તા. ૧૨-૮-૨૦૨૧ના રોજ ડૉ. વિક્રમ સારાભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે વિદ્યાશાખાના પ્રો. જિજ્ઞેશભાઈ પટેલે કુમાર વિનય મંદિરના નવમાં ધોરણના વિદ્યાર્થીઓને ડૉ. સારાભાઈના જીવન અને કવન વિશે રસપ્રદ માહિતી આપી હતી. તેમણે ડૉ. વિક્રમ સારાભાઈ સાથે જોડાયેલી સંસ્થાઓના હેતુઓ અને પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા.