સર્ગ ૨૧ - પુત્ર-પૌત્રી સુખાય યજ્ઞમંત્ર
સર્ગ ૨૧ - પુત્ર-પૌત્રી સુખાય યજ્ઞમંત્ર
પુત્ર-પૌત્રી સુખાય યજ્ઞમંત્ર
ગીત ૨ ।। તમે મારું સર્વસ્વ (જીવન) ।।
ગીત ૩ ।। શ્રીરામચંદ્રનું વાયુરૂપ દર્શન ।।
સારાંશ:
માતા સીતાને ભગવાન રામ માટે ખૂબ જ ઝંખના થાય છે અને એક રાત્રે, જ્યારે તેમના પુત્રો ઊંઘી રહ્યા હોય છે, ત્યારે તે ભાવનાત્મક વિલાપ ગાય છે. તેમનો આહ્વાન એટલો શક્તિશાળી છે કે શ્રી રામ તેજસ્વી સ્વરૂપમાં દેખાય છે.
શ્રી રામ નમ્રતાપૂર્વક સમજાવે છે કે તેમનો વિદાય એક દૈવી આવશ્યકતા છે, જે માનવજાતના ઉત્થાન માટે તેમના અવતાર ની ગહન યોજનાનો એક ભાગ છે.
પિતા તરીકે તેમની ગેરહાજરી ને પૂર્ણ કરવા માટે, રામ યુવાનોને જ્ઞાન ના શબ્દો આપે છે, તેમને હિંમત અને હેતુ સાથે જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.
સીતા તેમની સાથે આનંદથી વાતચીત કરે છે, અને સાથે મળીને તેઓ લવ, કુશ અને બધા બાળકોના કલ્યાણ અને આધ્યાત્મિક સમૃદ્ધિ માટે એક પવિત્ર યજ્ઞ કરે છે. યજ્ઞના અંતે, રામ તેમના સૂતેલા પુત્રોની હથેળીમાં કંઈક મૂકે છે. સીતા પોતાની સમાધિમાંથી જાગી જાય છે, અને અચાનક જુએ છે કે શ્રી રામ ગાયબ થઈ ગયા છે, જેનાથી તેણી વિચારતી રહે છે - શું તે સ્વપ્ન હતું?
પણ સવારે, લવ અને કુશ સીતાને આનંદથી ભરેલા અવાજમાં કહેતા - 'માતા, અમે અમારા સપનામાં નવા, દૈવી મંત્રો સાંભળ્યા, અને જ્યારે અમે જાગ્યા, ત્યારે અમને અમારા હથેળીઓમાં ચમત્કારિક, તાજા તુલસીના પાન મળ્યા!' જાણે કે તે ક્ષણોએ કોઈ દૈવી રહસ્યનો સૌમ્ય પણ ગહન પુરાવો આપ્યો હોય.
ગીત ૧ II દીનાનાથ દયાળા II
શ્રી સીતા માતા ઉવાચ :
દીનાનાથ દયાળા
પ્રભુ શ્રી રામ II ધૃ II
અર્પણ તારા
ચરણો માં
મન મારુ
નિષ્કામ II૧ II
કઈ રીતે શરણ
તમારે આવું
કઈ રીતે ચરણ
પૂજન કરી શકું II ૨ II
હૃદયમાં બિરાજે
છબી છે તમારી
પછી કેમ દર્શન માટે
તરસી રહી મારા શ્રીરામ II ૩ II
ગીત ૨ ।। તમે મારું સર્વસ્વ (જીવન) ।।
શ્રી સીતા માતા ઉવાચ :
તમે જ મારૂં જીવન
તમે જ મારા પ્રાણ
તમે જ મારું સર્વ સઘળું
હે પ્રભુ શ્રી રામ ।। ટેક ॥
શિશુઓ હવે ગયા સુઇ
રાત્રિ ઘણી વીતી ગઇ
પ્રભુ તમારી યાદ
મનને સતાવ્યા કરે
આ પુત્રો લવ-કુશ
જેવા ચંદ્ર-તારા
તારૂં ગાન ગાય
પણ તું રહે અજાણ ॥ ૧ ॥
જ્યાં હોય તડકો
ત્યાં જ હોય છાયા
કેવી રામ વિના વસે આ માયા
મારા જ જગતમાં
તારા આ યુગાંશ રામ
હું જ છું યાચક
દર્શનની નિષ્કામ ।। ૨ ॥
તારા ભક્ત અનેક
કૃપા સહુ પર રાખજે
હું તો એક અભાગીની
થઇને તારી અર્ધાંગિની
હું છું પૃથ્વી સમાન
તુ છે વિરાટ ગગન
સમાવી લઈ લો
સૂણી આ વિરહ ગાન ॥ ૩ ॥
જોડ પદ્યાંશ
સાંભળી સીતાની હ્રુદય઼-ભેદી પુકાર
વાયુરૂપ પ્રગટયા સ્વયં પ્રભુવર
શક્તિરૂપા સીતા થઈ ધન્ય
મનોમન જોડી કર પ્રભુ પાસે ।। ૧ ।।
પ્રણામ સ્વીકારી પ્રભુએ જોયું
અને બોલ્યા, રોષ ઉચિત તારો સીતા
મારા મનમાં પણ કલેશ બહુ
પરંતુ કર્તવ્યપૂર્તિ અનિવાર્ય અધિક છે ।। ૨ ।।
ગીત ૩ ।। શ્રીરામચંદ્રનું વાયુરૂપ દર્શન ।।
શ્રીરામ ઉવાચ :
આપણા બંન્નેના વ્યક્તિત્વના દિવ્ય
પહલુ પ્રકર્ષ પ્રકટ થાય ભવ્ય
માટે, કરી જનતા ના હિતની ચિંતા
મારૂ સુખ ત્યાગ્યુ સીતા ।॥ ૩ ॥
રાજા હોય પ્રજાનો સર્વપ્રથમ
તે પછી કુટુંબનો ક્રમ
શંકાળું ના કોઇ પ્રજા રહે
એ હેતુસર મેં અલગ રાખી તને ।। ૪ ।।
તને દૂર કરી થયો હું વ્યાકુળ
પ્રાસાદ છે જાણો આ કુલ
રાજ્યના દરેક પ્રાણિ-જન વ્યથિત છે
મન મારૂં સદા તારી પાસે સ્થિત છે ॥ ૫ ॥
પણ તારા સદા પ્રિય પુત્રોના પ્રતિ
જાગૃત છે આત્મ પ્રેમની જ્યોતિ
ખેદ છે કે આ અવતારમાં બાળકો પ્રતિ
કર્તવ્ય પૂર્ણ કરી ના શક્યો, ભગવતી ।। ૬ ।।
થાય તો ક્ષમા કર મને
આ ત્રુટિ નું પરિશોધન કરવુ છે મને
તો આવો કરીએ વિચાર સેતુ
માતા, પિતા, પાલક, શિક્ષક હેતુ ॥ ૭ ॥
ગીત ૪ ।। વિકાસ માટે સમાજનું પ્રોત્સાહન ।।
શ્રીરામ અને સીતા માતા ઉવાચ :
ઉચિત પ્રયત્ન યુવા જ્યારે કરે
તો પ્રોત્સાહન આપી વધારીએ
શિક્ષક તથા માતા-પિતા
નવો સમાજ ત્યારે રચે ॥ ૧ ॥
જન્મે જ્યારે કન્યા કે બાળક
ગુણ અનેક આપે જગપાલક
પોષણ થાય તેને અનુસાર
ફુલો-ફળો અનેક પ્રકાર ।। ૨ ॥
મળે કળા કે કૌશલ
જ્ઞાન મળે કે અપાર બળ
દુનિયા માં જે માનવી આવે
તે પ્રભુનો ઉપહાર પામે ॥ ૩ ॥
છોડી નિયત પથ યુવાન
વધે આગળ નવો રાહ અપનાવી
આ પદચિહ્ન જો જાણે
તે યુવા ઉદ્યમી બને ।। ૪ ।।
પ્રોત્સાહન નો શબ્દોચ્ચાર કરે
શિશુ લક્ષ્ય ને જાણી શકે
અને, આત્મવિશ્વાસથી કાર્ય કરે
અસીમ સફળતા પ્રાપ્ત કરે || ૫ |||
અધ્યાત્મ અને ઉદ્યમિતા સાથે
જ્યારે હરપળ અતુટ બને
અનેક ઉન્નત રૂપોમાં
ફળીભૂત ઉદ્યમ થાય જગમાં ।। ૬ ।।
જોડ પદ્યાંશ
સીતાનો મન મયુર નાચે
સ્વપ્ન પણ સાકાર હોય સાચે
પોતાની વિરહ વેદના ભૂલી ગઇ
પીડા થઇ સાર્થક આજે લાગી ।। ૧ ।।
વાતો સ્વામીસંગ કરતી રહી
શીશુ ગુણ કહેતી રહી
વય તો છે સાત, પ્રશ્ન મોટાઓ જેવા
'અનહદ્' શું મને ના સમજાય ।। ૨ ।।
ગીત ૫ ।। અનહદ્ ।।
શ્રીરામ ઉવાચ :
સપ્તરંગના રંગ જેવા
અનન્ય રંગ જગમાં ભર્યા
સપ્તસૂર ના સૂર જેવા
અનન્ય સૂર સંચાર કરે || ૧ |||
ૐ કેશવાય નમઃ
ૐ નારાયણાય નમઃ
ૐ સચ્ચિદાનંદાય નમઃ
જાગૃતિ, નિદ્રા, તૂર્યા અવસ્થા
માનવ હદની બહાર સઘળું
સૃષ્ટિમા સૂર-રંગની જેમ
અનહદ્ નાદ સહુમાં ભરે ।। ૨ ।।
ગીત ૬ II અનાહત નાદ II
શ્રી રામ - સીતા ઉવાચ :
ધુન અનાહતનો પડઘો સાંઈ I
સાંભળ ઝરમર વરસાદ ટીપા માં II ધૃ II
ગિરી વન ની ગુફાઓ માં I
વન ઉપવન ના માર્ગ માં II ૧ II
વેદ-ઘોષ દેવાલય માં I
મન મંદિર ની પ્રાર્થનાઓ માં II ૨ II
ગીત ૭ II દિવ્ય સંગીત II
શ્રી સીતા માતા ઉવાચ :
અનાહત નાદમાં
ચિત્તને રમવા દો I
પ્રિય પ્રભુની વાંસળી
સંભળાવવા દો II ધૃ II
મધુર બોલ સ્વ -
મુખે બોલવા I
દિવ્ય સંગીત
મનમાં ફેલાવા દો II ૧ II
છેડે નૂપુર સ્વર
નિરઝર ગુંજન I
ગાય પવન પણ
પંચમ સુર II ૨ II
જોડ પદ્યાંશ
સીતાએ પછી હોમકુંડ સજાવ્યો
ઔદુંબર ડાળીથી ચેતાવ્યો
પ્રભુએ સીતાને સમીપ બેસાડી
પવિત્ર મંત્ર સાથે ઉચ્ચાર્યો ।।
ગીત ૮ ।। પુત્ર-પૌત્રી સુખ માટે યગ્નમંત્ર જપ ।।
શ્રી રામ-સીતા એકસાથે બોલ્યા :
ૐ ભૂર્ભુવ સ્વઃ । તત્સવિતુર્વરેણ્યમ
ભર્ગો દેવસ્ય ધીમહિ
ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।
ૐ સદ્દબુધ્ધિ ભવતુ
ૐ સત્કર્મ ભવતુ
ૐ સન્માર્ગ ભવતુ
ૐ સદ્વિચાર ભવતુ ।।
ૐ સત્સંગ ભવતુ
ૐ શતાયુષી ભવતુ
ૐ સત્વચની ભવતુ
ૐ સત વ્યવસાય ભવતુ
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
ગાયત્રી મંત્ર ભાવાર્થ
હે પ્રભુ તે અમોને ઉત્પન્ન કર્યા, પાલનકર્તા છે તું તારી પાસેથી જ પ્રાણ મળે, દુઃખીઓનું કષ્ટ તું દૂર કરે તારૂં જ મહાન તેજ છવાયેલ છે સર્વત્ર સૃષ્ટિની વસ્તુ વસ્તુ માં તુ જ રહ્યો વિદ્યમાન તારું જ ધ્યાન અમે ધારીએ, માંગીએ છીએ અમે હે દીનદયાળ હે પ્રભુ અમારી બુધ્ધિને શ્રેષ્ઠ માર્ગ પર સદા ચલાવો ।।
જોડ પદ્યાંશ
વિધિવત યજ્ઞ પૂરો કરી પ્રભુ
પહોંચ્યા સૂતા બાળકો સમીપ
પ્રેમથી ચૂમે પિતા લલાટ
તુલસી પાન મૂકે શિશ હાથો માં || ૧ ||
મનોવિલાસ થી સીતા જાગી
પ્રભુની ઝાંખી જાણે ભાગી
અચળ શાંતિ હતી આશ્રમમાં
યજ્ઞ હતો સીતાની કુટીરમાં ।। ૨ ।।
ગીત ૯ ।। વિરહણી ।।
છલ કર્યું શ્રી રામે મારી સાથે
કહે દુઃખી વિરહણી
હું નહિં કરૂ તમારૂં સ્મરણ
છતાંય, નામ જાપ કરે અર્ધાંગિની ।। ૧ ।।
સાગર છે, ભાઈ બહેનો,
પ્રભુ પ્રેમનો ચાહ છે તેના પણ પ્રેમની
દીન દુઃખી સાથે જે પ્રેમ વહેંચે
વિરહમાં શાંતિ મળે એ ભક્તને ।। ૨ ।।
જોડ પદ્યાંશ
ભ્રમથી નિરાશ થઇ સીતા માતા
ગહન નિદ્રાધીન થઈ પુનીતા
તડકો આવતા ફફડીને તે જાગી
વિસ્મીત થઈ બોલ બાળકોના સાંભળી ।।
કહે તે, માઁ નિદ્રામાં સુણ્યા મંત્ર નવા
ઉઠી જોતા હાથોમાં ગજબ દેખાયુ
સીતાના દિલની ધડકન વધી
બાળકોના હાથમા પ્રભુની તુલસી જોઇ II
ઇતિ સીતા શક્તિ કાવ્ય સર્ગ ૨૧
શુભં ભવતુ | ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||