રેશનાલીઝમ

Home


રેશનાલીઝમ એટલે શું? રેશ્નાલિઝમનો હેતુ શો? બસ, રેશનાલિઝમ શબ્દનું રટણ કર્યા કરવાનું અને આપણે બધાએ અંદર અંદર સહમતી જણાવ્યા કરવાની?


ઈશ્વરના નામે ધતીંગો અને પાખંડો ચાલે છે તેમનો વિરોધ કરવો તે ઠીક છે પરંતુ ઈશ્વર નથી જ એવો આગ્રહ રાખવો તે કાંઈ રેશનાલીઝમ નથી. પાખંડી ધર્માત્માઓના ધતીંગોનો વિરોધ કરવા જતાં સંતુલન ગુમાવવું ના જોઈએ. We should not throw away the baby along with the bath water. Absence of proof is NOT the proof of absence. How to decide the acceptability or otherwise of a proof acceptable to some and not to others?


ઈ.સ. 1922 થી 1991 સુધી સોવિયેટ સંઘે નિરીશ્વરવાદ ચલાવ્યો. તેના 69 વરસો દરમ્યાન ઘણી પેઢીઓ જન્મી અને ગળથુથીમાંથી નિરીશ્વરવાદમાં ઉછરી. છતાં તે સંઘનો અંત થયો કે તરત જ ધર્મ પુનર્જીવિત થયો. કારણ? માનવજાતને ઈશ્વર વગર ચાલે તેમ નથી.


આલ્ડસ હક્ષલીએ લખ્યું છે, "Religion is the price that the mankind has to pay for being intelligent but not sufficiently so."


આપ સૌ ખુબ બુદ્ધિશાળી છો. પણ તેથી બીજા બધાએ આપના જેટલા બુદ્ધિશાળી થવું જ જોઈએ તેવો આગ્રહ રાખવો તેમાં જ રેશનાલિઝમની ઇતિશ્રી નથી આવી જતી. પળેપળ બુદ્ધિ વાપરી શકાતી નથી. કોઈ કોઈ પ્રસંગે બુદ્ધિને અવગણવી હિતાવહ કે જરૂરી હોય છે. માનવસ્વભાવની જરૂરિયાતો પણ સમજવી જોઈએ. ઈશ્વરમાં માનવું તે માનવજાતની નબળાઈ ગણો તો તે. અથવા થોડો વિધાયક અભિગમ રાખીએ તો તેને ખાસિયત પણ ગણી શકાય. આપણામાંથી બધાને તો નહિ પણ કેટલાકને વસ્તુઓનું કે પાળેલા પશુપક્ષીઓનું માનવીકરણ કરવાનું ગમતું હોય છે. પોતાનું વાહન હોય અથવા કૂતરો કે બિલાડી હોય તેની સાથે તે માનવી હોય તેવો વર્તાવ કરતા હોય છે. આ જ રીતે ઈશ્વર કોઈ વ્યક્તિ ના હોવા છતાં તેને પતિ, પિતા કે માલિક માનીને તેની પૂજા કરતા હોય છે.


સાયન્સ એક સાધન છે, સાધ્ય નથી તેટલું યાદ રાખવું જોઈએ. કુદરતના પરિબળો ક્યારે, ક્યાં, કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે સાયન્સ જરૂરી છે. સાયન્સ ની પ્રક્રિયાઓના સંચાલન, સંકલન અને નિયંત્રણ કરવાવાળી કોઈ સર્વોપરી શક્તિ હોવી જોઈએ, તે ઈશ્વર. ઇશ્વર છે કે નહિ તે નક્કી કરવાનું કામ સાયન્સનું નથી. ઈશ્વર છે એમ કહેવાનો પણ તેને અધિકાર નથી. રામ, કૃષ્ણ, વગેરે માનવોને ઈશ્વર કે અમુક જ માનવોને ઈશ્વરના પુત્ર કે સંદેશવાહક માનવા તે ભૂલભરેલું હોઈ શકે. પણ તેનો અર્થ એવો નથી કે ઈશ્વર જેવી કોઈ શક્તિ છે જ નહિ.


કેટલીક કુદરતી પ્રક્રિયાઓ નિશ્ચિતાત્માક (deterministic) હોવાને બદલે સંભાવનાત્મક (probabilistic) હોય છે. કયારે કેટલો વરસાદ પડશે તે ચોક્કસ ના કહી શકાય પણ તેની શક્યતા ટકાવારીમાં દર્શાવાય. કોઈ રોગી કેટલા દિવસ જીવશે તે પણ સંભાવના (Probability) પર નિર્ભર હોય છે, ડોક્ટરો પર નહીં. સ્ટેફાન હૉકિંગ કે જેમને જીવવા માટે ડોક્ટરોએ બે કે ત્રણ વર્ષની આગાહી કરેલી તે બીજા પંચાવન વરસ જીવ્યા. સંભાવનાની ઉપરવટ જઈને બીજા બેપાંચ વર્ષ જીવાય. જેણે તેમને બાવન વર્ષ સુધી જીવાડ્યા તે તત્વને અમે ડોબાઓ ઈશ્વર કહીએ છીએ. શાણપણના અભાવે તેઓ નિરીશ્વરવાદી બન્યા હતા. પણ એમ ના વિચાર્યું કે કેટલા બધા લોકોએ તેમને નિસ્વાર્થભાવે મદદ કરી તે ઈશ્વરની નહિ તો બીજા કોની પ્રેરણાથી હશે?


કાટમાળમાં દટાયેલું નાનું બાળક દિવસો પછી જીવતું મળી આવે તો તે ઈશ્વરનો પ્રભાવ કેમ ના મનાય? આવા તો ઘણા પ્રસંગો જાણવામાં આવે છે. તે બધાને અવગણવામાં રેશનાલીઝમ નથી.


અતિઅશ્રદ્ધા પણ અંધશ્રધ્ધા જેટલી હાનિકારક નીવડી શકે છે.


Home