ત્રિગુણ
સારાંશ:
ભગવાન શિવ, ભટકતા ઋષિના વેશમાં, લવ અને કુશને આશીર્વાદ આપવા માટે સીતાના આશ્રમમાં આવે છે. રમતિયાળ જોડિયા બાળકો તેમને પ્રેમથી "બાબા" કહે છે અને ભોળપણથી તેમનું પોટલું અને પછી તેમનું ત્રિશૂળ છીનવી લેવાનો પ્રયાસ કરે છે. ઋષિ જ્ઞાન આપવા માટે ત્રિશૂળનો ઉપયોગ કરે છે, સમજાવે છે કે તે શક્તિ, ભક્તિ અને મુક્તિનું પ્રતીક છે.
તેમનું તોફાન વધે છે, અને મુલાકાત નાટકીય વળાંક લે છે જ્યારે ઋષિ, ક્રોધનો ઢોંગ કરીને, પોટલામાંથી એક જીવંત નાગ કાઢીને તેના ગળામાં લપેટી લે છે. દૂરથી, માતા સીતા તેમને ભગવાન શિવ તરીકે ઓળખે છે. ભયભીત થઈને, છોકરાઓ તેમની માતા પાસે દોડે છે.
પછી ભગવાન શિવ તેમનું વૈશ્વિક તાંડવ નૃત્ય કરે છે, જેમાં જંગલના જીવો અને આત્માઓ દૈવી નૃત્યમાં જોડાય છે, અને શિવ તેમની આધ્યાત્મિક છાપ છોડી જાય છે.
શ્રી સીતા માતા ઉવાચ :
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવ્યા
મનમોહક વ્યાઘ ચર્મ શોભે
શિર પર જટા શોભે
હોંશિયાર ! હોંશિયાર ! અવાજ આપતા ।।૧।।
અનોખુ રૂપ જોઈ સામે
લવ-કુશ બાળકો દોડયા આવે ।
લવ-કુશ ઉવાચ :
બાબા ! આપ કોણ છો ? ક્યાંથી આવ્યા
હમને જરા સમઝાવો ।।
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર! અવાજ આપતા
વિશાળકાય એક સાધુ આવે ॥ ૨ II
સાધુ ઉવાચ :
ઘર છે મારૂ હિમ પર્વતમાં
કાળ પણ અમને સ્પર્શ ના કરે
ચર- અચર ભૂત-પિશાચ
એવો સર્વનો હું સ્વામી આવ્યો હોંશિયાર ! હોંશિયાર !
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર ! અવાજ આપતા !
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે ॥ ૩ II
કુટીરની આડમાંથી મેં જોયું
તો મારું પણ મન ગભરાયું
પેલા લવ-કુશને માત્ર
મનમાં થયું, મજાક ઉડાવીએ ।।
લવ-કુશ ઉવાચ :
સાધુવર ! આપનો કંઠ ભૂરો એનું શું છે રહસ્ય ?
સાધુ ઉવાચ :
બાળકો ! કર્યું છે મેં વિષ-પાન
કંઠમાં એને અટકાવ્યુ ।
તમને વિષે આપે જો કોઈ
જો જો મનમાં તે ના સમાય
વિષ ને પણ એવુ ઘોળીએ
જેથી વિષેનું પણ અમૃત બને
હોંશિયાર ! હોંશિયાર !
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર ! અવાજ આપતા
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે ।।॥ ૪ ॥
બાળકો જેમ જેમ હસતા જાય
સાધુ એમને નૃત્ય બતાવતા જાય ।।
લવ-કુશ ઉવાચ :
બાબા ! આ પોટલી માં શું છે ?
હમને જરા તે પણ બતાવો !!
સાધુ ઉવાચ
આ તો મારા છે અલંકાર!
શ્રી સીતા માતા ઉવાચ :
સાધુ હસતા વાત ટાળે
(લવ-કુશ ફરી તોતડુ બોલ્યા)
લવ-કુશ ઉવાચ :
ત્રિશુળથી અમને પણ રમાડો ।।
શ્રી સીતા માતા ઉવાચ :
ઝુટો ઝુટો ક્રોધ બતાવતા સાધુ એમને દૂર કરતા
હોંશિયાર ! હોંશિયાર ! અવાજ આપતા ।
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે ।। ૫ ।।
સાધુ ઉવાચ :
બાળકો, ત્રિશુળ છે દ્યોતક ત્રિગુણનો
ધ્યાનપૂર્વક એને સાંભળતા જાઓ ।।
પ્રથમ છે આ ગુણ લક્ષ્મીનો
ચરા-ચરમાં સમાવતા શક્તિનો
કરે પ્રવૃત્તિ સત્કર્મોની કર્તવ્યશીલતા તેને વ્હાલી
શુભ પ્રેરણા મળે શક્તિથી વિકાસ કાર્ય સહજ થાય ।।
બાળકો ! ગુણ ગ્રહો આ શક્તિનો
શુદ્ધ તન-મનથી તેને સમાવો
હોંશિયાર ! હોંશિયાર !
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર ! અવાજ કરતા
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા વિશાળકાય સાધુ આવે ॥ ૬ ॥
આવી ખુબ મઝા લવ-કુશને
નાચવા લાગ્યા સાધુ સાથે
વનમાં પ્રાણી ભૂત પિશાચ
જાણે સાથે નાચવા લાગ્યા
હસતા હસતા લવ-કુશ ફરી બોલ્યા...
લવ-કુશ ઉવાચ :
બીજો ગુણ પણ હમને બતાવો
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર ! આવાજ કરતા
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે.॥૭॥
સાધુ ઉવાચ :
બીજો ગુણ છે મુક્તિનો
જે સીતા માઁ મા સમાયો ।
ક્રોધ, અભિમાન એ દૂર ત્યાગે
મધુર વાણી તેને ભાવે
ન્યાય થી પૂર્ણ એવો ગુણ તે જાણે
જ્ઞાન-ઉપાસના હંમેશ ભાવે
નથી મોહ ક્ષણિક સ્વાર્થનો એને
પ્રભુની પ્રીત સદા નિભાવે
શિરોમણિ છે આ પતિવ્રતા
તેથી, રઘુવરને પણ તે નિત્ય ભાવે
બાળકો ! ગુણ ગ્રહો આ મુક્તિનો
શક્તિગુણ મા તેને મેળવો
હોંશિયાર ! હોંશિયાર !
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર! અવાજ કરતા
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે । ૮ ।।
ગીત અને તાણ્ડવના ચીર આનંદમાં
બાળકોને આ વાત ના સમજાય
લવ-કુશ ઉવાચ :
બાબા! ત્રીજો ગુણ કયો છે ? એ પણ અમને સમજાવો ।।
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર ! અવાજ કરતા
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે ।। ૯ ।।
સાધુ ઉવાચ :
દ્વાપર યુગમાં આ ગુણ ખીલશે
રાધા-ભક્તિ એને કહેવાય
ધ્યાન આ જ એક રૂપ રહેશે
સચ્ચિદાનંદ ઘન ઈશ્વર પામે
નિર્મળ પ્રેમનો આ ગુણ હશે
વિધિ-ઉપચાર એને ના ભાવે
પરંતુ દૈવી ગુણોનું આચરણ માત્ર
એનું સુંદર રૂપ સજાશે
કામ-ક્રોધ અને મોહ ને ત્યાગી
શુદ્ધ અંતઃકરણમાં તે સમાવશે
અંતર મનમાં પ્રભુ છે નિરંતર
ધ્યાનમાં એના નિત્ય મગ્ન થાવો
બાળકો આ ભક્તિ ના ગુણ સમજો
રોમ રોમમાં એને સ્થાપો
પ્રભુ વિના ના કોઈ ફળ
ભક્તિનો આ ગુણ સમજાય ।।
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર ! અવાજ કરતા
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે ॥ ૧૦ ॥
સાધુ ઉવાચ :
શક્તિ, ભક્તિ અને મુક્તિ આ ગુણ
સમાવશો જો આ ત્રિગુણોને મનમાં
આવરણ નર કે નારી નું હોય
કાળથી મુક્તિ એ પામે
હોશિયાર ! હોંશિયાર !
શ્રી સીતા માતા ઉવાચ :
હોંશિયાર ! હોંશિયાર! અવાજ કરતા
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે ॥ ૧૧ ॥
લવ-કુશ મારા ભલા ભોળા
કલકલાટ કરતા, મોજ કરતા
લવ-કુશ ઉવાચ :
બાબા ! આ પોટલીમા શું છે ?
શ્રી સીતા માતા ઉવાચ :
જીજ્ઞાસાથી તે ખોલવા જાય
ફરી ક્રોધનો નાટક કરતા
સાધુ એમને દૂર ખસેડે ।।
હોંશિયાર ! હોંશિયાર! અવાજ કરતા
ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે ॥ ૧૨ ॥
સહજ વિચિત્ર હાસ્ય કરી
પોટલીમાંથી ભુજંગ કાઢચો
કુંફાડા કરતો નાગ ભયાનક
લપક-લપક કરતા ડરાવે
તાંડવ ગતિને તેજ કરતા
પોતાના ગળે લપટાવતા
ફુંફાડા કરતો નાગ ભયાનક
લપક-લપક કરતા ડરાવે !!
નાના બાળકો ડરથી ભર્યા
પાછે પગલે દોડયા આવ્યા ।
હું હવે (શિવ) બાબાને કાંઇક સમઝી
શ્રદ્ધાથી ત્યારે નમન કરી
બાબા હસી-હસી નૃત્ય જ કરતા
આંખો ચલકાવતા
હોંશિયાર ! હોંશિયાર ! હોંશિયાર ।।
અવાજ કરતા ડમ ડમ ડમ ડમ ડમરૂ વગાડતા
વિશાળકાય એક સાધુ આવે ॥ ૧૩ ॥
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૧૫
શુભં ભવતુ | ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||