અધ્યક્ષીય...
અધ્યક્ષીય...
સને ૧૯૬૨થી જ શિક્ષણ વિદ્યાશાખામાં ગાંધી ચિંધ્યા મારગે શિક્ષત્વનું ઘડતર અને ચણતર થતું રહ્યું છે. B.Ed., B.Ed. (Hindi), M.Ed., M.Phil. અને Ph.D.માં પ્રવેશ મેળવનારા ભાવિ શિક્ષકોમાં ગાંધી મૂલ્યોનું સિંચન થાય તેવું વાતાવરણ પૂરું પાડવા માટે વિદ્યાશાખા પ્રારંભથી જ પ્રતિબદ્ધ રહી છે. વિદ્યાશાખામાં તૈયાર થતા શિક્ષકો સમાજ સાથે પૂરી નિસબતથી જોડાયેલા રહે અને સામાજિક પરિવર્તનમાં સક્રિય રહે તે માટે વિદ્યાશાખામાં અનેક પ્રવૃત્તિઓ પ્રયોગો થતા રહે છે. વર્ગખંડ શિક્ષણ, પ્રવચન, પ્રદર્શન, પ્રવાસ, પદયાત્રા, ગ્રામશિક્ષણ શિબિર, લઘુ સંશોધનો અને મુલાકાત દ્વારા ગાંધીજીના આદર્શો અનુસારનો શિક્ષક તૈયાર કરવાની અમારી મથામણ અવિરત ચાલું છે. છાત્રાલય જીવન અને સમૂહજીવનને કેન્દ્રમાં રાખીને અમે ભારતના ભાવિ નાગરિકમાં અપેક્ષિત ગુણો વિકસાવવાની નેમ સાથે વિદ્યાશાખા સતત આગળ ધપી રહી છે.

વિશિષ્ટ પ્રવૃત્તિ-પ્રયોગોની કદરરૂપે આ વિદ્યાશાખાને Institute of Advance Studies in Education (IASE) નો દરજ્જો પણ પ્રાપ્ત થયો છે. તેથી વિદ્યાશાખામાં માત્ર પૂર્વસેવાકાલીન નહીં, પરંતુ સેવાકાલીન તાલીમનું કામ પણ સમાંતરે ચાલી રહ્યું છે. પ્રાથમિક શાળાનાં શિક્ષકોથી માંડીને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના અધ્યાપકોની અનેક તાલીમો, કાર્યશાળાઓ વિદ્યાશાખા સમાંતરે યોજે છે. નૂતન પ્રવાહ અનુસાર ગુજરાતના શિક્ષકો-અધ્યાપકોને સુસજ્જ બનાવવા માટે વિદ્યાશાખા અનેકવિધ કાર્યક્રમો હાથ ધરે છે.

પ્રો. ભરત જોશી
પ્રો. ભરત જોશી
અધ્યક્ષ અને ડીન