એન.સી.ટી.ઈ.દ્વારા સૂચિત બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિદ્યાશાખાના ઉપાસના ખંડમાં તા. ૨૮ નવેમ્બરના રોજ બંધારણ વિષયક વ્યાખ્યાન યોજાયુ હતું. આ વ્યાખ્યાનમાં બંધારણના વિવિધ ભાગોને રસપ્રદ શૈલીમાં વિભાગના વરિષ્ઠ પ્રાધ્યાપક ડૉ.ડાહ્યાભાઈ પટેલે અને ડૉ.છનાભાઈ ભીંસરાએ રજૂ કર્યા હતુ. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ.અશોક પરમારે કર્યું હતું.