સત્યધર્મી રામ?

Home


રામ જો ખરેખર સત્યધર્મી હોત તો:


કૈકેયીએ માંગેલા બે વચનોની જાણ થઇ ત્યારે તેમણે પિતા દશરથને મળીને કહ્યું હોત કે પોતે વનમાં જવા ઉત્સુક છે પણ તે પહેલા ભરતનો રાજ્યાભિષેક કરી લો. કારણ કે કૈકેયીનો મુખ્ય હેતુ તેના પિતાને દશરથે આપેલા વચનનું પાલન કરાવવાનો હતો. રામવનવાસ તો ગૌણ માંગણી હતી.

તે રહી ગયું:

તો ચિત્રકૂટ પર ભરતને આદેશ આપ્યો હોત કે તેણે પિતાના વચનનું પાલન કરવા ખાતર રાજ્ય સ્વીકારવું જ જોઈએ. ભરતે માંગેલી પાદુકા આપી ના હોત. જે રાજસિંહાસન પર પોતાનો રાજ્યાભિષેક થયો જ ન્હોતો તેના પર પોતાની પાદુકા મુકાય જ નહિ તેટલું તો સમજવું જોઈતું હતું. પિતાજીની પાદુકા અથવા પ્રતિમા મુકાવવી જોઈતી હતી.

તુલસીદાસે ઘુસાડેલી અગ્નિપરીક્ષાની વાત વાલ્મિકી રામાયણમાં નથી. રાવણને માર્યા પછી તરત જ અધર્મી રામે તો સીતાજીનો ત્યાગ કરી દીધો હતો. સીતાજીને પોતે જ બળી મરવું હતું. તેમણે લક્ષમણને વિનંતી કરી કે ચિતા બનાવી આપે. રામે મૌન સંમતિ આપી હતી. (વા. રા. યુધ્ધકાંડ સર્ગ 119 શ્લોક 16-21) સીતાજી જાતે બળતી ચિતામાં પ્રવેશ્યા હતા. ત્યાર પછી દેવો આવ્યા અને અગ્નિદેવે તેઓને જીવતા બહાર કાઢી રામને સોંપ્યા હતા.

વનમાંથી પાછા આવ્યા ત્યારે પણ રાજ્યસત્તા સ્વીકારવાનો અધિકાર તેમને નહોતો. ભારતનો વિધિવત રાજ્યાભિષેક કરાવીને તેને રાજ્યાસન પર બેસાડ્યો હોત.

તુલસીદાસે ઘુસાડેલી ધોબીની વાત વાલ્મિકી રામાયણમાં નથી. પોતે જાણતા તેમ જ માનતા પણ હતા કે સીતાજી 'શુધ્ધ' હતા. (વા. રા. ઉત્તરકાંડ સર્ગ 45 શ્લોક 10) છતાં પોતાની કીર્તિ માટે (વા. રા. ઉત્તરકાંડ સર્ગ 45 શ્લોક 14-15) તેમનો ત્યાગ કર્યો તે ના કર્યો હોત.

સત્યમેવ જયતે? ના, સીતાનું સત્ય હાર્યું, રામનું મિથ્યાભિમાન જીત્યું. ના માની શકો તો વાલ્મિકી રામાયણના ઉત્તરકાંડના ૪૩થી ૪૬મા સર્ગ વાંચી જુઓ. ટૂંકમાં જાણવું હોય તો:

૪૫મા સર્ગનો ૧૦મો શ્લોક નીચે પ્રમાણે છે.

लङ्गकाद्विपे महेन्द्रेण मम हस्ते निवेदिता |

अन्तरात्मा च मे वेत्ति सीतां शुद्धां यशस्विनीम् || 10 ||

લંકા માં ઇન્દ્રે મારા હાથમાં સોંપી હતી. વળી મારો અંતરાત્મા પણ એમ જ કહે છે કે યશસ્વિની સીતા શુદ્ઘ છે.

૧૪મોં અને ૧૫મો શ્લોક છે:

कीर्त्यर्थं तु समारम्भः सर्वेषां सुमहात्मनाम् |

अप्यहं जीवितं जह्यां युष्मान्वा पुरुर्षर्भा: || 14 ||

તેથી મહાત્માઓ પણ કીર્તિસંપાદન માટે બધા પ્રકારના ઉપાય કર્યા કરે છે. હે પુરુષશ્રેષ્ઠો! હું મારું જીવન તથા તમે લોકોનો પણ

अपवाद्भयाद्भीत: किं पुनर्जनकात्मजाम् |

तस्माद्भवन्त:पश्यन्तु पतितं शोकसागरे || 15||

અપવાદથી ભયભીત થઈને પરિત્યાગ કરી શકું છું. પછી સીતાની વાત જ શું છે? તમે લોકો જુઓ કે અત્યારે હું (અકીર્તિ રૂપી ) શોકસાગરમાં ડૂબી રહ્યો છું.

અયોધ્યાની પ્રજા શું એટલી નાદાન હતી કે તેના પર દાખલો બેસાડવા માટે નિર્દોષને સજા કરવી જ પડે? રામે સીતાનો ત્યાગ પ્રજા માટે નહોતો કર્યો. રામ જાણતા હતા કે સીતા શુદ્ધ હતા છતાં કીર્તિ સંપાદન કરવા ખાતર જ સીતાનો ત્યાગ કર્યો હતો, પ્રજાના કલ્યાણ માટે નહિ.

રામે તો ભૂલ કરી, પણ તે સુધારવાની જવાબદારી વસિષ્ઠ, વાલ્મિકી અને જનકરાજાની હતી. કોઈએ નાનો સરખો પ્રયાસ પણ નહોતો કર્યો. અગ્નિદેવનું અપમાન થયું હોવા છતાં દેવોએ પણ કશું જ ના કર્યું. કારણ?

પુત્રના અકાળ મરણ માટે ફરિયાદ કરવા આવેલા બ્રાહ્મણની વાત માની ના હોત. તેને સમજાવ્યો હોત કે કર્મના સિદ્ધાંત અનુસાર બીજાના અધર્મનો દંડ તેને કે તેના પુત્રને મળે જ નહિ. શંબુકને માર્યો ના હોત.

તે સમયના આપણા પૂર્વજોના મૂલ્યો એટલા અધમ હતા કે સત્યનું સમર્થન કરવા કોઈની ઈચ્છા જ નહોતી. સ્ત્રીઓ અને શુદ્રોને અન્યાય થાય તો તે અજુગતું નહોતું ગણાતું.


હવે તો નવો ચાલ શરુ થયો છે કે આપણી બધી ખામીઓ માટે મુસ્લિમો અને અંગ્રેજોને દોષ દેવો. તે એટલે સુધી કે રામજીએ સીતાજીને કાઢી નહોતા મુક્યા પણ તેમને બદનામ કરવા મુસ્લિમોએ પાછળથી વાલ્મિકી રામાયણમાં ઉત્તર કાંડ ઉમેરીને તેમાં એવું લખ્યું હતું. યુટ્યુબ પર એક વિડિઓ કલીપ આવતી હતી. તેની લીંક છે:


https://www.youtube.com/watch?v=lm2LuBjaPy0


તેના પ્રતિકારમાં આ લખનારે મુકેલી હિંદી ટીકા છે:


इस प्रसंगमें श्रीरामकी निर्दोषिता सिद्ध करने के लिए अन्यधर्मि को दोष देना उचित नहीं है| वाल्मीकि रामायण के उत्तरकाण्ड क्षेपक यानि बादमें सम्मिलित कराया गया है| परंतु वो विधर्मिओंके भारतमें आने से पहले हुआ था और वो भी रामभक्तोंने ही किया था| महाकवि कालिदास पांचवी शताब्दी में हुए थे| उनके मेघदूत के बारहवें श्लोकमें रामजी को 'मानव के वंदनीय' (पुंसां वंद्य रघुपति) बताया है| तथापि उन्हीं के रघुवंश के चौदहवें सर्ग में अयोघ्यासे गर्भवती सीताजीको भेज देने और बाद में उनका वाल्मीकिजीके आश्रममें रहना, लव कुश का जन्म होना इत्यादि का वर्णन है| हो सकता है के ये कलिदासकी खुदकी कल्पना न हो और उनके पहले किसी औरने की हो| जो भी हो, किसी विधर्मी ने ने तो नहीं की थी क्यों की पहले मुस्लिम सातवीं शताब्दी में भारत आए थे|


अपितु


रामजीने सीताजी को त्याग करने का एक विफल प्रयास किया तो था, लंका में रावण वध के बाद तुरंत हि| वाल्मीकि रामायण के युद्धकाण्ड का एकसौसत्रहवाँ से लेकर एकसौउन्नीसवाँ सर्ग देखिये| रामजी अत्यंत क्रोधित हो गये थे| उनका मुख एवं आंखे लाल लाल हो गए थे| उन्होंने सीता जी से कई कटु वचन कहे जिसमें एक था "रावण ने जो चाहा होगा सो किया होगा," भी था| सीताजी ने स्वयं ही तय किया था की वे अग्निप्रवेश करेंगी| उन्होंने लक्ष्मणजी से अनुरोध किया कि वे चिता बनाये| रामजीने मौन रह कर अनुमति दे दी थी| बाद में जो हुआ सो सब जानते हैं|



આપણું કલંક

રામાયણ - માનવતાનું મહાકાવ્ય?

વાલ્મીકિ રામાયણમાંથી કેટલાક ઉતારા


Home