ખતરનાક રૂલલેવલ

home

ઉકાઈ જળાશયની ભયજનક સપાટી

ખતરનાક રૂલલેવલ

ભારત સરકારના કેન્દ્રીય જળ આયોગ (Central Water Commission) વડે જારી (issue) કરાયેલા Reservoir Operations Manual માં ઐતિહાસિક પૂરો ઉપરાંત નીચે દર્શાવેલા બે સૈદ્ધાંતિક (hypothetical) પૂરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

૧) Standard Project Flood જેનો મહત્તમ પ્રવાહ દર સેકન્ડે ૧૭,૪૮,૦૦૦ ઘનફીટ છે.

૨) Maximum Probable Flood જેનો મહત્તમ પ્રવાહ દર સેકન્ડે ૨૧,૧૬,૦૦૦ ઘનફીટ છે.

આ બે પૂરોના જળપ્રવાહાલેખ (hydrograph) આયોગના એન્જીનીયરો, જળશાસ્ત્રીઓ અને વાયુશાસ્ત્રીઓ ના અભ્યાસ પર આધારિત હોય છે. તેમના જળપ્રવાહાલેખના આધારે જે અભ્યાસ આ લખનારે કર્યા છે તેનો સાર રજુ કરું છું. જળપ્રવાહાલેખ સત્તાવાર (authentic) છે; આ લખનારની કલ્પના નથી.

સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી જોઈએ. તેથી Maximum Probable Flood પર ધ્યાન આપીએ. આ પૂર આવી જ પડે તો જુદા જુદા સંજોગોમાં શું થાય તે જોઈએ.

પૂરને સંભાળવામાં (મેનેજ કરવામાં) બે કુદરતી મર્યાદાઓ, એક માનવનિર્ણિત મર્યાદા અને એક માનવસર્જિત મર્યાદા જાળવવી પડે.

બે કુદરતી મર્યાદાઓ (Constraints) છે; જળાશયની સંગ્રહક્ષમતા (જે કાંપ ઠરવાથી ઘટતી જાય છે) અને ડેમની છલતીક્ષમતા (spillway ની પ્રવાહક્ષમતા) એટલે કે છલતીના બાવીસે બાવીસ દરવાજા પુરેપુરા ખોલી નાખવામાં આવે તો તે જળસપાટીએ કેટલું પાણી વહી જશે તે. આ બે આપણા અંકુશની બહાર છે. માનવનિર્ણિત મર્યાદા (Restraint) છે જળાશયની મહત્તમ સપાટી જે ધારીએ તો થોડી વધઘટ કરી શકાય. (૩૪૫ અને ૩૫૧ ની વચ્ચે) માનવસર્જિત મર્યાદા છે નદીની પ્રવાહક્ષમતા. તાપીની પ્રવાહક્ષમતા સેકન્ડે સાડા આઠ લાખ ઘનફીટની હતી તે આપણી સુરતીઓની બેદરકારીને લીધે હવે લગભગ સેકન્ડે સવા ચાર લાખ ઘનફીટ જેટલી પણ રહી હોય તો આપણું સદ્ભાગ્ય.

પૂરના પરિણામ (outcome) નો આધાર પૂરની શરૂઆત સમયે જળાશયની પ્રારંભિક સપાટી કેટલી હતી તેના પર પણ રહે છે. વળી બની શકે તેટલું વધારે આગોતરું છોડાણ કરવું જોઈએ કે જેથી ખાલી થયેલી (ઉપલબ્ધ થનાર) સંગ્રહક્ષમતા વડે મહત્તમ છોડાણ ઘટાડી શકાય. આને માટે આપણે સુરતીઓએ ઉકાઈના સત્તાવાળાઓને પુરેપુરો સહકાર આપવો જોઈએ.

આ લખનારે જુદી જુદી પ્રારંભિક સપાટીઓ, જુદી જુદી મહત્તમ સપાટીઓ અને જુદી જુદી પ્રવાહક્ષમતાઓ માટે શું પરિણામ આવી શકે તે ગણતરીઓ કરી છે. તેમાં આગોતરા છોડાણ (advance release for advance depletion) માટે આ લખનારના લેખમાં (https://sites.google.com/site/tatoodi/floodmodulation) જે પદ્ધતિ સૂચવી છે તેનો ઉપયોગ કર્યો છે. તે પદ્ધતિ સરકારે હજુ સુધી સ્વીકારી નથી; સરકારે અપનાવેલી પદ્ધતિ પ્રમાણે વધારે ખરાબ પરિણામો આવી શકે, ઓછા ખરાબ નહીં.) આ લખનારે તૈયાર કરેલા કોમ્પ્યુટર પ્રોગ્રામમાં એવી વ્યવસ્થા છે કે જળાશયની સપાટી અનુસાર સંગ્રહક્ષમતા અને છલતીક્ષમતા વાંચીને આપોઆપ enter થઇ જાય, છોડાણનું માપ છલતીક્ષમતા કરતા વધવા ન દે અને તેના પર આધારિત બધી ગણતરીઓ તે પ્રમાણે થઇ જાય. આલેખ પણ કોમ્પ્યુટર જ તૈયાર કરી આપે છે.

રૂલલેવલથી સુરત સલામત રહેશે એમ મનાય છે. તો જોઈએ કે નીચા લેવલે શું પરિણામ આવી શકે.

૧) પ્રારંભિક જળસપાટી ૩૩૬

૨) મહત્તમ આવરો (Inflow ) ૨૧,૧૬,૦૦૦ ઘનફીટ પ્રતિ સેકંડ

૩) તાપીની પ્રવાહક્ષમતા ૪,૨૫,૦૦૦ ઘનફીટ પ્રતિ સેકંડ

૪) મહત્તમ જળસપાટી (High Flood Level) ૩૪૫ થી વધવા નહિ દેવાની

પરિણામ આવશે

૧) મહત્તમ જાવરો (Outflow) ૧૪,૨૦,૦૦૦ ઘનફીટ પ્રતિ સેકંડ

૨) મહત્તમ જળસપાટી ૩૪૬.૮ પર પહોંચશે.

નવ ફીટ નીચી સપાટીથી શરૂઆત થઇ હોવા છતાં આવું પરિણામ આવવાનું કારણ એ છે કે નીચી સપાટીએ છલતીક્ષમતા ઓછી હોય. તે જયારે આવરા કરતા પણ ઓછી હોય ત્યારે વધારાનું પાણી ડેમની પાછળ રહી જ જાય. તેથી જળસપાટી ધારેલી મર્યાદાને વટાવી જાય.

આ જ પૂર જો સપ્ટેમ્બરના અંતમાં આવે તો પ્રારંભિક જળસપાટી લગભગ ૩૪૫ હોઈ શકે. તેવા સંજોગોમાં:

૧) પ્રારંભિક જળસપાટી ૩૪૫

૨) મહત્તમ આવરો (Inflow ) ૨૧,૧૬,૦૦૦ ઘનફીટ પ્રતિ સેકંડ

૩) તાપીની પ્રવાહક્ષમતા ૪,૨૫,૦૦૦ ઘનફીટ પ્રતિ સેકંડ

૪) મહત્તમ જળસપાટી ૩૪૫ થી વધવા નહિ દેવાની

પરિણામ આવશે

૧) મહત્તમ જાવરો (Outflow) ૧૫,૮૦,૦૦૦ ઘનફીટ પ્રતિ સેકંડ

૨) મહત્તમ જળસપાટી ૩૫૦.૧ પર પહોંચશે.

આનું કારણ એ છે કે ૩૩૬ અને ૩૪૫ વચ્ચે જે ૪,૧૪,૮૮૮ લાખ ઘનફીટ સંગ્રહક્ષમતા છે તે પૈકી ફક્ત ૮૭,૯૯૨ લાખ ઘનફીટ સંગ્રહક્ષમતા નો લાભ આગોતરું છોડાણ કરવાથી મળી શકશે.

(આ બંને પરિસ્થિતિના આલેખ સામેલ કર્યા છે, રસ હોય તો ખોલીને જોઈ શકશો. તાપીની પ્રવાહક્ષમતા ઘટવાને બદલે ૮.૫ લાખ ઘનફીટ પ્રતિ સેકંડ રહી હોત તો શું પરિણામ આવ્યા હોત તેના આલેખ પણ સામેલ કર્યા છે.)

આપણી પાસે બે વિકલ્પ છે; "ભયજનક" જળસપાટી ૩૪૫ હોવાની ભ્રમણાને વળગી રહેવું અથવા વાસ્તવિકતાનો સ્વીકાર કરીને "ભયજનક" સપાટી ૩૫૧ પર રાખવી. આને લીધે કદાચ નવાપુરની સલામતી માટે ખાસ વ્યવસ્થા કરવી પડે તો તે પણ કરવી જોઈએ.

વિચારવાની વાત એ છે કે જોશભેર વહેતા પાણીથી સુરત અને તેની આસપાસના વિસ્તારમાં જાનમાલને જે નુકશાન થઇ શકે તેમ છે તે વધારે છે કે ધીમેધીમે ચડતા જળાશયના પાણીથી ઉકાઈના ઉપરવાસમાં થઇ શકતું નુકશાન? વળી સુરતની આસપાસ ઉંચાણવાળા સ્થળો ઘણા ઓછા છે જયારે જળાશયની પાસે રહેતા લોકોને ખસેડવા માટે ઉંચાણવાળા સ્થળો ઘણા છે.

ઊંઘતા ઝડપાવાને બદલે અગાઉથી જરૂરી તૈયારી કરી રાખવી સારી નથી લાગતી?

માટે મારો આપ સૌને ખાસ અનુરોધ છે કે સત્તાવાળાઓ પર દબાણ લાવી તેમની ઊંઘ ઉડાડવા બનતા બધા પ્રયત્નો કરો.

સરકારને પૂછો કે "જુદી જુદી પ્રારંભિક જળસપાટીએ જુદા જુદા માપના પૂરોનો અભ્યાસ કર્યો છે? ના, તો કરો અને પ્રજાને જણાવો કે ૫ લાખથી ૨૧ લાખ ઘનફીટ પ્રતિ સેકંડવાળા પૂર આવે તો ૩૪૫ ની સપાટી ક્યાં સુધી જાળવી શકાશે અને સુરત પર ક્યારે કેટલું પાણી છોડવું પડશે?"

પૂર સંચાલન

ઉકાઈ જળાશયની ભયજનક સપાટી

floodmodulation

home