વિરાટ દર્શન

અધ્યાય ૧૧ મો


અર્જુન બોલ્યા :

મારા અનુગ્રહાર્થે જે તમે અધ્યાત્મજ્ઞાનનું;

પરમ ગૂઢ કહ્યું તેથી મારો એ મોહ છે ગયો. ૧/૧૧

ભૂતોના જન્મ ને નાશ મેં સવિસ્તાર સાંભળ્યા;

તેમ અક્ષય મહાત્મ્ય તમારા મુખથી, પ્રભુ! ૨/૧૧

નિજને વર્ણવો જેમ, તેવું જ પરમેશ્વર !

ઈશ્વરીરૂપ જોવાને ઈચ્છું છુ, પુરુષોત્તમ ! ૩/૧૧

મારે એ રૂપને જોવું શક્ય જો માનતા, પ્રભુ !

તો, યોગેશ્વર દેખાડો નિજ અવ્યય રૂપ એ. ૪/૧૧

શ્રી ભગવાન બોલ્યા :

જો તું મારા બધા રૂપો સેંકડો ને હજારથી;

બહુ પ્રકારના દિવ્ય ઘણા આકાર-વર્ણના. ૫/૧૧

આદિત્યો, વસુઓ રુદ્રો અશ્વીનો મરુતોય જો;

પૂર્વે ક્યારે ના દીઠેલા એવા આશ્ચર્ય જો ઘણા. ૬/૧૧

જો મારા દેહમાં આજે એકસાથ અહી રહ્યું ;

ચરાચર જગત આખું; ઈચ્છે જે અન્ય તેય જો. ૭/૧૧

મ'ને તારા જ આ નેત્રે નહિ જોઈ શકીશ તું;

દિવ્ય દ્રષ્ટિ તને આપું, ઈશ્વરી યોગ જો મુજ. ૮/૧૧

સંજય બોલ્યા:

આમ બોલી પછી કૃષ્ણ મહાયોગેશ્વરે, નૃપ !

ઈશ્વરીય પરમ્ રૂપ દેખાડ્યું પાર્થને નિજ. ૯/૧૧

ઘણા મોઢા ઘણી આંખો ઘણા અદ્ભુત રૂપમાં;

ઘણા આભૂષણો દિવ્ય, ઘણાયે દિવ્ય આયુધો. ૧૦/૧૧

માળા વસ્ત્ર ધર્યા દિવ્ય અર્ચાઓ દિવ્ય ગંધની;

સર્વ આશ્ચર્યથી પૂર્ણ વિશ્વ વ્યાપક દેવ એ. ૧૧/૧૧

આકાશે સામટી દીપે હજારો સૂર્યની પ્રભા;

તે કદી એ મહાત્માના તેજસી થાય તો ભલે. ૧૨/૧૧

અનંત ભાતનું વિશ્વ આખું'ય એક ભાગમાં;

દેવાધી દેવના દેહે અર્જુને જોયું એ સમે. ૧૩/૧૧

પછી અર્જુન આશ્ચર્યે હર્ષ રોમાંચ ગાત્રથી;

દેવને હાથ જોડીને નમાવી શિર ને વદ્યો. ૧૪/૧૧

અર્જુન બોલ્યા :

હે દેવ ! દેખું તમ દેહમાં સૌ

દેવો તથા ભૂત સમૂહ નાના;

બ્રહ્મા વિરાજે કમલાસને આ

ને દિવ્ય સર્પો રુશીયોએ સર્વે.

૧૫/૧૧

અનેક નેત્રો, મુખ, હાથ, પેટો,

અનંત રૂપો તમ સર્વ બાજુ;

દેખું નહિ અંત ન મધ્ય આદિ,

તમારું વિશ્વેશ્વર, વિશ્વરૂપ !

૧૬/૧૧

ધારી ગાદા ચક્ર કીરીટદીપો,

બધી દિશે તેજ તણા સમુહે

તપાવતા સુરજ અગ્નિ જ્યોતિ;

જોવા તમે શક્ય ન અપ્રમેય !

૧૭/૧૧

તમે પરમ અક્ષર ને'ય તત્વ

તમે મહા આશ્ચર્ય વિશ્વનું આ

અનાશ છો સાશ્વત ધર્મપાળ

જાણું તમે સત્ય અનાદી દેવ.

૧૮/૧૧

અનાદી મધ્યાંત, અનંત શક્તિ,

અનંત હાથો શશી સૂર્ય નેત્ર

પેખું તમારે મુખ અગ્નિ બાળો

તમે સ્વ તેજે જગ આ તપાવો.

૧૯/૧૧

આ વ્યોમ પૃથ્વી તણો અંતરાળ

દિશા'ય સૌ એક તમે જ વ્યાપ્યા;

તમારું આ અત્યંત ઉગ્ર રૂપ

દેખી ત્રિલોકી અકળાય દેવ !

૨૦/૧૧

આ દેવસંઘો તમ માહ્ય પેસે,

કો હાથ જોડી વિનવે ભયેથી

સ્વસ્તિ બની સિદ્ધ મહર્ષિ સંઘો

અનેક સ્તોત્રે તમને સ્તવેે છે.

૨૧/૧૧

આદિત્યો રુદ્રો વસુ વિશ્વ્દેવો

સાધ્યો કુમારો મારુતો'ય પીત્રી

ગાંધર્વો યક્ષો અસુરોય સિદ્ધો;

આશ્ચર્યથી સૌ તમને નિહાળે.

૨૨/૧૧

મો નેત્ર ઝાઝા વિકરાળ દાઢો

હાથો પગોને ઉદરો'ય ઝાઝા;

વિરાટ આ રૂપ તમારું ભાળી

પામે વ્યથા લોક બધા અને હું

૨૩/૧૧

વ્યોમે અડેલા બહુ રંગ વાળા

ખુલ્લા મુખો દીપ્ત વિશાળ ડોળા

તેજે ભરેલા તમને નિહાળી;

મુંઝાવું ને ધીરજ શાંતિ ખોઉં.

૨૪/૧૧

જોતા જ સર્વે પ્રલયાગ્ની જેવા

મુખો તમારા વિકરાળ દાઢો,

દિશા ના સુઝે નહિ શાંતિ લાગે;

પ્રસન્ન થાઓ જગના નિવાસ !

૨૫/૧૧

વળી બધા આ ધૃતરાષ્ટ્રપુત્રો

ભૂપો તણા સર્વ સમૂહ સાથે

આ ભીષ્મ આ દ્રોણ જ સૂત કર્ણ

સાથે અમારાય મહાન યોદ્ધા,

૨૬/૧૧

પેસે ત્વારાથી મુખમાં તમારી

બિહામણી ને વિકરાળ દાઢે;

દાંતો તણા અંતરમાંહ્ય કોઈ

ચોંટ્યા દીસે ચૂર્ણ બનેલ માથે.

૨૭/૧૧

નદી તણા જેમ જળપ્રવાહો

વેગે સમુદ્રો પ્રતિ દોટ મૂકે,

ઝાલો ભર્યા તેમ મુખે તમારા

દોડે બધા આ નરલોક વીરો

૨૮/૧૧

જ્વાળા વિષે જેમ પતંગ પેસે

વિનાશ કાજે અતિવેગ સાથે

લોકો તમારા મુખમાંહ્ય તેમ

નાશાર્થ પેસે અતિવેગ સાથે.

૨૯/૧૧

ગ્રસી બધેથી બળતા મુખોમાં

જીભો વડે લોક સમગ્ર ચાટો;

પ્રભો ! તપાવે કિરણો તમારા

ભરી ત્રિલોકી અતિ ઉગ્ર તેજે

૩૦/૧૧

છો કોણ બોલો વિકરાળ રૂપી?

નમું તમોને પરમેષ ! રીઝો,

પીછાણવા ઈચ્છું નિજ આદિદેવ !

પ્રવૃત્તિ જાણી શકું નાં તમારી.

૩૧/૧૧

શ્રી ભગવાન બોલ્યા :

છું કાળ ઊઠ્યો જગનાશકારી

સંહારવા લોક અહી પ્રવર્ત્યો;

તારા વિના'યે બચશે ન કોઈ,

જે આ ખડા સૈનિક સામસામાં.

૩૨/૧૧

તેથી ખડોથા યશ મેળવીલે

વેરી હણી ભોગવ રાજ્ય રિદ્ધિ

પૂર્વે જ છે મેં જ હણેલ એને

નિમિત્ત થા માત્ર તું, સ્વસાચી !

૩૩/૧૧

શું ભીષ્મ કે દ્રોણ, જયદ્રથે'ય,

કે કર્ણ યા અન્ય મહાન યોદ્ધા

મેં છે હણ્યા માર તું છોડ શોક

તું ઝૂઝ જીતીશ રણે સ્વશત્રુ.

૩૪/૧૧

સંજય બોલ્યા :

આ સાંભળી કેશવ કેરું વેણ

બે હાથ જોડી થથરે કીરિટી;

ફરી કરી વંદન કૃષ્ણને એ

નમી ડરી ગદગદ દ કંઠ બોલ :

૩૫/૧૧

અર્જુન બોલ્યા :

છે યોગ્ય એ કીર્તનથી તમારા

આનંદ ને પ્રેમ લહે જગત સૌ

નાસે બળ્યે રાક્ષસ સૌ દિશામાં

સર્વે નામે સિદ્ધ તણા સમૂહો.

૩૬/૧૧

ન કાં નમે સૌ તમને, પરાત્મન ?

બ્રહ્મા તું યે ગુરુ ! આદિકર્તા

અનંત દેવેશ ! જગન્નીવાસ !

સત અસત્ ને પર, અક્ષરાત્મન

૩૭/૧૧

પુરાણ છો પુરુષ આદિદેવ !

તમે જ આ વિશ્વનું અન્ત્યધામ;

જ્ઞાતા તમે, જ્ઞેય પરં પદે છો,

તમે ભર્યું વિશ્વ, અનંતરૂપ !

૩૮/૧૧

તમે શશી, વા, વરુણાગ્નિ , ધર્મ,

પ્રજાપતિ, બ્રહ્મપીતા તમે જ

મારા હજારો નમનો તમોને,

નમો નમસ્તે'ય નમો નમસ્તે.

૩૯/૧૧

સામે નમું છુ, નમું છું'ય પીઠે,

સૌ પાસ વંદુ, પ્રભુ ! સર્વરૂપ !

અપાર છે વીર્ય, અમાપ શક્તિ,

સર્વે બનાવો, સર્વ નીજે સમાવી

૪૦/૧

સખા ગણી વેણ અયોગ્ય બોલ્યો,

હે કૃષ્ણ, હે યાદવ, હે સખા' શા;

ના જાણતા આ મહિમા તમારો,

પ્રમાદથી કે અતિપ્રેમથી'યે.

૪૧/૧૧

બેઠા, ફર્યા સાથ, જમ્યાય, સૂતા

એકાંતમાં કે સઘળા સમક્ષ,

હાંસી કરી ત્યાં મરજાદ લોપી

ક્ષમા કરો એ સહુ, અપ્રમેય !

૪૨/૧૧

તમે પિતા સ્થાવર જન્ગમોના,

તમે જ સૌના ગુરુરાજ પૂજ્ય;

ત્રિલોકમાંય તમ તુલ્ય કોણ?,

ક્યાંથી જ મોટો ? અનુપ પ્રભાવી !

૪૩/૧૧

માટે હું સાષ્ટાંગ કરું પ્રણામ,

પ્રસન્ન થાઓ, સ્તવનીય ઇશ !

સાંખે પિતા પુત્ર, સખા સખાને,

પ્રિય પ્રિય તેમ મને'ય સાંખો.

૪૪/૧૧

હર્શું હું દેખી અણદીઠ રૂપ,

છતાં ભયે વ્યાકુળ ચિત્ત મારું;

મને બતાવો, પ્રભુ, મૂળરૂપ,

પ્રસન્ન થાઓ, જગના નિવાસ !

૪૫/૧૧

કરે ગદા-ચક્ર, કિરીટ માથે

એવા જ ઈચ્છું તમને હું જોવા;

ચતુર્ભૂજી રૂપ ધરો ફરી એ,

સહસ્ત્રબાહો ! પ્રભુ ! વિશ્વરૂપ !

૪૬/૧૧

શ્રી ભગવાન બોલ્યા :

રાજી થઇને મુજ યોગ દ્વારા

દેખાડ્યું આ રૂપ પરં તને મેં;

અનંત તેજોમય આદિ વિશ્વ,

પૂર્વે ના તારા વિણ દીઠું કોયે.

૪૭/૧૧

ન વેદ-પાઠે, નહિ યજ્ઞ-દાને,

ન કર્મકાંડે, ના તાપે ઉગ્ર,

મનુષ્યલોકે મુજ રૂપ આવું

તારા વિના કોઈ શકે નિહાળી

૪૮/૧૧

મુઝા નહિ, માં ધર મૂઢભાવ

આવું નિહાળી મુજ ઘોર રૂપ,

નિવાર તારો ભય, થા પ્રસન્ન,

લે એ જ આ રૂપ તું પેખ મારું.

૪૯/૧૧

સંજય બોલ્યા :

આવું કહી અર્જુનને, ફરીથી

સ્વરૂપ દાખવ્યું વાસુદેવે;

ફરી ધરી સૌમ્ય શરીર દેવે

દીઠો દિલાસો ભયભીતને એ.

૫૦/૧૧

અર્જુન બોલ્યા :

તમારું માનવી રૂપ સૌમ્ય આ જોઈને હવે

ચેતના, સ્વસ્થતા પામ્યો, નિજ ભાવે થયો સ્થિર. ૫૧/૧૧

શ્રી ભગવાન બોલ્યા :

અતિ દુર્લભ આ મારા રૂપને તે નિહાળું જે

દેવો'ય વાંછતા નિત્ય તે સ્વરૂપનું દર્શન. ૫૨/૧૧

ના વેદોથી, ના યજ્ઞોથી, નહિ દાને, તાપે નહિ,

શક્ય આ દર્શન મારું, જેવું આજે તને થયું. ૫૩/૧૧

અનન્ય ભક્તિએ તો'યે આવી રીતે હું શક્ય છું

તત્ત્વથી જાણવો, જોવો, પ્રવેશે મુજમાં થવો. ૫૪/૧૧

મારે અર્થે કરે કર્મ, મત્પરાયણ ભક્ત જે,

દ્વેશહીન, અનાસક્ત, તે આવી મુજને મળે. ૫૫/૧૧

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ’વિરાટ દર્શન' નામનો અગિયાર મો અધ્યાય સંપૂર્ણ