મધુર-સ્મૃતિ
ગીત ૩ II વાટિકામાં પ્રભુ દર્શન થયા II
ગીત ૭ II સીતા ગૃહ પ્રવેશ II
ગીત ૧૫ II નવ ફૂલોની સુગંધ આ II
ગીત ૧૯ || કોઈ મને મારા રામ મેળવી આપે ||
ગીત ૨૦ || યાદ આવ્યા મારા પ્રભુ ||
સારાંશ :
વાલ્મીકિ આશ્રમમાં, સીતા તેની સખીઓ સાથે તેની કિંમતી ભૂતકાળની યાદો વિશે વાત કરે છે. તેના અનુગામી કાર્યોમાં મહારાજા દશરથ અને માતા કૌશલ્યા ના સૂક્ષ્મ આધ્યાત્મિકતાના આદરણીય સ્મરણો નો સમાવેશ થાય છે.
તે સ્વયંવર ને પ્રેમથી યાદ કરે છે, જ્યાં ભગવાન રામે સહેલાઈથી શિવનું ધનુષ્ય તોડ્યું હતું, અને જનકપુરમાં તેના આનંદમય સ્વાગત નો સમાવેશ થાય છે.
સીતા અયોધ્યામાં તેના આગમનનું પણ વર્ણન કરે છે, જોકે જનકપુરી ની યાદો જીવંત રહે છે. એક કવિતામાં શાહી બગીચામાં રામ સાથેની તેની પ્રથમ યાત્રા નું ચિત્રણ કરવામાં આવ્યું છે, જ્યાં તેમના પ્રેમની પ્રથમ કળીઓ ફૂટે છે.
જોકે તેની સખીઓ નો સાથ તેને થોડી રાહત આપે છે, સીતા તેમના ગયા પછી ફરીથી ભગવાન રામ થી અલગ થવાની વેદનામાં ડૂબી જાય છે. તેના ગીતો આત્માની પરમ સત્ત્વ માટેની શાશ્વત ઝંખનાને પ્રતિબિંબિત કરે છે.
જોડ પદ્યાંશ
સ્વશૂર દશરથ સીતાને વંદનીય,
ચરિત્ર એનું અવિસ્મરણીય.
આધ્યાત્મિક ઊંચાઈ ,અવર્ણનીય |
કૌશલ્યા માતા આદરણીય.
ગીત ૧ || દશરથ વંદન ||
શ્રી સીતા માતા ઉવાચ :
શ્રી ગણેશાય નમઃ
શ્રી સરસ્વત્યૈ નમઃ
શ્રી સદગુરુભ્યો નમઃ
જ્યાંના મનમાં શ્રી રામ
ભરત - શત્રુઘ્ન લક્ષ્મણ
રાજા શ્રી દશરથ ના ચરણોમાં
કરે નિત્ય વંદન IIધૃII
નિત્ય પ્રજા પર પ્રેમ
પોષે સદૈવ ક્ષેમ
અલૌકિક વેદ જ્ઞાન
આધ્યાત્મની સૂક્ષ્મ જાણ II૧ II
રામ, સીતા, લક્ષ્મણ
કર્યું જ્યારે પ્રયાણ
ક્લેશથી ભરાયું રાજાનું મન
જાનકીના પણ અશ્રુભર્યા નયન II૨II
અબોલ કર્યા ક્ષમા યાચના
પિતાશ્રી અમે કાળથી બંધાયેલા
સ્વશૂર બોલ્યા આશીર્વચન
પુત્રી, તું કરે કર્તવ્ય પાલન II૩II
વહુ માટે તે પિતા સમાન
જાનકી માટે તે જનક નું માન
જે કોઈ કરે આ કાવ્ય પાઠ
જીવન મુક્ત થશે એનું મન II૪ II
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ગીત ૨ II શ્રી કૌશલ્યા માતા II
શ્રી સીતા માતા ઉવાચ :
રઘુવંશની સ્નુષા કહે
આવી હું સાસરામાં
કૌશલ્યા કરે માતા સમ પ્રેમ
મને જોયે કન્યાની જેમ II૧II
કોમળ સૌમ્ય માતાસમ તેઓ
વદન મનોહારી
આશીર્વચન પ્રતિપળ શોભે
મુખે નામ શ્રીહરિ II૨II
તીવ્ર ઈચ્છા હતી મને પણ
કરું તમારી સેવા તત્પર
મનનો ભાવ મનમાં જ રહ્યો
કરો માતા મને ક્ષમા II૩II
જોડ પદ્યાંશ
સગર્ભા સીતા વસી રહી આશ્રમમાં ।
પવિત્ર અને મધુર સ્મૃતિઓ ની સાથમાં ।।
મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ ।
શિવ-ધનુષ પ્રસંગ સખીઓને કહી ।। ૧ ।।
ગીત ૩ II વાટિકામાં પ્રભુ દર્શન થયા II
શ્રી સીતા માતા ઉવાચ :
વાટિકામાં પ્રભુ દર્શન થયા IIધૃII
રાજસ મુદ્રા
બ્રહ્મલીન મન
તેજસ કાંતી
કમળ લોચન
જોઈને હું બહેન શરમાઈ II ૧ II
અજાણતા થઇ
માનસ પૂજન
સુ-મન સુમન
અર્પણ કર્યા શ્રી ચરણે
શરમાતા પણ, મન મારુ ખીલ્યું II ૨ II
ગીત ૪ II મીત તારા શ્યામળા II
( શ્રી સીતા માતા ના પ્રથમ ઉપવન માં પ્રભુ રામના દર્શન ની ભાવના )
શ્રી સીતા માતા ઉવાચ :
વાદળો છવાયા કાળા
મોર નાચે ધૂનમાં
આવ્યું આવ્યું
હવામાન સુખદ II ધૃ II
બાગો માં મારા
જ્યારે ફૂલ ખીલે
ચોરી થી સજન સાથે
આંખો મળે
ફૂલોને મળે ભમરા
ગીત ગાય સુંદર II ૧ II
આવ્યું…..
આંખો પણ મારી
સ્મિતથી ભરી
હવે મન પણ મારુ
પ્રભુ નામ સ્મરે
કહે શરમ ભરી આંખો
મીત તારા શ્યામળા II ૨ II
આવ્યું…..
શ્રી સીતા માતા પ્રસન્ન
શ્રી સદગુરુ ચિલી દેવ પ્રસન્ન
ગુરુવાર ૨૦.૧૦.૧૧ , ૭ વાગે
આ ગીતની શરૂવાત સવારે ૫ વાગે સપનામાં થઇ. માતા ગંગાનું મોટું પવિત્ર પાત્ર દેખાતું હતું. લોકો ભક્તિ પૂર્વક ભજન ગાતા હતા ત્યારે આ ગીત કાનમાં સંભળાયું . સ્વયંવર ની પહેલા બાગમાં પ્રભુ રામના પ્રથમ દર્શન થયા ત્યારે.
ગીત ૫ || શુભ દિન આવ્યો…||
શ્રી સીતા માતા ઉવાચ :
સખી ! એ શુભ દિન આવ્યો હતો
પ્રભુનુ દર્શન મળ્યુ હતુ ।
હું જાણે ભાન ભૂલી ગઇ હતી ।
ચારે તરફ સંગીત ગુંજ્યું હતુ ।। ૧ ।।
બધો પરિસર સજાયો હતો ।
સુમનો જેવો ખીલ્યો હતો ।।
રાજ-કુંવર જાણે આવ્યા ।
મારા મનમાં રામ સમાયા ।। ૨ ।।
પ્રભુ આનંદ અને તેજથી ભર્યા હતા ।
ક્ષણમાં શિવ-ધનુષ ખંડન કરતા ।।
તૂટતા જાણે વિજળી ચમકી ।
મહાશબ્દ થયો ટંકારથી ॥ ૩ ॥
સખી, મારું મન ભર્યું હર્ષથી।
અને રામ-નામ ના સ્પંદનથી ।।
રામ-રામ શ્રીરામ ભજો ।
રામ-રામ શ્રીરામ ભજો ।। ૪ ।।
જોડ પદ્યાંશ
પ્રભુ ગુંજી ઉઠયા સીતાના મનમાં ।
જનકપૂરી વસી જંગલમાં ॥
રામ-પ્રેમ વદન પર છવાયુ ।
સખીઓ સાથે વન મલકાયુ ।। ૧ ।।
વાલ્મીકિ આશ્રમમાં સખીઓ ।
સીતાને પૂછે સઘળી વાતો ।
સખીઓ પૂછે વ્હાલી સીતાને ।
કેવુ લાગ્યુ રામને વરીને ।। ૨ ॥
ગીત ૬ || જનકપુરમાં સીતા-રામ ||
શ્રી સીતા માતા ઉવાચ :
ખોવાયેલી વસ્તુ પામી ।
બાળક જેમ આનંદિત થઇ ।।
ક્ષણ માટે પણ તેને ।
આંખોથી દૂર ના કરે ।। ૧ ॥
તેમ પ્રભુથી પરિણય કરી ।
આનંદિત થયુ મન ફરી ॥
પોતાના પ્રિતમને પામી રહે ।
દૃઢતાથી ઝાલી રહે ॥ ૨ ॥
વિવાહ વિધિ પૂરી કરી જ્યારે ।।
દર્શન દેવા આવ્યા બહાર ત્યારે ।।
પથ પર જાણે જનકપૂરીના ।
બાદલ છાયા પ્રસન્નતાના || ૩ ।।
પથની બન્ને બાજુ શોભતી ।
પુષ્પની માળાઓ હતી ।।
પૂજાની સામગ્રી લઇ ।
સૌભાગ્યવતીઓ રાહ જોતી રહી ।। ૪ ।।
મધ્યમાં પ્રભુ સાથે ચાલતા ।
ધીમે ધીમે આગળ વધતા ।।
સખીઓ આનંદ અને આષિશોથી ।
ફૂલની વૃષ્ટી કરતી રહી ।। ૫ ||
હું તો જાણે પ્રભુ સાથે ચાલતા ।
જકડાઇ ગઇ હતી સલજ્જા ।।
અનાયાસે પ્રભુએ જાણે ।
અંગુલી મારી પકડી હતી ।। ૬ ।।
ગીત ૭ II સીતા ગૃહ પ્રવેશ II
શ્રી સીતા માતા ઉવાચ :
રાજ મહેલના ઉંબરાને
ચરણ સ્પર્શ કરતા
હું શરમાઈ
રઘુકુળની સ્નુષા IIધૃII
પગ અટકયા
સખી ક્ષણભર
સામે છે
નૂતન ઉષા II ૧ II
માતા ભગિની
મન પ્રસન્ન રાખી
કરી આરતી
મારા સ્વાગતમાં II ૨ II
શરમાઈને
મારા નયનો
રમ્યા રે
પ્રભુ ચરણો માં II૩II
સુપ્ત સ્પંદનો
મને જણાય
સ્વાગત કરે
વાસ્તુ દેવતા II૪II
જોડ પદ્યાંશ
વિવાહ કરી રામ સીતા
અયોધ્યા આવ્યા આનંદથી
રેશમની ગાંઠ ત્યાં દૃઢ થતી
સંદેશ પીયેરમાં આપો દુહિતા II
ગીત ૮ ॥ સંદેશ આપો જનક પિતાને ॥
શ્રી સીતા માતા ઉવાચ :
સંદેશ આપો જનક પિતાને
સુખમાં છું , રઘુવંશમાં,
ધીમેથી થાય મનમેળ
સાસરે પણ પ્રેમ ખીલે છે II ૧ II
પ્રિયજનો આવ્યા મને છોડવા
હવે જાય પાછા જનકપુરી
આવે યાદો બહુ પીયેરની
નયનો છલકાય, કરે મન રુદન II ૨ II
ગીત ૯ || પીયેરની યાદો ||
શ્રી સીતા માતા ઉવાચ :
પૂર્વ દિશામાં શરમાઈ પ્રભાત,
નવસ્નુષા મને જોઈને I
ક્ષણભર અટક્યા પગલાં
રાજસદન જોઈને II ૧ II
માતા સુનયના પિતા જનક સાથે ,
શું કરે યાદ પ્રિય કન્યાને I
યાદ આવતા જ મારા મનમાં
અશ્રુ ભરાયા વહે નયનો II ૨ II
ગીત ૧૦ II અયોધ્યામાં નવી ઉષા II
શ્રી સીતા માતા ઉવાચ :
રાજ ઉપવનમાં
બહુ સુમનોની
સુગંધ પસરાઇ
પ્રાતઃ કાળની
કિલબિલ * સાથે
મન ખીલ્યું II ૧ II
રામનામ જપ
ૐ કાર સાથે
રોમ રોમ સ્પર્શે I
લક્ષ દીપિકા **
નવીન ઉષાના
સ્વાગત માં સુસજ્જ થઇ ॥ ૨ ॥
* કિલબિલ = પ્રાતઃ કાળમાં પક્ષીઓનો કાલોલ
** લક્ષ દીપિકા = આગલી રાતે મહેલમાં જે દીપ દીપિકા બુઝઈ ગયા હતા, તે વહેલી સવારે પ્રજ્વલિત થઇ રહ્યા છે.
ગીત ૧૧ || મારી પ્રેમાળ સખીઓ ||
શ્રી સીતા માતા ઉવાચ :
ઓ મારી પ્રેમાળ સખીઓ
બાળપણથી કિશોરાવસ્થા સુધી
આપણે ગાતા એકજ સ્વરમાં II ધૃ II
જનકપુરીના રાજ ઉપવનમાં
રમતવેર શીખ્યા બોધ જીવનનો
પ્રેમજ જીવન-શીખા * II ૧ II
ઓ મારી પ્રેમાળ સખીઓ
મારે માટે સાસરું અને પિયેર છે
એકજ કાપડની વણાટ
તો પણ કેમ તૂટે છે એનો દોરો II ૨ II
ઓ મારી પ્રેમાળ સખીઓ
કોણ છે ક્યાં વિખરાઈ ગયા
યાદો ના બાંધ તૂટી ગયા
ભીંજાઈ લોચનની કળીઓ II ૩ II
ઓ મારી પ્રેમાળ સખીઓ
* જીવન-શીખા = એટલે જીવન જ્યોત .
ગીત ૧૨ || પીયેરનો સ્નેહ ||
શ્રી સીતા માતા ઉવાચ :
યાદ આવે રે ઉત્સવ-ઉજવણી
પીયેરની સૌ બહેનપણી
અનુભવ કરે પ્રેમથી એતો
એકબીજાની સુખ-દુઃખની વાતો II ૧ II
ॐ હરી ॐ
આવે યાદ એ તુળસી વાટિકા
ખીલે જ્યાં ફૂલોની માલિકા
ત્યાં ઘણી રમતો રમતા
ભક્તિ ગીતો ગાતા ગાતા II ૨ II
ॐ હરી ॐ
ક્ષણ ભર જો બેઠી હું
ચિત્ત એવું ભુલાઈ ગયું
'ધ્યાન નથી સંસાર માં' કહેતી
સાસરાની બહેનો એમ II ૩ II
ॐ હરી ॐ
જીવ માટે પિયેર છે બ્રહ્મા
સાસરું છે ભૌતિક જીવન
પરમાત્મા માટે સ્નેહ જાગે
સ્વાભાવિક છે વિરહ દરમ્યાન II ૪ II
ॐ હરી ॐ
ગીત ૧૩ II પીયેર ની યાદ II
શ્રી સીતા માતા ઉવાચ :
અયોધ્યા ગૃહ પ્રવેશ સુખદાયી
સકળ વાતાવરણ આનંદમયી
પ્રભુ ચરણ છબી મનમાં સમાઈ
તો પણ હું કેમ એખલી ખોવાઈ II૧ II
પહેલી પહેલી સવાર આવી
રાજ ઉપવન જોઈ મંત્રમુગ્ધ થઇ
જનકપુરી રહેતી ચિત્રમયી
પિયરની યાદ ઉભરાઈ આવી II૨ II
માતા સુનૈનાનો અવાજ મનમાં સાંભળી
ગળું રૂંધાયું આંખો ભરાઈ આવી
ગૂંગળાવેલું રુદન હવામાં ઓગળી ગયું
શું પ્રભુને આની સમજ પડી II૩ II
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ગીત ૧૪ || નવવધૂ - નવપ્રીત ||
શ્રી સીતા માતા ઉવાચ :
રાજ મહેલમાં શત શત દીપક
સાથે પ્રોજ્જવલ થાય
મંગલમય સૂરો I
નવવધૂની
અનાયાસ ચિંતામાં પણ
પ્રભુ સ્મરણમાં
રમાયું મન II ૧ II
પક્ષી કિલબિલ
કરતાં ઉપવનમાં
ઇંદ્રધનુ જાણો
અન્ય સુમનોમાં I
નવ પ્રીતિની
લગન લગાવીને
ઉડતા રે પક્ષી
ઉડતા રે પક્ષી II ૨ II
ગીત ૧૫ II નવ ફૂલોની સુગંધ આ II
શ્રી સીતા માતા ઉવાચ :
નવ ફૂલોની સુગંધ આ
તમે એવા પાસે ઉભા
ચંદ્રમા ખીલ્યો ગગનમાં
ત્યારે સ્પર્શી મને તમારી પ્રભા* II ધૃ II
વૃક્ષ-વેલો સાક્ષી આપતી
ભાવ પ્રીતિનો નવો
રામ-રામ નામ જપતા
ભૂલી ગઈ હું મારો જીવ II ૧ II
પછી એક ઉલ્કા** નભમાં મેં
વેગથી ઉડતા જોઈ
જાણે શોધે પ્રભુના ચરણો
અંતરિક્ષ*** માં કેમ ખોવાઈ II ૨ II
નોંધ:
* પ્રભા : સૂક્ષ્મ શરીર - ઓરા
**ઉલ્કા : ખરતો તારો
***અંતરિક્ષ : આકાશ
પાર્શ્વભૂમિકા: ઉપરનો પ્રસંગ શ્રી સીતા રામ વિવાહ પછી, અયોધ્યા આવ્યા પછી થોડા દિવસો પછી બન્યો હશે.
નવવિવાહિત પ્રભુ રામ અને સીતા, એમની પહેલી વાર સાથે, રાજ ઉપવનમાં ફરવા નીકળ્યા ત્યારે, સીતામાતા ના મનમાં આવી ભાવના. “અંતરિક્ષ માં કેમ ખોવાઈ:, જાણે સીતામાતાને ભવિષ્ય વિષે કઈ સૂચિત કરે છે કે?
ગીત ૧૬ II મારુ સાસરુ સાસરુ II
( શ્રી સીતા માતા ઉવાચ : લગ્ન પછી સાસરે આવીને )
મારુ સાસરુ સાસરુ
મારા પિયેર પિયેર જેવુંજ I
અમે ચાર બહેનો જેમ
થયા એક જીવ પ્રેમમાં એમ II ૧ II
સાસુ કૌશલ્યાને જોતા
આવે યાદ સુનયના માતા I
શ્વશુર દશરથ રાજા
લાગે મને પિતા સમાન II ૨ II
સ્વપ્નામાં પણ જોયું નહોતું
મળ્યું એટલું સુખ મને અહીં I
નિર્ગુણ ની ઈચ્છા મનની
પૂર્ણ થઇ અહીં પતિ ચરણ* માં II ૩ II
* સાસરુ - પિયેર સંદર્ભ: આધ્યાત્મિક દૃષ્ટિથી આત્માનું
પિયેર એટલે પરમાત્મા, અને સાસરુ એટલે પૃથ્વીલોક ઉપર વાસ
જોડ પદ્યાંશ :-
સમયનું ચક્ર બદલાયું
ભગવાન રામ વનમાં ગયા.
ભાઈ લક્ષ્મણ અને સીતા તેમની સાથે ગયા.
અયોધ્યા શોકથી ભરાઈ ગયું.
ગીત ૧૭ II વનપ્રસ્થાન II
શ્રી સીતા માતા ઉવાચ :
દશરથ નંદન તેઓ
ચાલ્યા વનવાસ શ્રી રામ
સાથે સીતાને લઇ
ચાલ્યા વનવાસ શ્રી રામ II 1II
અચલ ચિત્તથી લક્ષ્મણ ચાલે
ચાલ્યા વનવાસ શ્રી રામ
પગ રોકી રોકીને લે
ચાલ્યા વનવાસ શ્રી રામ II2II
જન જન આંસુ ભર્યા
ચાલ્યા વનવાસ શ્રી રામ
મુનિગણ પ્રેમ કરે
ચાલ્યા વનવાસ શ્રી રામ II3II
આશીર્વચન કહે
ચાલ્યા વનવાસ શ્રી રામ
કાળની ગતિવિધિ છે
ચાલ્યા વનવાસ શ્રી રામ II4II
સીતા મન શાંત રહે
ચાલ્યા વનવાસ શ્રી રામ
પ્રભુ સ્મિત મુખ રાખે
ચાલ્યા વનવાસ શ્રી રામ II5II
ગીત ૧૮ II માટી નો દીવો II
શ્રી સીતા માતા ઉવાચ :
હું માટીનો દીવો
આંસુઓ નું તેલ II ધૃ II
માતા સુનયના
તમારી યાદમાં
આશાની જ્યોત
હું જગાડું છું II ૧ II
દીવાની જ્યોતમાં
પ્રભુ રામની છબી
મારા પતિ બન્યા
મારી સખી II ૨ II
જોડ પદ્યાંશ
સખીઓ સાથે વાતો કરતા ।
પ્રભુ રામને સદા સ્મરતા ।।
મનમાં સીતા સંતોષતા ।
વિરહ વેદનાઓ થમ જાતા ।। ૧ ।।
પરંતુ એકાંત માં વિરહી મન ।
આંસુઓથી છલકાઇ જાય ।
દિન પ્રતિદિન દુઃખ વધ્યું ।
વિરહી મન સદાય ગાય ।। ૨ ।।
ગીત ૧૯ || કોઈ મને મારા રામ મેળવી આપે ||
શ્રી સીતા માતા ઉવાચ :
કોઈ મને મારો રામ મેળવી આપે ।
એમના શુભ દર્શન કરાવે ॥ ટેક ॥
નૈન મનોહર કાંતિ સુંદર ।
મધુર વચની છે મારા પ્રભુવર ।।
એમના શુભ દર્શન કરાવો ।
કોઇ મને મારા રામ મેળવી આપો ।। ૧ ।।
ચિત્ત વિશાળ મૂર્તિ મનોહર ।
એવા અનુપ છે મારા પ્રભુવર ।।
પ્રભુ ચરણો મને મેળવી ધો ।
એમના શુભ સંદેશ સુણાવી દ્યો ।। ૨ ।।
ગીત ૨૦ || યાદ આવ્યા મારા પ્રભુ ||
શ્રી સીતા માતા ઉવાચ :
યાદ આવ્યા મારા પ્રભુ II ધૃ II
વિશાળ આંખો, તેજસ્વી કપાળ I
માથા પર વાળનો કળશ સુંદર II
ત્રણ ગુણોથી ભરપૂર, અને મન ઘણું કોમળ I
નિર્ભય મુદ્રા સુખદ લાગે II
ગીત ૨૧ || મારો ત્યાગ કરે શ્રીરામ ||
શ્રી સીતા માતા ઉવાચ :
આવ્યા નહી આવ્યા નહી,
આવ્યા નહી શ્રીરામ ।। ટેક ।।
કયા કામમાં તલ્લીન બન્યા
એ ભૂલી ગયા આ ધામ ।
પૂર્વ જન્મમાં પાપો કયા કર્યાં ।
જેથી ત્યાગે મને મારો રામ ।। ૨ ।।
ન જાણુ કયા કર્મનુ મને ।
દંડ દે ભગવાન ।
નહી ભૂલશે મને મારા પ્રભુ
હતો મને અણજાણે ભરમ ।। ૪ ।।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૨
શુભં ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।