ગાંધારી

Home

ગાંધારી



જે ગાંધારીના ખૂબ વખાણ કરવામાં આવે છે તેને વિષે પુરી માહિતી જાણવાની જરૂર છે.


ગાંધારના રાજા સુબલ હતા. શાંતનુનો પુત્ર વિચિત્રવીર્ય રોગિષ્ટ હતો. છતાં તેના ઓરમાન ભાઈ ગંગાપુત્રે તેને ચક્રવર્તી સમ્રાટ બનાવવાનું અભિયાન ઉપાડ્યું. સુબલે વિરોધ કર્યો. મોટી સેનાના જોર પર ગંગાપુત્રે તેને હરાવ્યો. તેના સોએક જણાને બંદીવાન બનાવ્યા. તેમાં સુબલનો બાળક પુત્ર શકુની પણ હતો. બધાને રોજ ભાતનો એકએક દાણો આપવામાં આવતો. નવ્વાણું બંદીઓ પોતના દાણા શકુનિને આપી દેતા હતા. છેવટે સુબલે હાર સ્વીકારીને વિચિત્રવીર્યને સમ્રાટ માનવો પડ્યો.


વિચિત્રવીર્ય મરી ગયો. તેની વિધવા રાણીને મત્સ્યગંધાના પુત્ર વ્યાસે નિયોગ કરવાથી ધૃતરાષ્ટ્ર જન્મ્યો. તે આંધળો નીકળ્યો. વર્ષો પછી ધૃતરાષ્ટ્ર માટે સુબલની પુત્રીની માંગણી ગંગાપુત્રે કરી. સુબલની ભારે અનિચ્છા છતાં જુના ઇતિહાસને કારણે ભયને લીધે રાજકુમારી ગાંધારી લગ્ન કરવા સંમત થઇ.


આવી સ્થિતિમાં ગંગાપુત્ર અને ધૃતરાષ્ટ્રના મોં પણ જોવા ના ગમે તે સ્વાભાવિક છે. તેથી ચતુરાઈ વાપરી જાહેર કર્યું કે પતિની સહાનુભૂતિ ખાતર પોતે પણ આંખે પાટા બાંધી રાખશે. આ કૃત્યને મહાન ત્યાગ ગણાવીને ગાંધારીના વખાણ કરતા લોકો થાકતા નથી.


સારી ભારતીય સન્નારી તો પોતાના આંધળા પતિની સેવા કરે, નોકરોની સહાય પર વિવશ ના બને. આંખે પાટા બાંધવાથી સંતાનોનો ઉછેર પણ નોકરો પર છોડ્યો. તેઓ દુશ્ચરિત ના બને તો જ આશ્ચર્ય. તે તો ઠીક, દુર્યોધનને બચાવવા માટે તેને નિર્વસ્ત્ર બોલાવ્યો. તે બધા તેમની કરણીને લીધે મારવાને લાયક જ હતા, તે મર્યા તેમાં શ્રીકૃષ્ણનો કશો દોષ નહોતો. છતાં તેમને શાપ આપ્યો. ધૃષ્ટતાની પરાકાષ્ઠા નહિ તો બીજું શું? યુદ્ધમાં કંઈ કૌરવો જ નહોતા મરાયા, અઢાર અક્ષૌહિણી (૧૯ લાખથી વધારે) ક્ષત્રિયો પણ માર્યા ગયા હતા.


આવી સ્ત્રીનો શાપ ફળે જ નહિ. શ્રીકૃષ્ણને નડ્યા હોય તો તે પેલા લાખો સૈનિકોના કુટુંબીજનોના શાપ. યાદવાસ્થળી ગાંધારીના શાપને કારણે નહોતી થઈ. તે તો શ્રીકૃષ્ણની ઉદારતાને લીધે થઈ હતી. તેમણે પોતાની યાદવ સેના કૌરવ પક્ષે લડવા આપી. પરિણામે કૃતવર્મા જેવા યાદવો કૌરવોના અને સાત્યકિ વગેરે થોડા યાદવો પાંડવોના પક્ષકાર થઈ ગયા.અંતમાં શ્રીકૃષ્ણની હાજરીમાં તે બધા અરસપરસ લડી પડ્યા. ભગવાન પણ તેમને સમજાવી ના શક્યા.


અને વગર વિચાર્યે ગાંધારીની પસંશા કરવાવાળા પણ કેવા?


https://en.wikipedia.org/wiki/Satyaki


Home