સંબંધોથી જોડ્યાં બે હૈયાં અજાણ્યાં,
ધરાને ગગન હો ક્ષિતીજે અજાણ્યાં.
આ સંગાથ સારો છે રસ્તે અજાણ્યા,
જ્યાં એ પણ અજાણ્યાં અમે પણ અજાણ્યાં
કહે છે બધું એ નયનના ઈશારે,
ને શબ્દો બધા થઈ ગયા છે અજાણ્યા
હું કહેતો નથી કે હું જાણું છું તમને,
ને એ પણ નથી કે તમે છો અજણ્યા
મળ્યા કરશું તો યાદ રહેશું પરસ્પર,
નહિતર ફરી ક્યાંક મળીશું અજાણ્યાં
જ્યાં ‘સર્જન’ની સંગે છે આખુંય જીવન,
કહો ક્યાં સુંધી બંને રહેશું અજાણ્યાં.
10-05-1999
લાગણીનું કેન્દ્રબિંદુ ત્યાં જ છે,
અહિં તો એનાં સ્પંદનો વંચાય છે!