બ્રહ્મર્ષિ?

Home

બ્રહ્મર્ષિ?


મૂડીવાદ તરફી પુસ્તક વાંચીએ તો સામ્યવાદની ખામીઓ જાણવા મળે. સામ્યવાદ તરફી પુસ્તક વાંચીએ તો મૂડીવાદની ખામીઓ જાણવા મળે. વશિષ્ઠનું જીવનચરિત્ર વાંચીએ તો વિશ્વામિત્રના અપકૃત્યો જાણવા મળે.


વિશ્વામિત્ર જન્મે ક્ષત્રિય રાજાના પુત્ર હતા. તેમનું નામ 'ગાધિ' હતું. એક વાર વનમાં વશિષ્ઠના આશ્રમમાં પહોંચી ગયા. તેમની સાથે મોટી સેના પણ હતી. વશિષ્ઠે તે બધાનું સારું સ્વાગત કર્યું, જમાડ્યા પણ ખરા. વિશ્વામિત્રે પૂછ્યું કે આ બધી સામગ્રી ક્યાંથી આવી. વશિષ્ઠે કહ્યું કે તેઓની પાસે કામધેનુ ગાયની પુત્રી હતી તેણે પેદા કરી હતી. વિશ્વામિત્રે કહ્યું કે આવી ગાય તો રાજા પાસે જ હોવી જોઈએ. વશિષ્ઠેકહ્યું કે તે તો બ્રહ્મર્ષિ જ રાખી શકે.


ત્યાર બાદ વિશ્વામિત્રે વશિષ્ઠની ગાય પામવા માટે ઘણી લડાઈ કરી તેમ જ તપ કર્યા. તે બધાની વિગત અહીં જરૂરી નથી. વશિષ્ઠે તેમને રાજર્ષિ અને મહર્ષિ કહ્યા. પણ બ્રહ્મર્ષિ નહોતા કહેતા. કારણ સ્પષ્ટ છે કે જો બ્રહ્મર્ષિ કહે તો ગાય આપવી પડે.


છેવટે એક ચાંદની રાતે ખડગ લઈને વશિષ્ઠને મારવા નીકળ્યા. વશિષ્ઠ તેમના પત્ની અરુંધતીને કહેતા હતા કે તે રાતે ચાંદની નહિ પણ વિશ્વામિત્રનું બ્રહ્મતેજ પ્રકાશતું હતું. અરૂંધતીએ પૂછ્યું કે "તો પછી તેમને બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા?". તો કહે કે "એમને હજુ અહંકાર છે તેથી." તે સાંભળી વિશ્વામિત્ર વશિષ્ઠને મળ્યા, પગે લાગ્યા. વશિષ્ઠે "બ્રહ્મર્ષિ, ઉઠો" કહીને ઉભા કર્યા. ગાય આપી કે નહિ તે વાર્તામાં જણાવ્યું નથી. પણ ત્યારથી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ મનાયા.


એ દિવસે સાંજ સુધી તો વશિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ નહોતા કહ્યા તેથી જ તો તે ક્રોધમાં હતા. ત્યાર બાદ વિશ્વામિત્રે એવું તે શું કર્યું કે બ્રહ્મર્ષિ બની ગયા અને તેમનું બ્રહ્મતેજ પ્રકાશવા માંડ્યું? વશિષ્ઠને પગે લાગ્યા તેટલું જ ને? એનો અર્થ એમ ના થાય કે વશિષ્ઠનું પોતાનું અભિમાન પણ કંઈ ઓછું નહોતું? ત્યાર પછી રોજ રાતે તે બ્રહ્મતેજ પ્રકાશતું હતું?


દેખીતું કારણ એ છે કે વશિષ્ઠ ડરી ગયા હતા. મરવા કરતાં ગાય આપી દેવી સારી.


ભયના માર્યા કે ખુશામતના રીઝ્યા વશિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા તે બધાએ માન્ય રાખવાનું?


Home