=> સ્વર અને વ્યંજન :-
=> આપણા વિચારોને રજુ કરવા માટે ભાષા જરુરી છે.
=> આ ભાષા ધ્વનિઓની બનેલી છે.
=> ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો એકમ
=> સ્વર અને વ્યંજનને ધ્વનિ કહેવાય.
=> આ સ્વર અને વ્યંજનથી જ શબ્દોનુંં નિર્માણ થાય છે.
=> સ્વર :-
=> અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઍ ઐ ઓ ઑ ઔ
=> જે ધ્વનિ બિજા કોઈ ધ્વનિની મદદ વગર ઉચ્ચારાય તેને .
=> દા.ત. અ , આ , ઇ , ઉ , એ , ઓ , ઔ , [ અં , અ: , = સ્વર નથી ] અં = અ+મ્ , અ: = અ+હ્
=> ગુજરાતી ભાષા અનુસાર કુલ 11 સ્વર છે.
=> સ્વરની કુલ સંખ્યા આંઠ(8) છે. (માન્ય સ્વર)
=> સ્વર મુખ્યત્વે બે(2) પ્રકારના છે.
(1) હસ્વ :- અ , ઇ ,ઉ , ઋ
(2) દીર્ઘ :- આ ,ઈ ,ઊ , એ , ઐ , ઓ , ઔ
નોંધ = ' અ: ' અને ' અં ' એ સ્વર નથી.
=> વ્યંજન :-
=> ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત ઠ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ સ હ ળ
=> જે ધ્વનિના ઉચ્ચારણ માટે 'સ્વર' ની જરુર પડે છે તેવા ધ્વનિને વ્યંજન કહેવામાં આવે છે.
=> વ્યંજનના મુખ્યત્વે બે(2) પ્રકાર પડે છે.
(1) વર્ગીય વ્યંજન => સ્પર્શીય વ્યજન => 'ક' થી 'મ' સુધીના વ્યંજન
(2) અવર્ગીય વ્યંજન => અસ્પર્શીય વ્યંજન => 'મ' પછીના વ્યંજન
=> વર્ગીય વ્યંજનોને તેના ઉચ્ચાર સ્થાનના આધારે પાંચ(5) વર્ગોમાં વહેંચી શકાય છે.
=> અવર્ગીય વ્યંજનોને ઉચ્ચાર સ્થાનના આધારે વહેંચી શકાતા નથી.
=> સ્પર્શની દ્રષ્ટિએ વાત કરીએ તો બે(2) પ્રકારે વહેંચી શકાય :
(1) સ્પર્શ :- બધા જ વ્યંજનો
(2) અસ્પર્શ :- બધા જ સ્વરો
=> વર્ગીય વ્યંજન નો કોષ્ઠક : - (કોષ્ટક જોવા માટે મોબાઈલ આડો કરવો)
કંઠ્ય પ્રકાર ક વર્ગ ક-ખ-ગ-ઘ-ઙ કંઠમાંથી [ઉચ્ચારણ સ્થાન]
તાલવ્ય '' ચ " ચ-છ-જ-ઝ-ઞ જીભના તાળવે
મૂર્ધન્ય " ટ " ટ-ઠ-ડ-ઢ-ણ જીભ મૂર્ધાને સ્પર્શે
દંત્ય " ત " ત-થ-દ-ધ-ન જીભ દાંતને સ્પર્શે
ઓષ્ઠ્ય " પ " પ-ફ-બ-ભ-મ બન્ને હોઠ ભેગા થાય છે
=> વર્ગીય વ્યંજન નો કોષ્ટક 2:- (કોષ્ટક જોવા માટે મોબાઈલ આડો કરવો)
અઘોષ (13) ઘોષ (21)
અલ્પ મહા અલ્પ મહા વર્ગીય અનુ નાસિક ઉષ્માક્ષર અંતસ્થ વર્ણ/અર્ધસ્વર
ક ખ ગ ઘ ઙ
ચ છ જ ઝ ઞ શ ય
ટ ઠ ડ ઢ ણ ષ ર
ત થ દ ધ ન સ લ
પ ફ બ ભ મ વ
=> પ્રકંપી વ્યંજન :- કંપન થાય
=> ' ર '
=> સ્ફોટક વ્યંજન ;-
=> ક , ગ , ટ , ઠ , ડ , ત , થ , દ , પ , બ , ભ
=> થડકારવાળો ધ્વનિ '-
=> ' ળ '
=> પાર્શ્વિક વ્યંજન ;-
=> ' લ '