હરપળે અહેસાસ છે કે કેદ છું,
એક એવી ઝીંદગીમાં કેદ છું.
શુક્ર માનું છું ખુદાનો કેદ છું,
હું ખુદાઈની હદો માં કેદ છું.
બેખબર છે રૂહ જેવી ચીઝથી,
એક એવા આદમીમાં કેદ છું.
જે મને સામો મળે કેદી મળે,
કો'ક મોટી કેદ માં હું કેદ છું.
જ્યોત ફાનસની થઇ પ્રગટ્યો છું હું
જ્યારથી પામ્યો છું 'સર્જન' કેદ છું.
~~~~~~~~~~~~~~
અહી અસત્યો એટલાં પડઘાય છે, સત્યનાં લેવાલ કંઈ મળતાં નથી,
જાગ 'સર્જન' જાતને જાણી તું જો. આયખાં આખાં ફરી મળતા નથી.