સર્ગ ૮ - નામ મહિમા
સર્ગ ૮ - નામ મહિમા
ગીત ૨ ।। પિતા રામનો મહિમા ।।
સારાંશ :
આ અધ્યાયમાં, માતા સીતા જુએ છે કે લવ અને કુશમાં જન્મજાત બુદ્ધિ અને બહાદુરીની વૃત્તિ છે. જ્યારે તેઓ તીરંદાજી શીખવાની ઇચ્છા વ્યક્ત કરે છે, ત્યારે તે સીતાને ઊંડો અસર કરે છે. ભલે તે શિવનું ધનુષ્ય ઉપાડી શકી હોય, પણ હવે ધનુષ્યનો ઉલ્લેખ કરતાં જ તેનું હૃદય કંપાય છે.
તેણી તેમના પિતાની ગેરહાજરીનો શોક વ્યક્ત કરે છે, કહે છે કે જો તે આસપાસ હોત, તો તેઓ તેમના પુત્રોને વધુ સારી તીરંદાજી શીખવી શક્યા હોત. નિર્દોષપણે, બાળકો પૂછે છે, "તે કોણ છે, અને તે ક્યાં છે?" એક વ્યથિત સીતા ફક્ત એટલું જ કહી શકે છે કે તે આવ્યા નથી.
પરંતુ તેમના દુઃખ છતાં, લવ અને કુશમાં આધ્યાત્મિક અગ્નિ પ્રજ્વલિત થાય છે. તેમની માતાના દુ:ખને અનુભવીને, તેઓ તેમના પિતાના પવિત્ર નામનું જપ કરવાનો નિર્ણય લે છે, એવું માનીને કે આમ કરવાથી તેમને જે જ્ઞાન જોઈએ છે તે મળશે.
આ ક્ષણ ભક્તિનો સાર દર્શાવે છે - શુદ્ધ, પરિવર્તનશીલ ભક્તિ; આ એક ગહન પ્રશ્ન ઉભો કરે છે: શું શુદ્ધ ભક્તિ સાથે ભગવાનનું નામ જપવું ખરેખર જ્ઞાનનો માર્ગ હોઈ શકે છે?
ગીત ૧ || મારા વિરહની પળ કાંઇક ઓછી થઈ છે ||
શ્રી સીતા માતા ઉવાચ :
આશ્રમમાં ઋષિ પત્નીઓ આવતી
કુમારોને પણ સાથ લાવતી
જોઈ ખુશ થાય લવ-કુશ એમને
તરેહ તરેહની રમતો રમે ॥ ૧ ॥
ઋષિ પત્નીઓ જ્યારે આશ્રમ આવે
ત્યારે કંદ મૂળ સાથે લાવે
પરસ્પર પ્રેમ આપતા
આવેગ વિરહનો દૂર કરતા ।।
જોડ પદ્યાંશ
લવ-કુશ કાંઇને કાંઇ શીખતા
દેખાવતા હતા માર્ગ જોતાં
અજબ તેજ હતું વદન પર
રઘુકુળની પરંપરાની ઢબ હતી
ગીત ૨ ।। પિતા રામનો મહિમા ।।
શ્રી સીતા માતા ઉવાચ :
સીતાના આ બાળકો નાના
સંભળાવે ઘણા મીઠા મીઠા બોલ
રમકડાં રમવા ના ગમે એમને
ધનુષ રમવા તે લાવે ।॥ ૧ ॥
માઁ ના ચરણો ઝાલી
લવ-કુશ કાલું બોલે
રમકડા તમે ઘણા બતાવ્યા
પણ ધનુષ અમને ના શીખાવ્યુ ।। ૨ ।।
રુંધતા સ્વરે સીતા કહે
આ વિદ્યા મને ના આવડે
જે હાથોથી શિવ-ધનુષ ઉઠાવ્યુ
તે હવે કેમ અટકાયુ ? || ૩ ||
કાશ! પિતા તમારા આવી જાત
ધનુષ વિદ્યા તે તમને શિખવત
સાંભળી માતાની કરૂણ વ્યથા
અબોધ બાળકો અતિ દુઃખ પામતા || ૪ ||
ચકિત થઇ તે બાળકો પૂછે
અમારા પિતા કોણ કયાં છે ?
એમના ચરણો પાસે જો રહીએ
તો સર્વ વિદ્યા અમે પામીએ ।। ૫ ।।
ક્ષુબ્ધ થઈ સીતા કહે બાળકોને
વંચિત રહ્યા પિતાના મિલનથી તમે
મારી સાથે રીસાયા આપણ ને વિસાયા
પુત્રોને પણ મળવા ન આવ્યા ।। ૬ ।।
સીતાની આંખો અશ્રુપૂર્ણ બની
શબ્દ બની અશ્રુ કરે વાત હૃદયની
ડુબ્યા બાળકો પિતાના વિરહમાં,
માતા-સાથે લાગ્યા આસુ વહાવવા ।। ૭ ।।
કુશ-લવ છે ઘણા શાણા
પણ પ્રભુ શ્રીરામને ના જાાણે
જ્યારે માઁ ને વ્યથિત જુએ
બન્ને એને ધીરજ આપે ।। ૮ ।।
ભલે પિતા મળવા ના આવે
એમનું શુભ નામ મેળવીએ
પિતા નામના મંત્રથી હે માતા
વિદ્યા મેળવીએ સમગ્રતા ।। ૯ ।।
કાલુ કાલુ બોલ સાંભળે
માઁ બાળકોને હૃદય સાથે ચાંપે
હતા બતાવતા સીતાના નયનો
પણ જીહ્ના પર નામ ન આવે ।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૮
શુભં ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||