કંઈ સીધી-સાદી વાત હતી,
કંઈ હું નાદાન સમજતો’તો,
તારીને મારી જોડીને
રાધા ને કહાન સમજતો’તો.
ઉગ્યા પાંખડીએ કંટક
ત્યારે કળિયુગનું ભાન થયું,
નહિતર હું તો હેવાન ને પણ
પ્યારો ઈંસાન સમજતો’તો.
કાં રાહ પડ્યા પથ્થર પેઠે
મુજનેય જમાનો ઠુકરાવે,
બહુ પૂછ્યું ત્યારે એ બોલ્યો
તુજને બેજાન સમજતો’તો.
જે કીર્તિ ને કલદાર આપ
-તી કલા હતી મારી પાસે,
અહિ ધૂળ યે કિંમત ઊપજે ના
ખુદને ધનવાન સમજતો’તો.
આ છેલ્લો ઘૂંટડો પીવા દે
હું બહુ મહેનત થી લાવ્યો છું,
કંઈ પામ્યાનો મને કેફ હતો
તું મદિરા પાન સમજતો’તો.
મુશ્કેલ બહુ છે દુનિયામાં
“સર્જન” નવલું કંઈ કરવાનું,
સૌ યુધ્ધ એ હાર્યો લડવૈયો
જે જીત આસાન સમજતો’તો.
14-02-1999
વાત મારી સો ટકા સાચી હતી,
પણ તને એવું કદી લાગ્યું નથી.