દિવસભર બીજું જોઈએ શું અમારે,
તમે યાદ આવો સવારે સવારે.
ના સરનામું પૂછો બહારે બહારે,
છુપાયો છે એ તો નઝારે નઝારે.
એ આપે મને ઝીંદગી થોડી થોડી,
હું માગ્યા કરું છું વધારે વધારે.
આ કાગળ-કલમ એમાં 'સર્જન' કરે છે,
રચાઈ ગઝલ સૌ વિચારે વિચારે.
દરિયાનો રસ્તો ના પૂછો નદીને,
ચાલ્યા કરો બસ કિનારે કિનારે.
અમે ભેટ ધરીએ છે દિલ એક, એક-જ,
તમે તીર બદલો શિકારે શિકારે.