હિન્દુસ્તાની પ્રચાર સભા મુંબઈ દ્વારા “શિક્ષા કા ઉદ્દેશ્ય : અંક યા જ્ઞાન” વિષયક વક્તૃત્વ સ્પર્ધા તારીખ ૧૭-૧૨-૧૯ના રોજ શિક્ષણ વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠમાં યોજાઈ હતી. જે સ્પર્ધામાં ગુજરાતની ૧૫ કૉલેજોના ૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું ઉદ્ઘાટન ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ.અનામિક શાહ, કુલસચિવ ડૉ.ભરત જોશી તેમજ હિન્દુસ્તાની પ્રચાર સભાના સંજીવ નિગમે કર્યું હતું. સ્પર્ધાનું સંચાલન ડૉ.અશોક પરમાર, ડૉ.સોનલ પટેલ અને ડૉ.નિલેશ કાપડિયાએ કર્યું હતું.
શિક્ષણ વિદ્યાશાખા દ્વારા બી.એડ્. સત્ર-૨માં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ માટે શૈક્ષણિક મુલાકાત યોજાઈ હતી. તા. ૧૭-૧૨-૧૯ના રોજ ડાયેટ ઈડર અને પોળોના જંગલોની મુલાકાત લઈને પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. તા. ૧૮-૧૨-૧૯ના રોજ ગબ્બર ડુંગરનું પર્વતારોહણ કરી લોકનિકેતન સંચાલિત આશ્રમશાળા, વિરમપુરની મુલાકાત લીધી હતી. માર્ગદર્શક તરીકે પ્રો. ડાહ્યાભાઈ પટેલ, પ્રો. જિજ્ઞેશભાઈ પટેલ અને ડૉ. મહેશ દીક્ષિત જોડાયા હતા.
વિદ્યાશાખામાં તા. ૨૦-૧૨-૧૯ના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.