એમના આંસુ અડ્યાં તો ગાલ ભીના થઈ ગયા,
કમનસિબી એટલી કે નૅણ કોરા રહી ગયા.
પ્રેમનો એકરાર કરવાને ઘણા શબ્દો હતા,
કૈંક હું બોલી શક્યો ને તૉય થોડા રહી ગયા.
એટલું મેં સાચવ્યા કે કંઈ જ કહેવું ના પડે,
બહુ કરી મહેનત તમે આખર એ એવું કહી ગયા.
કેટલું દોડ્યા કર્યું છે ક્યાંક જઈને રહી જવા,
અહિં હવે રસ્તો ખૂટ્યોને આ કબરમાં રહી ગયા.
લઈ પરિશ્રમની હથોડી ને મનોબળ ટાંકણું,
કૈંક ‘સર્જન’ થઈ ગયા ને કૈંક શમણાં રહી ગયા.
એ મને ચાહ્યા કરે છે રાત’દિ, એમને ચાહ્યા કરું છું રાત’દિ