June-2020

તા. ૭-૬-૨૦૨૦ થી ૧૩-૬-૨૦૨૦

શિક્ષક-પ્રશિક્ષકો માટે 'જ્ઞાનસત્ર'

શિક્ષણ વિદ્યાશાખા દ્વારા તારીખ ૭ થી ૧૩ જૂન, ૨૦૨૦ દરમિયાન ગુજરાતના શિક્ષક-પ્રશિક્ષકો માટે ઓનલાઈન જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 'શૈક્ષણિક મનોવિજ્ઞાન' વિષય પર સાત દિવસના ઓનલાઈન જ્ઞાનસત્રનું સૌ પ્રથમ આયોજન ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણ વિદ્યાશાખા દ્વારા થયું હતું. આ જ્ઞાનસત્રમાં સપ્તાહ સુધી સવારે ૧૧-૦૦ થી ૧-૦૦ શૈક્ષણિક મનોવિજ્ઞાનના બહુચર્ચિત મુદ્દાઓ અંગે પ્રો. ચંદ્રકાંત ભોગાયતાએ તજ્જ્ઞીય પ્રવચનો આપ્યા હતા. શિક્ષક-પ્રશિક્ષકોનો પ્રશ્નોનું સમાધાન પણ કર્યું હતું. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં શિક્ષક-પ્રશિક્ષક તરીકે ફરજ બજાવતા ૯૨ અધ્યાપકો આ જ્ઞાનસત્રમાં પસંદ થયા હતા. જ્ઞાનસત્રના નિયામક તરીકે પ્રો. ભરત જોશીએ વંદનીય કાર્ય કર્યું હતું. આ જ્ઞાનસત્રનું સંયોજન ડૉ. મહેશ દીક્ષિત, ડૉ. અમિત માલી અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્ઞાનસત્રના સમાપન સમારોહમાં કુલનાયકશ્રી પ્રો. અનામિક શાહે અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું હતું.

તા. ૯-૬-૨૦૨૦ થી ૧૨-૬-૨૦૨૦

Enrichment Programme

શિક્ષણ વિદ્યાશાખા દ્વારા તારીખ ૯ થી ૧૨ જૂન, ૨૦૨૦ દરમિયાન બી.એડ્. અને એમ.એડ્.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન Enrichment Programme યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને અભ્યાસક્રમ રચના, માપન મૂલ્યાંકન, માહિતી અને પ્રત્યાયન તકનિકી અને શૈક્ષણિક પ્રયુક્તિઓ જેવા વિષયો પર જ્ઞાનથી સમૃદ્ધ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તજ્જ્ઞ તરીકે પ્રો. દિવ્યા શર્મા, ડૉ. જિજ્ઞેશ પટેલ, ડૉ. કમલ નયન પરમાર અને ડૉ. મિનલબા જાડેજાએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. અશોક પરમાર, ડૉ. નિલેશ કાપડિયા, ડૉ. સોનલબેન પટેલ અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું. નિયામક તરીકે પ્રો. ભરત જોશીએ જહેમત ઉઠાવી હતી.