September-2021

તા. ૧--૨૦૨

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ગીતોની ગાન સ્પર્ધા

શિક્ષણ વિદ્યાશાખામાં તા. --૨૦૨૧ના રોજ 'રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના ગીતોની ગાન સ્પર્ધા'નું આયોજન થયું હતું. વિદ્યાશાખા કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોમાંથી નીચે મુજબના ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે અંકિતા કે. વસાવા, દ્વિતીય ક્રમે અમિષા એલ. ગોહિલ અને તૃતિય ક્રમે હેતલ સી. ચૌહાણને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ડૉ. સોનલબેન પટેલ અને ડૉ. નીતિન ઢાઢોદરાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનું સંયોજન ડૉ. મહેશ દીક્ષિત અને ડૉ. સોનલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

તા. -૯-૨૦૨૧

દિન વિશેષ : શિક્ષકદિનની ઉજવણી

શિક્ષણ વિદ્યાશાખામાં તા. --૨૦૨૧ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. અતિથિવિશેષરૂપે ડૉ. રિતુ સિંઘ (ચેરમેન, સંસ્કૃતિ માનવ સંસ્થાન) ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના જીવન અને પ્રસંગોના સ્મરણો રજૂ કર્યા હતા. સમગ્ર દિવસનું શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓએ કર્યું હતું. સમાપન સમારોહમાં વિદ્યાશાખાના અધ્યક્ષ પ્રો. ભરત જોશીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રનું ઘડતર કરનારા શિક્ષક બની રહો તેવી શુબેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન પ્રો. છનાભાઈ ભીંસરા અને ડૉ. મહેશ દીક્ષિતે આપ્યું હતું.

તા. ૧૩-૯-૨૦૨૧ થી ૧૪-૯-૨૦૨૧

અભિમુખતા શિબિર

શિક્ષણ વિદ્યાશાખામાં તા. ૧૩--૨૦૨૧ થી ૧૪--૨૦૨૧ દરમિયાન ઓનલાઈન અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બી.એડ્., બી.એડ્. (હિન્દી) અને એમ.એડ્.માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

પ્રથમ દિવસે કાર્યક્રમની ઉદ્દઘાટન બેઠકમાં કુલનાયકશ્રી પ્રો. રાજેન્દ્રભાઈ ખીમાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. ત્યારબાદ અધ્યક્ષશ્રી પ્રો. ભરતભાઈ જોશીએ પ્રશિક્ષણાર્થીઓને શિક્ષકતાલીમની અગત્ય સ્પષ્ટ કર્યું હતું. ડૉ. મહેશભાઈ દીક્ષિતે પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ગૃહપતિશ્રી જયેશભાઈ વાઘેલાએ છાત્રાલય અને સમૂહજીવનની કૂંચીઓ પૂરી પાડી હતી. ત્યારબાદ પ્રો. જિજ્ઞેશભાઈ પટેલ, પ્રો. સીતારામ દેશમુખ અને ડૉ. અશોક પરમારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના માળખાની સમજ આપી હતી.

બીજા દિવસે પ્રથમ બેઠકમાં વિદ્યાશાખાના પૂર્વ પ્રાધ્યાપક ડૉ. કોકિલાબેન પારેખે હિન્દી ભાષાનું મહત્વની બાબતો ચીંધી બતાવી હતી. પૂર્વ ગૃહપતિશ્રી ડૉ. સંદીપભાઈ ગોસ્વામીએ સૌને વ્યસન મુક્તિ માટે પ્રેરિત કર્યા હતા. પ્રો. ડાહ્યાભાઈ પટેલ ઉદ્યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. અભિમુખતા શિબિરના સમાપન સમારોહમાં કુલસચિવશ્રી પ્રો. નિખિલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌને રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક બનવાની શુભેચ્છા પાઠવી હતી.

તા. ૧-૯-૨૦૨૧ થી ૨૦-૯-૨૦૨૧

હિન્દી સપ્તાહની ઉજવણી

હિન્દી શિક્ષણ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર 2021દરમિયાન હિન્દી દિવસના ઉપલક્ષમાં હિન્દી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતુ. હિન્દી સપ્તાહનો આરંભ વિભાગના અધ્યક્ષ ડૉ.ભરતભાઈ જોશીએ કર્યો હતો. આ કાર્યક્રમમાં ૭૯ વિદ્યાર્થીઓએ સહભાગી થયા હતા. આ સપ્તાહ દરમિયાન ડૉ.કોકિલાબેન પારેખે હિન્દીના વિવિધ આયોમો, ડૉ. ગેલજીભઆઈ ભાટીયાએ હિન્દી અને સંત સાહિત્ય, ડૉ.જશવંત પંડ્યાએ હિન્દીના વિકાસમાં ગુજરાતનું યોગદાન, ડૉ.અશોક પરમારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને હિન્દી, ડૉ.ભરતભાઈ જોશીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ભાષા કી મહિમા, ડૉ. મહેશ દીક્ષિતે હિન્દી ભાષાની વિશેષતા અને ડૉ. નિલેશ કાપડિયાએ હિન્દીના વ્યાયસાયિક આયમ વિષય પર વ્યાખ્યાન આપ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ.અશોક પરમાર હતું.

તા. ૧૬-૯-૨૦૨૧ થી ૧-૯-૨૦૨૧

હસ્તાક્ષર-જોડણી સુધારણા કાર્યક્રમ

શિક્ષણ વિદ્યાશાખામાં તા. ૧૬--૨૦૨૧ થી ૧૭--૨૦૨૧ દરમિયાન ઓનલાઈન હસ્તાક્ષર – જોડણી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બી.એડ્., બી.એડ્. (હિન્દી) અને એમ.એડ્.માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

પ્રથમ દિવસે કાર્યક્રમની ઉદ્દઘાટન બેઠકમાં પ્રો. સંજય મકવાણા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાવિ શિક્ષકોને અક્ષર અને જોડણીમાં સાચા અને પાકા બનવા માટે આહવાન આપ્યું હતું. ત્યારબાદ અધ્યક્ષીય ઉદ્દબોધન કરતા પ્રો. ભરતભાઈ જોશીએ પ્રશિક્ષણાર્થીઓને શિક્ષકની જોડણી અને હસ્તાક્ષરોની વિદ્યાર્થીઓ પરના પ્રભાવ અંગે સમજ આપી હતી. દ્વિતીય બેઠકમાં ડૉ. અશોક પરમારે શ્યામફલક નોંધ કૌશલ્યના વિવિધ ઘટકોનો વિનિયોગ ઉદાહરણ સાથે સ્પષ્ટ કર્યો હતો. તૃતિય બેઠકમાં ડૉ. નીતિન ઢાઢોદરાએ હસ્તાક્ષર સુધારણાની કૂંચીઓ પૂરી પાડી હતી. ચોથી બેઠકમાં ડૉ. પીયૂષ ચાવડાએ વિદ્યાર્થીઓને જોડણીના મહત્ત્વના નિયમોથી સભાન કર્યા હતા.

બીજા દિવસે પ્રથમ બેઠકમાં ડૉ. ધ્વનિલ પારેખે વિદ્યાર્થીઓને અનુસ્વાર ક્યાં મુકાય અને ક્યાં ન મૂકાય તે વિશે વિગતે ચર્ચા કરી હતી. દ્વિતીય બેઠકમાં ડૉ. નિલેશ કાપડિયાએ શબ્દકોશનો ઓનલાઈન ઉપયોગ કેવી રીતે થઈ શકે તે માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તૃતિય બેઠકમાં વિદ્યાશાખાના પૂર્વ પ્રાધ્યાપક ડૉ. કોકિલાબેન પારેખે વિરામચિહ્નનો ઉપયોગ સમજાવ્યો હતો અને અંતિમ બેઠકમાં ડૉ. કનુભાઈ વસાવાએ જોડણીના કેટલાક અગત્યના નિયમોની છણાવટ કરી હતી. આ કાર્યક્રમથી હસ્તાક્ષર અને જોડણી સુધારણા માટે તત્પરતા આવી હોવાનું વિદ્યાર્થીઓએ પ્રતિભાવમાં જણાવ્યું હતું.

તા. ૨૮-૯-૨૦૨૧

કુલપતિશ્રી ઈલાબેન ભટ્ટ સાથે સંવાદ

તા. ૨૮-૦૯-૨૦૨૧ના રોજ શિક્ષણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓનો ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ઈલાબેન ભટ્ટ સાથે સંવાદ યોજાયો હતો. વિદ્યાશાખાના ડીનશ્રી પ્રો. ભરતભાઈ જોશીએ ઈલાબેન ભટ્ટનો પરિચય આપી આવકાર આપ્યો હતો. આ સંવાદમાં કુલપતિશ્રી ઈલાબેન ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે પ્રાકૃતિક સમસ્યાઓના નિરાકરણ માટે જાગૃત નાગરિક તરીકે આપણી શું ભૂમિકા છે તે અંગે વિચારવિમર્શ કર્યો હતો. આ સાથે જ શિક્ષણનો પાયાનો ઉદ્દેશ શું છે ? શિક્ષણની કઈ દિશામાં જઈ રહ્યું છે ? તે અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. ડૉ. અશોક પરમારે આભારદર્શન કર્યું હતું. સંચાલન ડૉ. મહેશ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું.