કાજળ તણું આંજણ બની કામણ કરે છે તું,
ને તો ય બેખબર છે કે આ શું કરે છે તે તું.
મારા હરેક સવાલનો તો છે જવાબ તું,
તારો જવાબ પામવા દુનિયા ફરે છે તું.
જ્યાં આખરી દિવસો વધ્યા છે પ્રેમવિરહનાં,
પાગલ બનીને મોતને શોધ્યા કરે છે તું.
પળપળ ઘટે છે જિંદગી બેતાબ થયો હું,
“ચાહું છું તને” એટલું કહેતાં ડરે છે તું.
જાણે કદીક મેં જ એ ખૂદને કહી હશે,
ક્યારેક ઘણી એવીયે વાતો કરે છે તું.
સર્વોચ્ચતાના શિખરે તું એકલો નથી,
તારેય ઉપર એ છે જેના આશરે છે તું.
વર્ષાની બૂંદ લે ભરી, મૂઠ્ઠીઓ ખોલી દે,
આ ઘૂંટડા કાં ઝૅરનાં “પ્યાસા” ભરે છે તું?
17-07-1999
કબૂલી લે “સર્જન” ગુનાહો ભૂલાવી
-ને કાજી થવાનું તને પણ ગમે છે