From Sketches
આપણે લાંબો સમય એવાં મળ્યાં
અંતે એનાં કંઈ પૂરાવા ના મળ્યા.
એ રીતે સંબંધ સૌ પૂરા થયા
બે ઘડી વાતો કરી છૂટાં પડ્યાં
લોક તો ભૂલી ગયાંતા ક્યારના
તું મને ને હું તને ભૂલી ગયાં
જે થયું સારું થયું કહેજે હવે
કે ઘણાં બંધન તને છોડી ગયાં
જે સતત સંભાળવા મારે પડ્યાં
ડાયરીનાં પાન એ ફાટી ગયાં
ખાતરી છે કે ફરી મળશે નહિં
માર્ગ એવાં આજ ફંટાઈ ગયાં
પારદર્શી ના રહ્યો એ ક્યાંયથી
એટલાં છે કાચનાં ટૂકડાં થયા
એ નથી સર્જન કે તે ના જાળવ્યાં
પણ સંબંધો ના રહ્યાં તે ના રહ્યાં
24-02-2003
सूर्य गया तो सारे शहरको चांदने जैसे ऊजाला था|
तेरे बादमें तेरी यादने मुझको ऐसे सम्हाला था |