સર્ગ १७ - અહંનુ ખંડન
સર્ગ १७ - અહંનુ ખંડન
ગીત ૧ ।। શ્રેષ્ઠ કોણ ।।
સારાંશ:
માતા સીતા લવ અને કુશ ના બાલિશ વિવાદને સંબોધે છે, જેઓ તેમનામાંથી કોણ શ્રેષ્ઠ છે તે અંગે દલીલ કરી રહ્યા છે. માતા એક માં અને એક જ્ઞાની શિક્ષિકાની ભૂમિકા ભજવીને તેમના બાલિશ અહંકારને નરમાશથી માર્ગદર્શન આપે છે.
તે તેમને પ્રકૃતિનું અવલોકન કરવા માટે પ્રોત્સાહિત કરે છે, અને તેમને પડકાર આપે છે કે શું તેઓ ગરુડની દ્રિષ્ટિ , કૂતરાની ગંધ -ક્ષમતા, ફૂલના અમૃત અથવા દેવ-માછલીના શ્રવણ કરતાં શ્રેષ્ઠ હોઈ શકે છે?
તે પછી, સીતા એક ગહન પ્રશ્ન પૂછે છે - "ખરેખર કોણ સીમાઓ પાર ઉડી શકે છે અથવા આકાશગંગા પાર ઉડતા આત્માને પકડી શકે છે?"
જ્ઞાન નો ઉદય થાય છે, અને બાળકો, નમ્ર થઈને, જાહેર કરે છે કે માતા પ્રકૃતિ સર્વોચ્ચ છે.
તેમનો અહંકાર ઓગળી જાય છે, અને તેઓ ઉત્સાહી પ્રાર્થનામાં ભગવાનની દૈવી સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે.
જોડ પદ્યાંશ
લવ-કુશના સહુ સંગી સાથી
વંદન કરે સંધ્યા થતા
આશ્રમમાં સીતાની સખીઓ
સાથે મળી સૌ વાતો કરે ॥ ૧ ॥
ત્યારે લવ-કુશની માતા
અનેકવિધ જ્ઞાની ચર્ચા કરે
એક દિન આમ સૌ બેઠા
માત્ર લવ-કુશ ન આવ્યા હતા ।। ૨ ।।
મિત્રોએ ત્યારે જણાવ્યુ એમણે
લવ-કુશ હવે ઝગડે ઘણું હું શ્રેષ્ઠ છું,
હું તારાથી મોટો
ઝગડાનો આ છે વિષય ॥ ૩ ॥
સીતાએ જઇ પોતે જોયું
ઝગડાએ જોર હતુ પકડ્યુ
બધા સામે બે ને બોલાવી
સીતાએ બધાને બોધ આપ્યો ।। ૪ ।।
ગીત ૧ ।। શ્રેષ્ઠ કોણ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
કોણ કહે સૌથી વધુ
હું જ કેવળ જોઈ શકું
બાજથી પણ અધિક દૂરનુ
શું તમને દેખાઇ શકે ।। ૧ ।।
હા ઽ હા ઽડ હા ઽઽડ (મધુર હાસ્ય)
કોણ કહે સૌથી વધુ
ગંધ હું જ પરખી શકું
શ્વાનથી પણ અધિક ગંધ
શું કોઇ પરખી શકે ।। ૨ ॥
હા ઽ હા ડડ હા ડઽડ (મધુર હાસ્ય)
કોણ કહે મધુર સ્વાદિષ્ટ
વ્યંજન હું જ બનાવી શકું
ફૂલોના મધુ થી વધારે
વધુ મીઠુ કોઇ બનાવી શકે || ૩ ||
હા ડ હા ડડ હા ડડડ (મધુર હાસ્ય)
કોણ કહે સૌથી વધુ
કેવળ હું જ સુણી શકું
દેવ-માછલીથી વધુ
શું કોઇ સુણી શકે ।। ૪ ।।
હા ડ હા ડડ હા ડડડ (મધુર હાસ્ય)
કોણ કહે સૌથી ઉંચી
કેવળ હું જ ઉડી શકું
ઉડી ગયેલ પ્રાણ પંખેરૂ
શું કોઇ પકડી લાવી શકે || ૫ ||
હા ડડ હા ડડ હા ડડડ (મધુર હાસ્ય)
નમન તમોને હું હવે કરૂં
પંડિત જ્ઞાની બહેન ભાઇ
બતાવો સર્વમાં શ્રેષ્ઠ કોણ
લવ-કુશ ઉવાચ :
એ તો આપણી પૃથ્વી માતા ।। ૬ ।।
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ગીત ૨ ।। અહંકાર કચડવો ।।
શ્રી સીતા માતા ઉવાચ :
માટીને ગુંદી ગુંદી
માટલું બનાવે કુમ્ભાર
પ્રભુ મારો અહમ કચડી
તારા ચરણોમાં દેજે ભક્તિ અપાર ।। ૧ ।।
ગીત ૩ ।। પુનર્જન્મ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
થયા દેવીના દર્શન
ત્યારે સુખ પામ્યા નયન ॥ ૧ ॥
દેવીએ માર્યો દંભનો અસુર
પ્રસાદ આપ્યો પૂનર્જન્મ ।। ૨ ।।
આ મૃત્યુ લાગે ખૂબ મધુર
તું છોડ હવે મદ-મત્સર |॥ ૩ ॥
કરી ચિત્ત માં દેવીનું સ્મરણ
હાથ બને શુભકાર્યનું કારણ ॥ ૪ ॥
વાંચો એવો પુનર્જન્મ
નિત્ય પ્રભુના શુભ ચરણ ॥ ૫॥
જોડ પદ્યાંશ
વાણી સુણી જ્ઞાની માતાની
થઈ પ્રસન્ન મનઃસ્થિતિ ભ્રાતાની
અહંકાર ત્યજવા સીતા શીખાવે
હરિ ભક્તિનો રંગ મનમાં છવાએ ।।
ગીત ૪ ।। પ્રાર્થના ।।
લવ-કુશ ઉવાચ :
પ્રભુ આપજે શક્તિ અપરંપાર
સેવા કરું તારી વારંવાર ।। ટેક ||
આરતી ઉતારે અમારૂ મન
લઉં તારૂ નામ જેમ ખીલે સુમન ।। ૧ ।।
માતા, પિતા, ગુરૂ, દેવ તારા રૂપ
સીક્ષા પામી સહુથી, ગ્રહે જ્ઞાન અનૂપ ।। ૨ ।।
જોડ પદ્યાંશ
સાંભળી પ્રાર્થના બાળકોના મુખે
સીતાનું મન આનંદી બને
સ્નેહપૂર્ણ બોલી મૈયા ત્યારે
સદા પ્રભુને માનો, છે તે હોડીવાળો ।।
ગીત ૫ ।। હોડીવાળો ।।
શ્રી સીતા માતા ઉવાચ :
નદી વચ્ચે નાવ છે ભૈયા
કોણ છે ભાઇ હોડીવાળો
મોજ ઉડાવી તું જીવનભર
વમળમાં અધવચ્ચે અટક્યા છો ભાઇ ।। ૧ ।।
રામ રમૈયા કરો રખવાળી
નૈયા પ્રેમથી થઈ ભરપૂર
સત્ય, કામ, તન-મન-ધન તૂ આપ
નામસ્મરણ છે સુખદાઇ ।। ૨ ।
ગીત ૬ ।। વિનય ।।
શ્રી સીતા માતા ઉવાચ :
ઝળકતો સૂર્ય તેજોમય
દૃષ્ટિને હોય છે ઘાતક
જ્યારે વાદળોના આડે થાય
દૃશ્ય બને સુખદાયક ॥ ૧ ॥
એવાજ હોય છે જ્ઞાનીજન
નહીં કરે ક્યારે પાખંડ
વિનયથી ઢાંકી પોતાને
જગને આપે અનંત આનંદ ।। ૨ ।।
ગીત ૭ ।। સૂત્રધાર ।।
શ્રી સીતા માતા ઉવાચ :
તમે જે કાર્ય-જ્યોત જગતમાં જગાવો છો
સૂર્ય તેથી અનેક ઘણો પ્રકાશમાન છે ॥
તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો
એથી પણ અનેક માર્ગ છે ।।
સ્મરણ કરો તે પરમેશ્વરનું
જે સંપૂર્ણ વિશ્વના છે સૂત્રધાર ।। ૧ ।।
જોડ પદ્યાંશ
હવે લવ-કુશ આ વાત સમજો
અહંનો ઉત્પાત અહિં બુઝાવો
જ્યાં ત્યાંથી અમારે અહં ત્યાગવો
હાથ જોડી ક્ષમા યાચના કરો ।।
ગીત ૮ ।। ક્ષમા યાચના ।।
લવ-કુશ ઉવાચ :
પગ ચૂકે જ્યારે માર્ગ પર
ક્ષમા કરજે તૂ જગમાતા ।। ૧ ।।
કર્મ કરતા ચૂક્યા હોય અમે
ક્ષમા કરજે તૂ જગમાતા ।। ૨ ।।
જિહ્નાથી જ્યારે કોઇ શબ્દ
ચૂકાય ક્ષમા કરજે તૂ જગમાતા ।। ૩ ।।
આંખો ચૂકે જોતા કોઇ દશ્ય
ક્ષમા કરજે તૂ જગમાતા ।। ૪ ।।
કાન ચૂકે જ્યારે કરતા શ્રવણ
ક્ષમા કરજે તૂ જગમાતા ॥ ૫ ॥
ઇન્દ્રીયો અર્પણ તારા ચરણોમાં
નમન તને હે જગમાતા ।। ૬ ।।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૧૭
શુભં ભવતુ । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||