સર્ગ ૧ - શ્રી સીતા શક્તિ કાવ્ય પ્રસ્તાવના
સર્ગ ૧ - શ્રી સીતા શક્તિ કાવ્ય પ્રસ્તાવના
ગીત ૧ || સીતા શક્તિ કાવ્ય સ્તવન ||
સારાંશ:
'સીતા શક્તિ કાવ્ય' એ એક ગહન કાવ્યાત્મક સંગ્રહ છે જેમા સીતાની અમૂલ્ય યાદો અને તેમના જોડિયા પુત્રો, લવ અને કુશની યાત્રાને એકસાથે ભેળવે છે. તે કાલાતીત જ્ઞાન અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા માતૃત્વ, ભક્તિ અને પવિત્ર જીવનના વિષયો ને પ્રકાશિત કરે છે, જે વાલીપણાની પવિત્ર જવાબદારીઓમાં અનન્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.
આ કાવ્ય સીતાના મજબૂત ભાવના અને અટલ ગૌરવનું ચિત્રણ કરે છે, જે તેમના, શ્રી રામના અને તેમના પુત્રોના જીવનમાં બનતી અદ્ભુત ઘટનાઓ દ્વારા ચમકે છે.
આ સંગ્રહ વાચકોને તેના કાવ્યાત્મક ઊંડાણમાં અભ્યાસ કરવા આમંત્રણ આપે છે. તે આપણને આપણી અંદર રહેલા 'જ્ઞાનના અમૂલ્ય રત્નો' શોધવા અને ઉજાગર કરવા પ્રેરણા આપે છે, જે માનવ આત્મા ના 'મૂળભૂત જ્ઞાન' ને પ્રતિબિંબિત કરે છે.
ગીત ૧ || સીતા શક્તિ કાવ્ય સ્તવન ||
સીતા શક્તિ માતા માઇ,
પ્રેમ કરે છે સૌને સમાન.
રૂપ તેનું અતિ સુંદર,
આપો તેને શણગાર.
પાઠ, શ્રવણ, ગાન કરીને,
વાંચન, કથન કરીને.
આત્મચિંતન માં રંગાઈને,
માતાના ચરણમાં અર્પો શણગાર.
ગીત ૨ || શ્રી સીતા શક્તિ કાવ્ય પ્રસ્તાવના ||
સીતા માં ની આ મધુર સ્મૃતિઓ ।
લવ-કુશ જન્મની અદ્ભૂત વાતો ।।
માં સીતા ને બોધ મળ્યો વનવાસમાં ।
મન એમનું ખીલ્યું શક્તિ કાવ્યમા ।। ૧ ।।
વર્ણન આ લવ કુશની શિશુ અવસ્થાનું ।
અને રામથી સીતાના વિરહનું ।I
પુનર્મિલન છે સીતા - રામનું એમા ।
સત્ય માર્ગદર્શન છે આ કાવ્ય માં ।।૨।।
પ્રભુ નામનો મહિમા ગાવો ।
લવ-કુશના શિક્ષણની ધુન સુનો ।।
પુત્રોને સીતાએ સંસ્કાર બક્ષ્યા ।
મંગળકારક કાવ્ય જીવન જીવવા || ૩ ||
પ્રભુનો પ્રેમ અને નામનો મંત્ર મળે ।।
તો શિશુ-પાલન-પોષણ નું ગીત ખીલે ।।
જીવન ચક્ર નું સત્ય સીતાએ આપ્યું।
માઁ ની મમતા-ભર્યુ આ કાવ્ય આપ્યુ ।।૪।।
સત્ય કર્મ કેવી રીતે કરો ।
આત્મ શક્તિ થી ભક્તિ કેવી કરો ।।
અહંકાર છે બાધક, તેને ત્યજો ।
કાવ્યમાં આપ્યું આત્મજ્ઞાન ભજો ।। ૫ ।।
સદગુરુને જાણો તો જીવન માર્ગ મળે ।
પ્રભુ-સંસારમાં મન કેવું ખીલે ।।
સશ્રમ થી સમૃદ્ધિ કેવી વધે ।
જીવન તારક સીતા-કાવ્ય ભણે ।।૬।।
આશ્ચર્ય-જનક પ્રસંગ છે કાવ્યમાં ।
સીતા-રામ, લવ-કુશ ના બાબતોમા ।।
શક્તિ-પૂર્ણ સીતા માં ના દર્શન થશે ।
નિત્ય રટણથી વાંછિત ફળ મળશે ।।૭।।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૧
શુભં ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।