માણો તો સાચું ને જાણો તો સપનું,
જીવન ખૂલી આંખનું એક સપનું.
હકિકત છે આજે હતું કાલે સપનું,
કે સિધ્ધીનું પહેલું પગથિયું છે સપનું.
દિવાસ્વપ્ન હો કે નિશાસ્વપ્ન કોઈ,
જે સાચું પડે ના શા ખપનું એ સપનું.
જુઓ ઊંઘમાં તે ન કહેવાય સપનું,
જે ઊંઘવા જ ના દે, ખરે એ જ સપનું!
કહેવું શું એ ભૂલવાની ઝડપનું,
કે આંખો ખૂલે ને ભૂલી જાય સપનું.
મળે તો મળે મૉત બાંહોંમાં એની,
કે આંખો મળે ને શરૂ થાય સપનું.
“સર્જન” ના જીવન નો હેતુ છે એ તો,
છોને ઘણું એને ઝાંઝવતું સપનું.
07-06-1999
ફિલસૂફી “સર્જન” હવે કરતો નથી, વાત સૌને સાંભળેલી લાગે છે.