મેં ધર્મ કેમ ના બદલ્યો

Home

મેં ધર્મ કેમ ના બદલ્યો

(Why I did not convert નો ગુજરાતી અનુવાદ)

આ વેબ સાઈટ પરના બીજા લખાણો પરથી જોઈ શકાશે કે હિંદુ ધર્મના નબળા પાસાઓનો વિરોધ કરતા હું અચકાતો નથી.  (સબળા પાસાઓનો ઉલ્લેખ નથી કરતો કારણ કે તેમ કરવાવાળા સેંકડો બલકે હજારો છે.)  તેથી એક સમયે ધર્મ બદલવાનો વિચાર કરતો હતો.

  મારો સૌથી વધુ પરિચિત ધર્મ જૈન છે. પરંતુ તે પાળવાનું મારાથી બને તેમ નહોતું. તેથી ઇસ્લામ અપનાવવાની તપાસ કરી. મારા એક મુસ્લિમ મિત્રે મને એક ચોપડી આપી. તેનો હેતુ મારા જેવાને ઇસ્લામની સમજણ આપી આકર્ષવાનો હતો. મેં તે વાંચી. પ્રભાવિત ના થયો. લગ્ન ને ત્યાં બે જણ વચ્ચેનો કરાર માને છે. તે મને ના ગમ્યું. મારા સુન્ની મિત્રોએ સલાહ આપી કે હિન્દુ બની રહેજે પણ શિયા ના બનીશ. શિયા મિત્રોએ તેના જેવી પણ ઉંધી સલાહ આપી.  મેં માંડી વાળ્યું. ઈસાઈ ધર્મ પ્રત્યે ધ્યાન આપ્યું.

 આખું બાઈબલ લીંટીએ લીંટી વાંચ્યું.  નાસીપાસ થયો.  પવિત્ર (Holy) બાઈબલમાં પવિત્રતા ઘણી ઓછી જોવા મળી.  બાઈબલમાં ઠેર ઠેર યહૂદી નાયકોએ કરેલા ખરાબ કામોનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે કે તે કામો દુષ્કૃત્યો નહિ પણ ગર્વ કરવા જેવા કામો હોય.  ત્યારે થયું કે એક imperfect ધર્મ છોડી બીજા imperfect ધર્મમાં જવાને બદલે અસલ imperfect ધર્મ ને સુધારવા પ્રયત્ન કરવો સારો.

  હિંદુ ધર્મ માં ઘણી ખામીઓ છે, પણ એક ખામી નથી.  તે બંધિયાર નથી.  બીજા ધર્મો એક કે બે પુસ્તકોને વળગી રહીને જુના વિચારો વાગોળ્યા કરે છે, તળાવના પાણીની જેમ.  બંધિયાર પાણી કેવું થઇ જાય તે જાણીતું છે.  હિંદુ ધર્મ વહેતી નદી જેવો છે જેમાં ઉપરવાસનું પ્રદુષણ હેઠવાસમાં ઓછું કે નિર્મૂળ થઇ શકે છે કારણ કે "आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:|  વિશ્વભરમાંથી સારા વિચારો અમને મળો." એવી મનોવૃત્તિ છે.  બીજા ધર્મોમાં બહારના વિચારો સ્વીકારવાની મનાઈ હોય છે.

  God is above and beyond all religions.  આપણે તેમને મળવા જવાનું નથી, તે જ આપણને આવી મળશે.  પોતાના એકેએક ભક્તને સીધેસીધા અને જુદાજુદા (directly and separately) મળવા તે શક્તિશાળી છે, કોઈ મધ્યસ્થી વિના તે સૌને મળી શકે છે.  આપણે તો ખુલ્લું ભક્તિમય હૃદય અને મન રાખીએ એટલે બસ.  શ્રીકૃષ્ણ, બુદ્ધ, જીસસ, મહંમદ વગેરે અત્યંત મહાન પુરુષો હતા પરંતુ સ્વયં પરમેશ્વર, કે તેના એક માત્ર પુત્ર કે છેલ્લા સંદેશવાહક નહોતા.  પરમેશ્વર તો વારંવાર તેમના પુત્રો (કે પુત્રીઓ) અને સંદેશવાહકો મોકલ્યા જ કરે છે કારણ કે આપણે માનવીઓ સુધરતા જ નથી.  વ્યક્તિઓ ગમે તેટલી મહાન હોય તો પણ તેમના પર શ્રદ્ધા રાખવાને બદલે ઈશ્વરીય સદ્ગુણો જેવા કે સત્ય, ન્યાય, પ્રેમ, દયા ઈત્યાદિ પર શ્રદ્ધા રાખવી જોઈએ.

  પાપોની માફી માગવાની ના હોય; ખરા દિલથી પશ્ચાત્તાપ કરીને તેમની જે કઈ સજા હોય તે ભોગવવાની તૈયારી રાખવાની હોય.  પ્રાર્થના તો એવી જ કરવાની કે પાપ કરવાના પ્રલોભનો પર જીત મેળવવાનું મનોબળ પ્રભુ આપણને આપે કે જેથી નવા પાપો કરતા અટકીએ.

  આપણો સૌનો ઈશ્વર બાઈબલમાં જણાવ્યા પ્રમાણે અદેખો (jealous) ના હોઈ શકે. 

  દસ આદેશો શું ફક્ત યહુદીઓ માટે જ હતા?

  બાઈબલ વાંચીને મને થયું કે આ તો યહૂદીઓની પ્રદેશલાલસાને વ્યાજબી ઠરાવવા માટે તેમના વડે લખાયેલી સ્વહીતકારી (self-serving) ઈતિહાસનું પુસ્તક છે.  જે પ્રજાઓ ખસીકરણ (circumcision) નહોતી કરાવતી તેમનું નિકંદન કાઢવામાં જુના કરારના (Old testament) પાત્રોએ કસર નથી રાખી.  (તેવી જ રીતે પશ્ચિમ ગોળાર્ધના દેશોમાં કોલંબસ અને તેના અનુગામીઓએ ઈસાઈ ધર્મના પ્રસાર માટે વર્તાવેલા કેરની વિગતો વાંચીને કાંપી જવાય તેવી છે.)

  આપણી અને પશ્ચિમની વિચારધારાઓની સરખામણી કરી જોઈએ.

  પશ્ચિમના 'પંડિતો' સમજ્યા મુક્યા વગર હિંદુ ધર્મને બહુઇશ્વરવાદી (ઘણા ઈશ્વરોનો) ધર્મ કહે છે.  ખરેખર તો હિંદુ ધર્મ પણ એકેશ્વરવાદી જ છે જેનું સવિસ્તર વિવરણ બીજા લખાણમાં આપ્યું છે.  (Monotheism of Hinduism, હિંદુ ધર્મ બહુઈશ્વરવાદી છે?)  અહીં તો બાઈબલ શું કહે છે તે જોઈએ.  તેમાં 'દસ આદેશો' મહત્વના ગણાય છે. 

  પહેલો આદેશ કહે છે "Thou shalt have no other gods before me. મારી આગળ બીજા કોઈ ઈશ્વરોને મુકીશ નહિ."  બીજા ઈશ્વરો પણ હોવાનો આ મોઘમ સ્વીકાર નથી તો બીજું શું છે?  તો પછી પોતાના ધર્મને એકેશ્વરવાદી (monotheistic) શાના કહે છે?

  બીજો આદેશ કહે છે "Thou shalt not make unto thee any graven image, or any likeness of any thing that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth."  વેટીકનના અને બીજા દેવળોમાં ચિત્રોમાં ઈશ્વર કેમ બતાવ્યા છે?  મૂર્તિપુજાનું હાર્દ ન સમજતી કોઈ વ્યક્તિએ આ આદેશ ઘુસાડી દીધો છે.  મુર્તીપુજા કરતા વધારે ખરાબ તો ધાર્મિક  પુસ્તકની પૂજા છે પછી ભલે તે પુસ્તક વેદ, ગીતા, બાઈબલ, કુરાન કે અન્ય કોઈ પુસ્તક હોય. (જુઓ પૂજાના સ્વરૂપો, Forms of Worship).

  પાંચમો આદેશ કહે છે "Honour thy father and thy mother તારા પિતા અને તારી માતાને માન આપ".  આપણે તો તેમને દેવ માનીએ છીએ.  (જો કે કોઈ કોઈ સંતાનો માતાપિતા દેવલોક પામે એવું ઈચ્છતા હોય છે તે જુદી વાત છે.)

  છઠ્ઠો આદેશ છે, "Thou shalt not kill. હત્યા કરીશ નહિ".  આમાં કશો અપવાદ નથી રાખ્યો.  તો તો બધા ઈસાઈઓ શાકાહારી હોવા જોઈએ જે નથી.  તે તો ઠીક, બાઈબલના જુના કરારના ઘણા નાયકોએ ખુબ હત્યાઓ કરી હતી.  અને તેમાંથી કોઈની પણ ટીકા કરવામાં નથી આવી. જોશુઆને તો 'ઈશ્વર' કહી ગયા કે "જા, જેરીકો શહેરના બધા નાગરિકોને મારી નાખ."  કશું કારણ જણાવ્યું નથી.  તેણે તો લગભગ ત્રીસ નગરોના પ્રજાજનોને રહેંસી નાખ્યા.  ઉપનિષદ કહે છે  "यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्व भूतेषु चात्मानं ततो न विजुगुप्सते જે વ્યક્તિ બધા જીવોને પોતાનામાં અને બધા જીવોમાં પોતાને જુએ છે તે તિરસ્કાર કરતો નથી".  આવી વ્યક્તિ હત્યા કરી જ ના શકે.  વિશ્વશાંતિ માટે વધુ શું જોઈએ?

  સાતમો આદેશ છે, "Thou shalt not commit adultery. પરસ્ત્રીગમન કરીશ નહિ".  ડેવિડે કરેલું છતાં તે બાઈબલનો સૌથી અગત્યનો નાયક ગણાયો તે એટલે સુધી કે જીસસ પણ તેનો વંશજ હતો એવો ઉલ્લેખ નવા કરાર (New Testament)ના ગોસ્પેલમાં કરાયો છે. 

  દસમો આદેશ છે, "Thou shalt not covet thy neighbour’s house, thou shalt not covet thy neighbour’s wife, nor his manservant, nor his maidservant, nor his ox, nor his ass, nor any thing that is thy neighbour’s."  પડોશીની જ પત્ની અને સંપત્તિ શા માટે, આપણે તો માનીએ છીએ કે "मा गृध: कस्यस्विद् धनम्  કોઈનું પણ ધન ના લઈશ".

  જીસસના ફરીથી જીવતા થવાને (resurrection) ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.  ગોસ્પેલના ચારેય પુસ્તકોમાં ક્યાંય તે બનાવનું મુલ્ય સમજાવ્યું નથી.  ફરીથી જીવતા થયા પછી જીસસે તેમની અગાઉની પ્રવૃત્તિ પાછી શરુ કરી નહોતી.  ના તો ઉપદેશ આપ્યો, ન કોઈ ચમત્કાર કર્યો, ના આંધળાને દેખતા કે લંગડાને ચાલતા કર્યા કે ના તો પૂજારીઓને તેમની ગેરરીતિઓ માટે પડકાર્યા.  તો પછી ફરીથી જીવતા થવાનો હેતુ શો હતો?  જીસસ જો ખરેખર જીવતા થયા હોત તો બીજે જ દિવસે જાહેર થઇ ગયા હોત અને ઘણા વધારે લોકો તેમના અનુયાયીઓ થઇ ગયા હોત.

  ઈસાઈ પ્રચારકો કહે છે કે જીસસે આપણા પાપો માટે પોતાનો જીવ આપ્યો હતો.  આપણે કયા અને કેટલા પાપ કરવાના હતા તેની તેમને ખબર હતી?  તેમનું બલિદાન વ્યર્થ ના જાય તે માટે શું આપણે બને તેટલા વધારે પાપો ના કરવા જોઈએ?

  વધુ વિગત માટે જુઓ Why I did not convert.

Home