બની ડાળે ફૂલો ખીલું છું અમસ્તું,
હું ખોવાઈ ખુદને જડું છું અમસ્તું.
ને પંપાળી ઝખ્મો પ્રણયનાં દીધેલાં,
ફરી આજ ખુદ પર હસું છું અમસ્તું.
જુએ મારાં સુંદર જે ચિત્રો, વખાણે,
હું રેખામાં રંગો ભરું છું અમસ્તું.
કદી કોઈ જેને નથી વાંચનારું
કવિતાનું 'સર્જન' કરું છું અમસ્તું.
ન જાણું હવાની દિશા કે ગતિ હું,
ને પત્તાંના મહેલો ચણું છું અમસ્તું.
નિરાશાનો કાણો ઘડો છે આ જીવન,
પણ આશાનું પાણી ભરું છું અમસ્તું.
જો ખખડે ખર્યા પાન, માની 'તું આવી',
હું આશાથી પાછળ ફરું છું અમસ્તું.
વફાદાર છે - બેવફાને, એ દ્વારે,
ટકોરા હું દીધા કરું છું અમસ્તું.
બચીનેય એકલ - છે મરવાનું તોયે,
ના જાણે હું શાને તરું છું અમસ્તું.
ઘણીવાર