ષા દીક્ષા
ઉચિત મેળવે
પ્રભુ મિલાનનો
માર્ગ બતાવો II ૨ II
ત્રિગુણાતીત
બન્ને મેળવે
એવી દિશા
મુનિવર બતાઓ II૩ II
જોડ પદ્યાંશ
સીતાએ કર્યુ ગુરૂને નિવેદન
આપ્યો બોધ ત્રણ વર્ષના લવ-કુશને
જીવન-લક્ષ્ય પણ તેમણે બતાવ્યુ
ધર્મ પ્રસાર નો અર્થ સમજાવ્યો ।।
ગીત ૬ ।। કાર્યના ઉદ્દેશ સહિત લવ-કુશનો અવતાર ।।
શ્રી સીતા માતા ઉવાચ :
સર્વ પ્રાણીઓનો જે છે આધાર ।
તે સુખ સમૃધ્ધિને દે છે આકાર ॥
માનવ કર્તવ્યનું જે છે સાર ।
સંત વાણી તેનો કરે છે વિસ્તાર ।। ૧ ।।
આમ જ ધર્મનો કરવા પ્રસાર ।।
હે પુત્રો, તમારો થયો અવતાર ।
અખંડ શ્રમનો થવા પરિહાર ।।
તમો પર રહે ગુરુ કૃપા અપાર ॥ ૨ ॥
જોડ પદ્યાંશ
લવ-કુશ જિજ્ઞાસુ પ્રકૃતિના
ઝાડો, ફૂલો, પશુ-પક્ષીઓ, નદીઓનું I
કુદરતમાં એકબીજાના સંબંધનું ,
તત્વ આપતી માતા અધ્યાત્મનું II
ગીત ૭ II કિનારા II
(પાણીનો અવાજ)
શ્રી સીતા માતા ઉવાચ :
હિમાલયના ખોળામાં
વહે ઘણાં કિનારાઓમાં
ભમ ભમ ધુમ ઘુમ
નાદ કરતા
ૐ નાદ કરતા II ૧ II
ॐ, ॐ
સાથ આપતી વન વનમાં
પવન એની બ્હેન
વૃક્ષ વેલા એ સગા સંબંધી
જનજીવોની જનની II ૨ II
જોડ પદ્યાંશ
લવ-કુશ કરે પ્રયાણ વિદ્યા પામવા
સીતા માઁ લાગી નિર્દેશ કરવા ।।
એકાગ્ર મન રાખી સીક્ષા લેજો
અભ્યાસથી તેને ગ્રહણ કરજો ।।
માઁ બાળકોને લાડ પ્યારથી
વ્હાલથી બોલાવે દરેક પ્રકારથી
બાબા, મુન્ના, બચુડા, સાઇ
ગુરુ, બેટા, લવ-કુશ ભાઇ ।। ૨ ॥
ગીત ૮ || જતન ||
શ્રી સીતા માતા ઉવાચ :
ગુરુવર પ્રેમથી તમને જે શીખવે
તે જતન કરી મનમાં રાખશો ।।
આંખ કાન જો ખુલ્લા રાખશો
તો પ્રભુ તમને પણ ભણાવશે ।।
જે દુનિયાને પ્રીત આપે તે
આત્માનંદને ખીલવે છે
જોડ પદ્યાંશ
શ્રી વાલ્મિકી આશ્રમની આસપાસ ,
બ્રહ્મમુહૂર્ત પર પર્વત ટેકરી I
શિષ્યગણોનો મંત્રો-ઉચ્ચાર ,
દિવ્ય સ્પંદનો જાપ ૐકાર II
ગીત ૯ II ૐકાર ધ્યાન II
શ્રી સીતા માતા ઉવાચ :
નિત્ય પ્રભાતે
શુદ્ધ મનથી
ધ્યાન કરો
ૐકારપર
દેહ જાણે જે
દિવ્ય વિભૂતિ
લાખ કરોડ
કોષોની કીર્તિ
સ્પંદન જાણીને
સમર્થ થાય
દેહ વિદેહી
માનસ પ્રાપ્તિ
ॐ ॐ ॐ
ગીત ૧૦ II યાદ II
શ્રી સીતા માતા ઉવાચ :
સાજન પ્રભુ
આવે યાદ મને
વનમાં મેઘ જેમ
ઘન આવે II ધૃ II
ધુમ્મસથી પસરાયેલો માર્ગ
અચાનક અદૃશ્ય થયો
મારી ધૂનમાં તોપણ
હું શોધું તમને II ૧ II
ત્યાં દૂર ધુમ્મસમાં
તમે મને હાથ બતાવ્યો
બેભાન થઇ દોડી હું ….
તો હતી ભીના ઝાડની ડાળ II૨ II
સાજન પ્રભુ …
જોડ પદ્યાંશ
જ્ઞાન પૂર્ણ માઁની સાંભળી વાણી બહુ
પુલકિત શિશુ ધ્યાનમા રાખે સહુ ।।
પામ્યા જ્ઞાન વિજ્ઞાન અને સંસ્કાર બહુ
પરિપૂર્ણ બન્યા સદ્ગુણોથી સહુ ।।
હોત માઁ એવી કુશળ ગુરુ !
પળ-પળ એ પરીક્ષા પણ લેતી
લવ-કુશને પૂછે માઁ સીતા
કેવુ થાય આત્મા-પરમાત્માનું મિલન ? ।।
ગીત ૧૧ || આત્મા - પરમાત્મા મિલન ||
લવ-કુશ ઉવાચ
મન થાય જ્યારે દૂર જડ ચેતનથી ।
મુક્ત વિહાર કરે કાળ બંધનથી ।।
સત્કર્મ અને પ્રભુ પ્રેમ વસેલુ હોય જ્યારે મન ।
તેને માનજો આત્મા પરમાત્મા મિલન ।।
ગીત ૧૨ || મારા લવ-કુશ ||
શ્રી સીતા માતા ઉવાચ :
મારા લવ-કુશ
પ્રેમળ જોડિયા છે
અવાજ આપે
મારાથી મીઠા II ધૃ II
છુપાય ક્યારેક
અને દેખાય છે
આવી અનોખી
છે પ્રીતિ II ૧ II
મન મોહક
એમની વાણી છે
દુઃખ ભરી કેમ છે
નિયતી II ૨ II
આંખો ઉત્સુખ
શોધી રહી છે
એ પ્રીતિ II ૩ II
ગીત ૧૩ || આકાશમાં ચમકતા તારા ||
શ્રી સીતા માતા ઉવાચ:-
આકાશમાં ચમકતા તારા,
દયાળુ અધિકાર જે છે ,
મારા પ્રભુવર રામનો,
રઘુ વંશનો ગૌરવ || ધૃ ||
વિલય, ઉત્પત્તિ, અસ્તિત્વ,
સમયનો અકાળ અંત.
યુગ-યુગ સુધી બ્રહ્માંડની રચના,
પ્રભુવર નો છે પ્રાણ || ૧ ||
શંખ, ચક્ર, ગદા, કમળ,
બધા ચિહ્નિત નક્ષત્ર I
અનાહત ધ્વનિ, પવિત્ર મંત્ર,
નારાયણનું ધ્યાન || ૨ ||
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૭
શુભં ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।