આંખ સામે જે હું હમણા જોઉં છું,
એમ લાગે છે કે શમણાં જોઉં છું
થાય તો મુજને ઘણું 'સાચું પડે',
છે હકીકત એ કે ભ્રમણા જોઉં છું.
હોય સંજોગો અલગ પથ્થર સમા,
પણ હું જાણે ફૂલ નમણાં જોઉં છું.
કોઈ આથી શું વિશેષ બતાવશે,
જે દીસે છે તેથી બમણાં જોઉં છું.
સૌ નિરાશાઓય આથમણી થઇ,
દિવસો સૌ હું ઉગમણા જોઉં છું.
આથી સારાં કોઈ શમણાં હોય તો,
કહો મને 'સર્જન' હું હમણાં જોઉં છું.