ગીત ૧ ।। સદ્ગુરુ ।।
સારાંશ:
લવ અને કુશ માતા સીતાને પૂછે છે કે સદગુરુ શા માટે જરૂરી છે અને તેમને કેવી રીતે ઓળખવા. સીતા સમજાવે છે કે સદગુરુ નિસ્વાર્થપણે સત્યના માર્ગને પ્રકાશિત કરે છે, બદલામાં કંઈ ઇચ્છતા નથી. ભક્ત ધ્રુવની જેમ અવિચલ ભક્તિ સાથે, સપ્તર્ષિ જેવા દિવ્ય ઋષિઓ પાસેથી પણ માર્ગદર્શન મેળવી શકાય છે.
સીતા સદગુરુને વ્યાખ્યાયિત કરવા માટે રૂપકો અને કાવ્યાત્મક છબીઓનો ઉપયોગ કરે છે - એક નાવિક જે જીવનના સમુદ્રમાં આત્માઓનું માર્ગદર્શન કરે છે. સદગુરુ એક માળી જેવા છે જે ભક્તિનું પોષણ કરે છે અને તેને આધ્યાત્મિક અનુભૂતિમાં પરિવર્તિત કરે છે.
તે સદગુરુ શોધવાનો એક સરળ માર્ગ સૂચવે છે - સારી ઇચ્છા જાળવી રાખવી, નિષ્ઠાપૂર્વક ફરજો બજાવવી અને દુન્યવી ભ્રમ થી મુક્ત રહેવું.
લવ અને કુશ તેમની માતાના શિક્ષણનો સાર લે છે, તેઓ ઓળખે છે કે સદગુરુ તે છે જે તેમને પડછાયાની જેમ સ્વીકારે છે, ફક્ત તેમના આધ્યાત્મિક ઉન્નતિની ઇચ્છા રાખે છે, અને માતાપિતાના અનંત પ્રેમ જેવો સ્નેહ પ્રદાન કરે છે.
ગીત ૧ ।। સદ્ગુરુ ।।
લવ-કુશ ઉવાચ :
પરિચિત, મિત્ર તથા અભિભાવક
બધા આપે નિત્ય સારી શિક્ષા
પરંતુ સદગુરુ જો કઇ જુદુ આપે
તો એ અમે કેવી રીતે જાણીએ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
જેને ન હોય મોહ
દ્રવ્યોનો કે ફૂલોનો
જેને ન હોય મોહ
પુરુષ કે સ્ત્રીનો ।। ૧ ॥
દૂર થાય હંમેશ
પહાડ જેવા દુઃખો
સત્ય માર્ગ બતાવે
પ્રભુથી મિલન કરાવે ।। ૨ ।
હાથ જોડીને
ચરણ સ્પર્શ કરવો
એવી વિભૂતિ
સદ્ગુરુ માની લેવા ।। ૩ ||
ગીત ૨ II શ્રી ગુરુ ચરણોની ધૂળ II
શ્રી સીતા માતા ઉવાચ :
શ્રી ગુરુ ચરણોની ધૂળ
તને ચઢ઼ાઊઁ બેટાં
સકળ તિરથ સ્થિત એમાં
નિત્ય પ્રભુ જપ કરવો II ધૃ II
શ્વાસ છે બંધન પ્રાણો નું
એને નિયંત્રિત રાખજો
ધ્યાન ધારણા થી હૃદય શુદ્ધ બને
મન શાંતિ મેળવી લેજો II ૧ II
ધ્રુવ બાળક જેવી ભક્તિ અટલ
પ્રેમ થી ચિત્ત માં ધરવી
સપ્તઋષિ છે સદ્ગુરુ જન
માર્ગ આપશે ઈશ્વર નો II ૨ II
ગીત ૩ ।। ભક્ત પર પ્રેમ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
સદ્ગુરુ કરે પ્રેમ ભક્ત પર
જેમ ગાય કરે વછેરા પર
એના પગલા જાણો
કર્તવ્યોથી એને જાણો ।। ૧ ॥
સૂતા જાગતા શ્વાસ ચલાવતો
કૌણ છે બોલો આ વિધાતા
પ્રેમ કરે તે જ પરમેશ્વર
પશુ પક્ષી હોય કે તરૂવર ॥ ૨ ॥
ગીત ૪ ।। આશ્રમ પરિવેશ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
વાલ્મીકી આશ્રમમાં અપૂર્વ
સૂર્યોદય થતાં પહેલા
ૐકાર મંત્રો અને વેદોચ્ચાર
ધ્વનિલહેર ફેલાય છે અપાર ॥ ૧ ॥
સંસ્કારી છે વાતાવરણ
લવકુશમાં એનું સંચારણ
પવિત્ર રહે બન્નેના તનમન
પામે દૈવીશક્તિ, અનંત ધન ।। ૨ ।।
ગીત ૫ ।। નાવ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
ગુરુએ આપી નૌકા બ્રહ્મજ્ઞાનની
પળ આપો એને રામ-નામની
સદ્ગુરુ હવે છે હોડીવાળો
નામ સ્મરો એમનું ભાઇઓ ।। ૧ ।।
બ્રહ્મજ્ઞાન નૈયાથી કરો સથવારો
જીવ તરી જાય ભવસાગર
સદ્ગુરુ જ્યારે માર્ગ બતાવે
ભટકતો માર્ગી દોરવણી પામે ।। ૨ ।।
ગીત ૬ II અજબ છે જાણો પ્રભુની માયા II
શ્રી સીતા માતા ઉવાચ :
ઝીણી ઝીણી
પ્રભુની માયા
માળી સિંચે
બહુ બગીચા
આપે ખાતર અને પાણી
ક્યાં ઉગે તુલસી
ક્યાંક ચમેલી
ઘણા ફૂલોની રાણી (૨)
ભક્તિ બીજ આમ
મનમાં વાવો
સદગુરૂએ જે ઉછેર્યું
બહુ રંગ માં
કુસુમ ખીલે છે
એકજ પ્રભુની છાયા (૨)
ગીત ૭ ।। સદ્ગુરુ શબ્દ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
બચપણમાં પામવા મમતા
વ્યાકુળ થઈ તમે કેવા દોડતા
એમ જ આત્મા કેમ ન થાય
પરમાત્મા માટે વ્યાકુળ થાય ।। ૧ ।।
યુવા અવસ્થામાં જેમ
યુવાન મનમાં તુફાન ઉભરે
અનુભવી, જ્ઞાની જન નહી કેમ
ઉચિત માર્ગ જીવનનો બતાવે ।। ૨ ।।
આધ્યાત્મ માર્ગ પર તેમ
ચરણ તમારા ભટકવા લાગે
સદગુરુ બોધામૃત મનમાં લઇ
સન્માર્ગ ફરી અમે અપનાવીએ ।। ૩ ।।
ગીત ૮ ।। આંતરિક ગુણ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
મંદિર દ્વારે
બેઠા ભક્તજનો
પીતાંબર વેશ
યોગ્ય વિશેષ ।। ૧ ।।
જેવું જેનું કામ
એવું એનું પરિધાન
હોય છે મહત્વ
આંતરિક ગુણ સત્વ ।। ૨ ॥
ગીત ૯ ।। સંતના લક્ષણ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
શ્રદ્ધાળુ આ શ્વાન ગણ
કરે નિત્ય રક્ષણ
દિન ભર ભલે
એમને ના પૂછે કોઇ જન ॥ ૧ ॥
એવા જ છે સંતોના લક્ષણ
કરે છે સતત સૌનું ઉત્થાન
સમાજના ભલે કોઇ જન ઇચ્છે
ના પૂજે ના કોઇ ધ્યાન આપે ।। ૨ ।।
ગીત ૧૦ ।। સત્કર્મ સદાની વેલ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
સુંદર સુમન ઉપવનમાં
જગમાં આનંદ લાવે ।
તેમ પ્રિયજનો તન-મનમાં
પ્રભુ ભક્તિ ને જગાવો ।। ૧ ।।
વૃક્ષ ડાળ પર જ્યારે ફળ આવે
ફૂલ જાય કરમાય
સત્કર્મની વેલ લગાડી સંત દૂર થઇ જાય ।। ૨ ।
ગીત ૧૧ ।। વિશ્વ મારો પરિવાર ।।
શ્રી સીતા માતા ઉવાચ :
વૃક્ષો ને માથે
તડકાનો પ્રહાર
થાકેલા યાત્રીને
છાંયો બની આધાર ॥ ૨ ॥
જે આ કહે
વિશ્વ મારો પરિવાર
આઘાત ઝીલીને
સુખી કરે સંસાર ।। ૧ ।।
ગીત ૧૨ ।। સદ્ગુરુ દર્શન કેવી રીતે થાય ।।
લવ-કુશ ઉવાચ :
માઁ સદ્ગુરુનું દર્શન કેમ થાય
મનમાં આજ છે ચિંતન નિરંતર ॥
શ્રી સીતા માતા ઉવાચ :
ગુરુ પ્રાપ્તિનો માર્ગ કઈ રીતે મળે
હાથમાં સદ્ભાવના ધજા લઈ ચાલો
કર્તવ્ય પૂર્તિ માટે સઘળું કષ્ટ સહન
પરંતુ મન ત્યાં જરાય આસક્ત ના રહે ।।
ગીત ૧૩ ।। જ્યાં પ્રભુ ત્યા આત્મા ।।
શ્રી સીતા માતા ઉવાચ :
પાંચ વર્ષના થયા લવ-કુશ
ખૂબ વહાલા લાગે બંને
શું અમોને આવશે લેવા
પિયર માં મારા પ્રભુ ।। ૧ ॥
વૃક્ષની છાંયામાં રહશે રામ
દરવાજે હું લપાઇશ
આવશે શું લેવા અમોને
પિયર માં મારા પ્રભુ ।। ૨ ।
રોકશે અચકતા અચકતા
કહેશે આવો બાળકો
આવશે શું લેવા અમોને
પિયર માં મારા પ્રભુ ।। ૩ ||
લવ-કુશ મને વળગી પડશે
આ કોણ છે ? બંન્ને પૂછશે
આવશે શું લેવા અમોને
પિયર માં મારા પ્રભુ ।। ૪ ।
તમે છો પુત્ર આ પિતા તમારા
મૂક રહેતા આંખો છલકાવે
આવશે શું લેવા અમોને
પિયર માં મારા પ્રભુ ।। ૫ ||
રાજમહેલમાં રહેવા ચાલો
કરુણતા થી કહેશે બાળકો
આવશે શું લેવા અમોને
પિયર માં મારા પ્રભુ ।। ૬ ||
મૈયા અમોને આ જ ભાવે
મોજ કરીએ અમે વનમાં
આવશે શું લેવા અમોને
પિયર માં મારા પ્રભુ ।। ૭ ||
ત્યાં પ્રભુ અહીં આત્મા હશે
ખેંચી ખેંચીને મન જાય
આવશે શું લેવા અમોને
પિયર માં મારા પ્રભુ ।। ૮ ।।
જોડ પદ્યાંશ
પ્રિયતમ અને પ્રિયા માં વિરહ ઉભરે
મનમાં મીઠી પ્રીત જાગે
આત્માને પરમાત્મા સાથે લગન રહે
મનમાં ભક્તિની લહેર વહે ॥
ગીત ૧૪ II તારા સ્વરમાં II
(પ્રભુ સાથેની વનવાસની યાદ)
શ્રી સીતા માતા ઉવાચ :
યાદ આવે દિવસો
ચાંદનીમાં વનમાં
સાથે બેસીને
કરી આત્મીય વાતો II
ચંચળ મનના
પ્રશ્નો મારા સાંભળી
તારા જવાબો
શાંત સ્વરમાં II ૧ II
ઋષિ વાલ્મિકી ના
આશ્રમમાં રહેતા
લવ કુશ બાળકોના
પ્રશ્ન એવાજ મનમાં II ૨ II
કેવી નિયતિની
રચના ગહન
તારાજ સ્વરમાં
જવાબો બોલું છું હું II ૩ II
એવું શું થયું
સાસરું પિયેર
બંનેથી દૂર
થયું મારુ જીવન II ૪ II
ગીત ૧૫ II વનવાસની યાદો II
શ્રી સીતા માતા ઉવાચ :
યાદ આવે પ્રભુ
નિરંતર આજે II ધૃ II
રમ્ય એ પ્રવાસ
રમ્ય સહવાસ
રમ્ય લાગે મને
ઘોર વનવાસ II ૧ II
ચિત્રકૂટ પંચવટી
રામ નામ નિત્ય હોંઠ પર
વૃક્ષ વેલા આપતા સાથ
પક્ષીઓની સાથ II ૨ II
ગીત ૧૬ ।। ગુરુ માઈ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
ભક્તો પર પડછાયો બની
જો પ્રેમ કરે સમજો ગુરુમાઇ
યુગ યુગ માટે જો મીઠાશ
ભરી દે એવા શબ્દો ની નાવ જો અમને આપે
અંતરમાં હોય માતા પિતા સમાન મન
તેણે જ ગુરુમાઇ જાણે સર્વ જન ॥ ૧ ॥।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૧૮
શુભં ભવતુ । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।