વિભૂતિ વર્ણન

આધ્યાય ૧૦

શ્રી ભગવાન બોલ્યા :

ફરી સાંભળ આ મારું વેણ ઉત્તમ, અર્જુન,

જે કહું પ્રેમથી તારા હિતની કામના કરી. ૧/૧૦

મારા ઉદભવને જાણે ના દેવો કે મહર્ષિઓ ,

કેમ જે હું જ છું આદિ સૌ દેવો'ને મહર્ષિનો. ૨/૧૦

જે જાણે હું અજન્મા છુ ને અનાદી, મહેશ્વર,

મોહહીન થયેલો તે છૂટે છે સર્વ પાપથી. ૩/૧૦

બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા સત્ય અમોહ શાંતિ નિગ્રહ,

જન્મ મૃત્યુ સુખો દુ:ખો ભય નિર્ભયતા તથા. ૪/૧૦

અહિંસા સમતા તુષ્ટિ તાપ દાન યશાયશ,

હું થી જ ઊપજે ભાવો સૌ ભૂતોના જુદા જુદા. ૫/૧૦

પૂર્વે મહર્ષિઓ સાત, ચાર જે મનુઓ થયા,

જેમની આ પ્રજા લોકે જન્મ્યા સંકલ્પથી મુજ. ૬/૧૦

જે જાણે તત્ત્વથી આવા મારા યોગ-વિભૂતિને,

તે પામે યોગ અડગ, એમાં સંશય ના કશો. ૭/૧૦

હું જ છુ મૂળ સર્વેનું, પ્રવર્તે મુજથી બધું,

એવું જાણી મને જ્ઞાની ભજતા ભક્તિભાવથી. ૮/૧૦

ચિત્ત પ્રાણ હું માં પ્રોતા, બોધ દેતા પરસ્પર,

કે'તા મારી કથા નિત્ય સુખ સંતોષ પામતા. ૯/૧૦

એવા અખન્ડ્યોગીને ભજતા પ્રીતથી મ' ને,

આપું તે બુદ્ધિનો યોગ, જેથી આવી મળે મને. ૧૦/૧૦

રહેલો આત્મભાવે હું તેજસ્વી જ્ઞાનદીપ થી,

કરુણાભાવથી એના અજ્ઞાન તમ ને હણું. ૧૧/૧૦

અર્જુન બોલ્યા :

પરંબ્રહ્મ પરમધામ છો પવિત્ર તમે પરં,

આત્મા શાશ્વત ને દિવ્ય અજન્મા આદિને વિભુ. ૧૨/૧૦

વર્ણવે ઋષિઓ સર્વે તથા દેવર્ષિ નારદ,

અસિત, દેવલ વ્યાસ તમે'યે મુજને કહો. ૧૩/૧૦

તે સર્વ માનું છુ સત્ય, જે તમે મુજને કહો;

તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો, પ્રભુ ! ૧૪/૧૦

તમે જ આપને આપે જાણતા, પુરુષોત્તમ !

ભૂતેશ ભૂત્કાર્તા હે દેવદેવ, જગત્પતે ! ૧૫/૧૦

સંભળાવો મ'ને સર્વે દિવ્ય આત્માવિભૂતીઓ,

જે વિભૂતિ વડે આપ્યા આ બધા લોકને તમે. ૧૬/૧૦

યોગેશ ! તમને કેવા જાણું ચિંતનમાં સદા,

શા શા ભાવો વિષે મારે તમને ચિંતાવા ઘટે. ૧૭/૧૦

વિભૂતિયોગ વિસ્તારે ફરીથી નિજનો કહો,

સુણી નથી ધરાતો હું તમારા વચનામૃત. ૧૮/૧૦

શ્રી ભગવાન બોલ્યા :

ભલે, લે વર્ણવું મુખ્ય મારી દીવ્ય વિભૂતિઓ;

મારા વિસ્તારને કે'તા અંત કૈ આવશે નહિ. ૧૯/૧૦

હું જ આત્મા રહ્યો સર્વે ભૂતોના હૃદયો વિષે;

આદિ, મધ્ય તથા અંત, હું જ છું ભૂતમાત્રના. ૨૦/૧૦

આદીત્યોનો હું છું વિષ્ણુ સૂર્ય હું જ્યોતિઓ તણો

મરીચી મારુતોનો હું, નક્ષત્રોનો હું ચંદ્રમા. ૨૧/૧૦


સામવેદ છું વેદોનો, દેવોનો ઇન્દ્રરાજ છું;

ચેતના સર્વ ભૂતોની, મન હું ઇન્દ્રિયો તણું. ૨૨/૧૦

હું જ શંકર રુદ્રોનો, કુબેરે યક્ષરાક્ષસે;

વસુઓનો હું છુ અગ્નિ, મેરુ હું પર્વતો તણો. ૨૩/૧૦

પુરોહિતો તણો મુખ્ય મ'ને જાણ બૃહસ્પતિ,

સેનાનીઓ તણો સ્કંદ, પુષ્કરોનો હું સાગર. ૨૪/૧૦

ઓમ એકાક્ષર વાણીનો, મહર્ષિઓ તણો ભૃગુ;

જપયજ્ઞ હું યજ્ઞોનો, સ્થાવારોમાં હિમાલય. ૨૫/૧૦

પીંપળો સર્વે વૃક્ષોનો, દેવર્શીનો હું નારદ;

હું ગંધર્વે ચિત્રરથ, સિદ્ધે કપિલદેવ હું. ૨૬/૧૦

ઉચ્ચે:શ્રવા હું અશ્વોનો, અમૃતે ઊપજ્યો હતો;

ઐરાવત ગજોનો હું, નરોનો હું નરાધિપ. ૨૭/૧૦

આયુધોનું હું છુ વજ્ર, ગાયોની કામધેનું હું;

જન્મહેતું હું કંદર્પ, સર્પોનો છું હું વાસુકિ. ૨૮/૧૦

અનંત સર્વ નાગોનો, વરુણે યાદવો તણો;

પિત્રીનો અર્યમા હું છું, યમ સંયમકારનો. ૨૯/૧૦

પ્રહલ્લાદ સર્વ દૈત્યોનો, કાળ છું ઘડિયાળનો;

વનેચરો તણો સિંહ, પંખીઓનો ખગેશ્વર. ૩૦/૧૦

વાયુ હું વેગવાનોનો, રામ હું શસ્ત્રવાનનો;

સૌ મચ્છોનો મગર હું, ગંગાજી હું નદી તણી. ૩૧/૧૦

આદિ, મધ્ય તથા અંત હું સર્વે સૃષ્ટિઓ તણો;

અધ્યાત્મવિદ્યા વિદ્યાની, વાદ પ્રવચનો તણો. ૩૨/૧૦

અ'કાર અક્ષરોનો હું, સમાસોનો હું દ્વન્દ્વ છું ;

સ્રષ્ટા વિશ્વમુખી છું ને હું જ છું કાળ અક્ષય. ૩૩/૧૦

મૃત્યુ હું સર્વનો હર્તા, હું ઉદ્ભવ ભવિષ્યનો,

સ્ત્રીની શ્રી,કિર્તીને વાણી, સ્મૃતિ પ્રજ્ઞા ધૃતિ ક્ષમા. ૩૪/૧૦

સામોનો હું બૃહત્સામ, ગાયત્રી સર્વ છંદની;

માર્ગશીર્ષ હું માસોનો, ઋતુઓનો વસંત છું. ૩૫/૧૦

ઠગોની ધૃતવિદ્યા છું, તેજસ્વીઓનું તેજ છું;

સત્વવાનો તણું સત્વ, જય ને વ્યવસાય છુ. ૩૬/૧૦

હું વૃશણીનો વાસુદેવ, પાંડવોનો ધનંજય;

મુનિઓનો હું છું વ્યાસ, શુક્ર હું કવિઓ તણો. ૩૭/૧૦

દંડ હું દંડધારીનો, નીતિ હું જયવાંચ્છું ની;

હું છું મૌન જ ગુહ્યોનું, જ્ઞાનીઓનું છુ જ્ઞાન હું. ૩૮/૧૦

બીજ જે સર્વ ભૂતોનું, જાણજે તે'ય હું જ છું;

હું વિનાનું નથી લોકે કોઈ ભૂત ચરાચર. ૩૯/૧૦

ન આવે ગણતા છેડો મારી દિવ્ય વિભૂતિનો;

દીશામાત્ર કહ્યો મેં તો આ વિસ્તાર વિભૂતિનો. ૪૦/૧૦

જે કોઈ સત્ત્વમાં કાઇ લક્ષ્મી, વીર્ય વિભૂતિ વા,

જાણ તું સઘળું મારા તેજના અંશથી થયું. ૪૧/૧૦

અથવા લાભ શો તારે જાણી વિસ્તારથી ઘણા?

અંશ એક જ થી મારા આખું વિશ્વ ધરી રહ્યો. ૪૨/૧૦

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો’વિભૂતિ વર્ણન' નામનો દસમો અધ્યાય સંપૂર્ણ