શિક્ષણ વિદ્યાશાખાના વિજ્ઞાન-ગણિત વિષયના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા ડૉ. વિક્રમ સારાભાઇ જન્મ જયંતી( 12/8/2020) નિમિત્તે વેબિનારનું આયોજન તા. 13/8/2020 ને શુક્રવારના રોજ બપોરે 12-50 થી 2-00 દરમિયાન થયું હતું. આ વેબિનારમાં બી એડના સત્ર-2 અને 4ના વિજ્ઞાન-ગણિત વિષયના 12 પ્રશિક્ષણાર્થીઓ એ ગુગલ મીટના માધ્યમથી ભાગ લીધો હતો. આ પૈકીના સાત પ્રશિક્ષણાર્થીઓ એન્સી, દિવ્યા, અપેક્ષા, અશ્વિના, દૃષ્ટિ, હંસા અને રીંકલે અનુક્રમે માર્સ મિશન, ઇસરોના સંશોધનો, આર્યભટ્ટનો ઉદય, સ્પેશ સ્ટેશન, સૂર્યમંડળના ગ્રહો, અવકાશ યાત્રીઓ, ઇસરોનો ટેલી એજ્યુકેશન-નેવીગેશન પ્રોગ્રામ જેવા અવકાશ વિજ્ઞાન વિષયક વિવિધ મુદ્દા પર તૈયારી કરી રજૂઆત કરી હતી. આ વેબિનારના આયોજનમાં વિજ્ઞાન મેથડના અધ્યાપક ડૉ. લાલજીભાઇ અને ડૉ. જિજ્ઞેશભાઇના માર્ગદર્શન આપ્યું હતું અને અંતમાં પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું.