શિશુ પાલન-પોષણ
જોડ પદ્યાંશ
માઁ સાથે સદા શ્રવણ કરતા
બાળકો ભણતા આગળ વધતા
લવ-કુશ ગુરુ જ્ઞાન અપાર ગ્રહે
માતૃ સંસ્કારની ધાર વહે ।।॥ ૧ ॥
સીતાના જીવનનું આ જ હતું
ધ્યેય લવ-કુશને ઠીક આકારે
બાળક પિતા સન્મુખ જાય ત્યારે
રઘુકુળ તે શોભાવે ત્યારે ।। ૨ ।।
સીતા બહુ જ્ઞાની જુએ
સખીયા પૂછે પ્રશ્ન જે આવે મનમાં
દેવી તમે આજે બતાવો
સંતાન પાલન વિધિ સમજાવો ।। ૩ ।।
છો તમે રઘુકુળ ની રાણી સીતા,
વિવેક છે તમે અને અતિ પવિત્રતા
તમે જ્ઞાન પ્રદાન કરો અમને
નવી દિશા ચિંધી અમ સૌને ।। ૪ ।।
ગીત ૧ ।। શિશુ પ્રેમ ।।
શ્રી સીતા માતા ઉવાચ
સદ્ગુરુને જગમાં શ્રેષ્ઠ માનો
વિવાહિતા પતિનું સ્થાન જાણો
માતા પિતાનો પ્રેમ અપાર
મળે છે સૌને અપરંપાર || ૧ ||
આ સૌથી પણ અધિક મધુર
જગમાં વ્હાલા શિશુનો પ્યાર
શિશુ વડે અણમોલ પ્રેમ વ્યવહાર
એમનાપર તન મન અર્પો ।
ગીત ૨ ।। પાલન-પોષણ ।।
શ્રી સીતા માતા ઉવાચ
જગતમા બાળકો એક સમાન
આપે સંસ્કાર માતા પિતા મહાન
ભેળવી સત્યજ્ઞાન અને ભક્તિને
પીવડાવે ઘરે ઘરે એ અમૃત ઘુંટીને ।। ૧ ।।
માત્રા લઇ પ્રેમ, શક્તિ અને કષ્ટની
સફળ થાય યાત્રા બાળપણની
પગલે પગલે સુસંસ્કાર જ આપજો
સત્ય-અસત્યનો ભેદ સમજાવજો ।। ૨ ।।
માતા સદા પ્રભુનું ધ્યાન ધરે
મનોમન પ્રભુના ગુણ ગાયા કરે
થાય બાળક ત્યારે ભરત સમાન
સૂર્ય જેમ ચમકે રહે સતત સુજાન ।।
ગીત ૩ - II તુલસી II
શ્રી સીતા માતા ઉવાચ :
તુલસી રાખો
જરૂર વૃંદાવનમાં (૨)
માતા બહેનો
સખી સંગિની
તુલસી માતા સખી
આવું જીવન ચરિત્ર II ધૃ II
જળ અર્પવું
કરવી નિત્ય પૂજન
ધૂપ દીપિકાથી
કરે પ્રકાશિત મનને I
શબ્દો વિના એ
ભાવ સાંભળે
માતા તુલસી આ
થાય સંગિની II ૧ II
તુલસી માતાના બહુ
દિવ્ય છે એના ગુણો
સદા પોષે છે
લોકોનું ચરિત્ર I
એવીજ ભાવના
વાણી અને દ્રષ્ટિમાં
મારા સદ્ ગુણોમાં
રહેવા દો મનમાં II ૨ II
ગીત ૪ ।। માતાનું દૂધ ।।
શ્રી સીતા માતા ઉવાચ
નિર્મળ પેય આ જેવું ગંગાજળ
હિમગિરિ જેવું શુભ્ર અને શીતલ
ધૈર્ય છે દૂધમાં સાગર જેવું
વન ફૂલના માધૂર્ય જેમ તરલ તેવું ।।
ગીત ૫ ।। માં ના દૂધનો ગુણ ।।
શ્રી સીતા માતા ઉવાચ
શિશુને દૂધ આપ્યુ માતાનું... માતાનું... ।। ટેક ।।
શુધ્ધ સત્ત્વ છે એમા સુધાંશનું, સુધાંશનું ।
તેજ એમાં ભયુ સૂર્યનુ, સૂર્યનુ ।
શીતલતા છે એમા તારાઓની, તારાઓની ।
અને, પવિત્રતા એમા ઇશ્વરની, ઇશ્વરની ।।
જોડ પદ્યાંશ
કરી ચર્ચા સંતાન પાલનની
સખીઓ કરે પ્રશંસા લાલનની
સંસ્કારી બાળકો છે પામ્યા
ગર્વથી સીતા માતા બતાવે ॥
જોડ પદ્યાંશ
કપાળ પર તિલક, ગળામાં ફૂલોની માળા
સિયા-રામ પુત્ર, આકાશ જેવું વિશાળ મન I
માતાનું સ્વરૂપ નમ્ર અને અટલ,
ગુરુ સૂર્ય જેવા મજબૂત તપસ્વી II
ગીત ૬ ।। ગુણવાન જોડીયા ।।
શ્રી સીતા માતા ઉવાચ
ચાર વર્ષના લવ-કુશ થયા
ખુબ ગુણવાન મારા જોડીયા
મોટા જેવડી સમજ એમને
વેદ મંત્ર પઠન તે જાણે ।।॥ ૧ ॥
ક્યારે હસે, ક્યારે રડે
કોમળ મારા બાળકો
એ ગભરાઈ જઉં હું જ્યારે
સાથી મારા બની રહે ॥ ૨ ॥
ઋષિવર જ્ઞાનનો સાગર આપે
ગટગટાવી બાળકો પીએ
તેજોમય છે રૂપ બેઉના
છે દીપ રઘુકુળના પણ નથી જાણતા ।। ૩ ।।
જોડ પદ્યાંશ
લવ - કુશ બંને રમીને થાકે ,
તેઓ સાંજે આરામ કરે I
કહે અમને વિષ્ણુ વાર્તા સંભળાવો ,
વાર્તા કહેતા જીભ કેમ અટકે ? II
ગીત ૭ ।। લવ કુશ મારા II
લવ કુશ મારા
કોમળ છોકરાઓ
રમત રમતા
થાકી જાય છે II ધૃ II
માતા અમને
હાલરડું સંભળાવો
શ્રી વિષ્ણુની
કથા કહો
શું આપત્તિ
આવી પડી હતી
ભક્તોની
સમસ્યા શું હતી II૧ II
મત્સ્ય ની જેમ
કૂર્મ અને વરાહ
નરસિમ્હ વામન
દિન રક્ષા માં
રામ નામ માટે
હું અચકાઈ
બાળકો ઊંઘ્યાં
ત્યારે કથા સંભળાવી II૨ II
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ગીત ૮ ।। વિવિધ યોનીની માતાઓને બોધ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
આશ્રમની સખીઓ મળવા આવતી
સુખ દુઃખની વાતો કરતી
તેમ જ માતાઓ વિવિધ યોનીની
મુંઝવણ મને બતાવે મનની ॥ ૧ ॥
મોટી આશા લઇ પાસે આવતી
મૌન વાણીથી મૂંઝવણ બતાવતી
હું નિદાન કરી ધીરજ આપતી
પ્રેમથી એમનુ સાંત્વન કરતી ।। ૨ ।।
નવા ગલુડિયા ની શ્વાન માતા
કહે ક્રૂર છે આ શ્વાન ભ્રાતા
બચ્ચાં ખાવા એ આવે
મને હંમેશ પીડા આપે ॥ ૩ ॥
મેં એને પાસે બેસાડી
મુખપર હાથ ફેરવ્યો સ્નેહથી
ત્યારે હું ‘હું’કાર કરી
દૂર કરું એને ભયભીત કરી ।। ૪ ।।
ક્રૌંચ માતા દૂર સફર કરી
થોભે પળભર પાસે મારી
કદીનાં અટવાય માર્ગમાં સંતાન
આપે એને આશીર્વાદ મહાન ।। ૫ ।।
ઉભરાયું મન મારું વાત્સલ્યથી
બાળકોને ત્યારે લીધા વ્હાલથી
ચાંદ સૂરજ ને કરી વિનંતી
મદદ કરજો માર્ગમાં એમની ।। ૬ ।।
વાઘણ આવી ઘોર જંગલમાંથી
છેલ છબીલા બચ્ચા લઇ
સ્વતંત્ર જીવન કેમ જીવવું
રહસ્ય મુજને આજે કહે || ૭ ||
એના સ્તન ને સ્પર્શ કર્યો
શક્તિ ભર્યો સંદેશ આપ્યો
નીડર ભાવ જો હોય મનમાં
દૂધથી એવો ગુણ ઉભરે છે ।। ૮ ॥
ઝાંઝર ઝણકાવતા આવી ગૌમા
મારી પાસે આવી ઉભા
કેવી સેવા કરું હું જગની
કહો મૈયા તૂ અમ સૌની ।। ૯ ।।
માઁ ના ગળે લાગી કર્યુ પ્યાર
સુખ મળ્યું મને અપાર
જે ઘર આંગણે તું રહેશે
સુખ સમૃદ્ધિ ત્યાં વસશે ।। ૧૦ ।।
સૃષ્ટીના ઉપવનમાં સુંદર
ત્યાગની મૂર્તિ બનું નિરંતર
હર યોનીની માદામાં વસુ
શક્તિનો સંચાર હૂં કરું ।। ૧૧ ॥
એ શક્તિથી એ ભક્તિથી
વિસ્તૃત થાય એ મુક્તિથી
એજ આદિ માતા સ્વયંથી
જાણે અંતઃકરણથી કહું તે જાણો ।। ૧૨ ।।
ગીત ૯ ।। નિત્ય પ્રભુ દર્શન ।।
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રાણથી પણ પ્રિય પુત્ર જો ખોવાય
પ્રત્યેક શિશુમાં તે સર્વત્ર દેખાય
આવો પ્રેમ - વિરહ સંબંધ પ્રભુથી થાય
પ્રત્યેક જીવમાં દર્શન તેનું થાય ।। ૧ ।।
ગીત ૧૦ - II માતૃ મન II
શ્રી સીતા માતા ઉવાચ :
માતૃ મન છે
નિર્મળ પૂજા સુમન II ધૃ II
સકળ તીર્થો નું સંગમ
સૂર્ય તેજનો ઊગમ II ૧ II
હૃદયની રાણી લક્ષ્મી દેવી
જેના કર-કમળમાં છે પુષ્પમ II ૨ II
ગીત ૧૧ - II પ્રીય ગૃહિણી સખીઓ II
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રીય ગૃહિણી સખીઓ I
કરું આ પ્રાર્થના તમને II
પ્રગટાવો દીપ મનમાં
સ્વ-શક્તિ રૂપ જુવો II ૧ II
સમૃદ્ધિ મંત્ર એવો
મૃદુ શબ્દો નિત્ય બોલો
સહયોગમાં મન રમવા દો
સતસંઘ ભક્તિ જરૂર કરો II ૨ II
ગુરુ ગ્રંથ વાણી શોભા I
સદ્ ચિન્તન ની છે આભા II
માતા અંબાની આ પ્રભા I
તમારામાં સંચારે છે યાદ રાખો II ૩ II
ગીત ૧૨ II સાર્થક ભોજન II
શ્રી સીતા માતા ઉવાચ :
સીતા દેવી રાંધે ભોજન
પ્રભુ રામનું નામ સ્મરતાં
કંદમૂળ, ફળો વનના
રામ અને લક્ષ્મણ લાવતા બન્ને II ૧ II
માટીનો ઘડો સજાવીને
‘ત્રણ ગુણોનો*’ ચૂલો પેટાવીને
સાર્થકતાના મીઠું રાય
શુદ્ધ મનનું જળ મેળવીને II ૨ II
ટીપ: * ત્રણ ગુણ એટલે ત્રિગુણ એટલે આ કાવ્યના
સંદર્ભમાં શક્તિ, ભક્તિ અને મુક્તિ
ગીત ૧૩ ।। હે કરૂણાકર ।।
સખી ઉવાચ
હે કરૂણાકર, વિદ્યાસાગર
શરણમાં હમને લઇ લો ॥ ટેક ।।
પશુ પક્ષીના મીઠા સૂરમાં
સુણાય તમારો દિવ્ય મધૂર સ્વર ॥ ૧ ॥
વન ઉપવન અને વૃક્ષ લતામાં
દર્શન દેજો હે અખિલેશ્વર || ૨ ||
એક સત્ય છે એક વચન છે
પ્રભુના નામ માં શક્તિ અનંત છે ॥ ૩ ॥
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૧૧
શુભં ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||