હું ગઝલ મારા વિશે લખતો રહું,
હું જ છે આરંભ અંતે એ જ હું.
હું કશું તમને કહું મારા વિશે,
લાગશે તમને છવાયો હું જ હું.
એને મેં શોધ્યો, મેં પૂછ્યું “ક્યાં છે તું”,
એ કહે તારી જ અંદર તું જ હું
હું ને મારું મેં મને મારા થકી,
આ સિવાયનું કંઈ ના બોલે તે જ “હું”!
તારું સર્જન હું નથી તો કૉણ છે,
કે પછી તું પણ છે ત્યારે; જો છે “હું”?
25-02-2003
તું બન્યો “સર્જક”, લઈને ટાંકણું, ને મને “સર્જન” બન્યા નો ગર્વ છે.
મેં સદા સંભારી તારી દોસ્તી તેં સદાય વિસારી મારી દોસ્તી, ચાલ જાવા દૈ બધી ફરિયાદ આ, ને ફરી લઈએ સુધારી દોસ્તી