Articles
અંગ્રેજી ભાષામાં 26 અક્ષરો (વર્ણો) છે. જેમાં a, e, i, o, u પાંચ સ્વર(Vowels) છે. બાકીના 21 વ્યંજન(Consonants) છે. અંગ્રેજી ભાષામાં ત્રણ આર્ટિકલ છે : a, an, અને The.
સ્વર (Vowel) 11(13) ગુજરાતી અને English 5 (a,e,i,o,u)
વ્યંજન(consonant) 34 ગુજરાતી અને English 21
કુલ વર્ણો (letters) 45 ગુજરાતી અને English 26
Howmany letters are there in English alphabets? - 26
Howmany vowels are there in English alphabets? - 5
Howmany consonants are there in English alphabets? - 21
Howmany sounds are there in English? - 44
Vowel sounds - 20
Consonant sounds - 24
અર્ટિકલ ક્યાં વપરાય ?
નામની આગળ
વિશેષણ સાથે (જ્યારે સમગ્ર વર્ગ માટે વપરાય ત્યારે જ)
વિશેષણ કે ક્રિયાવિશેષણની સાપેક્ષ તુલનાવાળાં વાક્યમાં (Double Comparisonનાં વાક્યમાં)
Ex.
I have a black car. (car - નામ)
My brother can drive a bus (bus - નામ)
The blind are great musicians. (blind - વિશેષણ)
We should help the needy. (needy - વિશેષણ)
The more you know, the more you realize. (સાપેક્ષ તુલના)
આર્ટિકલ ક્યાં ન વપરાય ?
Proper noun
Abstract noun
Material noun
Plural noun
Uncountable noun
Adjective
Adverb
verb
Food items or food time
Possessive pronoun :- Ex.- his, her, my, your, their, our, its અને કોઈ વ્યક્તિના નામ 's જેમ કે Teena's (સંબંધક વિભક્તિ પછી ક્યારેય આર્ટિકલ વપરાતો નથી.)
Each, Every, Either, Neither, This, That, These, Those, The same, The other.
by Vehicle
Man અને woman જેવા જાતિવાચક નામ (બહોળા અર્થમાં)
ક્રિયાપદ પછી તરત કોઈ સ્થળ વપરાય.
સગપણ કે સંબંધીના નામ સાથે.
Ex.
I met a doctor whose name was No Article Jignesh. (Proper noun)
King Bharat had No Article courage. (Abstract noun)
My grandmother had brought No Article millet(બાજરી) from there (Material noun)
We saw No Article children. They were playing outside the gate. (Plural noun)
No Article Honesty is the best policy. (Uncountable noun)
Mahesh Ahjoliya is No Article honest. (Adjective)
They behaved dishonestly but we acted No Article honestly. (Adverb)
Kandarp Vadia has No Article performed his role perfectly. (Verb)
Jesus Christ had taken No Article lunch on the last day. (Food time)
Kohli is my No Article most favourite player. (Possessive pronoun)
Each No Article student has a car. (Each)
They travelled by No Article car. ( by vehicle)
No Article man is mortal. (બહોળા અર્થમાં)
I visited No Article church yesterday. (ક્રિયાપદ પછી સ્થળ)
No Article Mother has cooked Halwa. (સંબંધ)
રાત્રી - દિવસનો સમય, સમાંતર રચના સાથે આર્ટિકલ વપરાતા નથી.
at dawn(ઉષા)
at dust(સંધ્યા)
at sunrise
at sunset
step by step
day by day
face to face
Lunch, Breakfast, Dinner, અને Supper સાથે આર્ટિકલ વપરાતો નથી - પરંતુ જો તેની આગળ વિશેષણ હોય તો a/an અને વિશેષણરુપ ઉપવાક્ય હોય તો the વપરાય.
What time do you prefer dinner daily? - No Article
Miss Krishna had a late Lunch today. - Article - a
The dinner we had at Orange hotel was nice. - Article - the
ઋતુઓના નામ સાથે આર્ટિકલ વપરાતો નથી પણ rainy season માં the rainy season લખાય છે.
કોઈપણ Proper Noun ની આગળ સામાન્ય રીતે કોઈ આર્ટિકલ ન મૂકાય. જેમ કે
નામ
ગામ
રાજ્ય
શહેર
જિલ્લો
દેશ
રમત - ગમતના નામ
રોગના નામ
દિવસ કે મહિનાના નામ વગેરે
Ex.
Narendra modi is the Prime Minister of India.
Kavita reads the book which I have given her.
India is my country.
I live in Lakhtar.
He is from Pakistan.
We live in Gujarat.
English is my favourite subject.
They speak Punjabi at home.
We do not speak Urdu.
The English speak English.
Proper noun નો ઉપયોગ જ્યારે common noun તરીકે થાય ત્યારે તેની સાથે આર્ટિકલ વપરાય છે.
Ex.
You are a second Kohli. (એટલે કોહલી જેવો)
A Daniel come to judgement. (A Daniel એટલે wise man)
A phunsuk Wangadu is suspected by the police. (ફુનસૂક વાંગડું નામનો કોઈ વ્યક્તિ)
Samudra Gupt is known as the Nepoleon of India. (નેપોલિયન જેટલો મહાન)
He is a Kalidas. (કાલીદાસ જેવો)
રોગોના નામ સાથે આર્ટિકલ વપરાતા નથી પરંતુ નીચેના રોગોના નામ સાથે the વાપરવું.
the plague
the flu
the measles
the mumps
પદાર્થવાચક કે ભાવવાચક નામો (એટલે કે ગણી ન શકાય તેવાં નામો) ની આગળ સામાન્ય રીતે કોઈ આર્ટિકલ મૂકાતો નથી.
Ex.
Sugar is bad for your teeth.
Gold is precious metal.
Wisdom is the gift of heaven.
Honesty is the best policy.
Virtue is own reward.
Petrol is made of mineral oil.
કોઈ ભાવવાચક નામનો ઉલ્લેખ વિશેષણ, વિશેષણરુપ શબ્દસમૂહ કે વિશેષણરુપ ઉપવાક્ય સાથે થાય ત્યારે તેની સાથે આર્ટિકલ વપરાય છે,
Ex.
The wisdom of Birbal is famous.
He showed a courage worthy of an older man.
I can not forget the kindness with which she treated me.
ક્રિયાપદનો ઉપયોગ નામ (ભાવવાચક) તરીકે થાય ત્યારે તેની સાથે આર્ટિકલ વપરાય છે
a bath
for a walk
have a look
to light a fire
have a drink
in a hurry
with a view to
make a fortune
tell a lie
પરંતુ પદાર્થવાચક કે ભાવવાચક નામનો કોઈ ચોક્કસ અર્થમાં ઉપયોગ થયેલો હોય તો તેની આગળ આર્ટિકલ 'the' મૂકાય છે.
Ex.
Would you pass me the sugar? (the sugar on the table)
The wisdom of Birbal is great.
I can't forget the kindness with which sudha Murthy treated me.
નોંધ:- Punjab એ પ્રાંત પણ છે અને રાજ્યનું નામ પણ છે માટે પ્રાંતના અર્થમાં હોય તો તેની આગળ આર્ટિકલ 'The' લાગે અને રાજ્યના અર્થમાં હોય તો તેની આગળ આર્ટિકલ ન લાગે.
ગણી શકાય તેવાં બહુવચનનાં નામો જ્યારે સામાન્ય અર્થમાં વપરાય ત્યારે તેની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી.
Ex.
Children like chocolates.
Computers are used in many offices.
Animals are our friends.
Birds are flying in the sky.
પરંતુ બહુવચનનાં નામો જો કોઈ ચોક્કસ અર્થમાં વપરાયેલાં હોય તો તેની આગળ આર્ટિકલ 'The' મૂકાય છે.
Ex.
Where are the children? (Our children)
The books I bought yesterday are so useful.
સગપણ કે સંબંધીના નામ આગળ કોઈ આર્ટિકલ ના મૂકાય.
Ex.
Father has returned home.
Aunt wants you to see her.
Grand mother is ill now.
Mother advised her to do so.
Article આર્ટિકલ - A
આર્ટિકલ બે પ્રકારના છે :
નિશ્ચિત આર્ટિકલ (Definite Article) - The
અનિશ્ચિત આર્ટિકલ (Indefinite Articles) - A, An
અનિશ્ચિત આર્ટિકલ (Indefinite Articles) :
A અને An એ બે અનિશ્ચિત આર્ટિકલ છે. A અને An દ્વારા કોઈ એક અનિશ્ચિત વસ્તુ કે વ્યક્તિનું સૂચન થાય છે.
Ex.
I have a pen. (કોઈપણ પેન)
She has an umbrella. (કોઈપણ છત્રી)
A અને An સામાન્ય રીતે માત્ર ગણી શકાય તેવાં એકવચનનાં અનિશ્ચિત નામની આગળ જ મૂકાય છે.
A અને An નો શાબ્દિક અર્થ કોઈ એક એવો થાય છે.
નિયમ - 1 : એકવચનના ગણી શકાય તેવા અનિશ્ચિત નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેવા નામની આગળ આર્ટિકલ A મૂકાય છે.
Ex.
He is a doctor.
She has a car.
We bought a new cycle.
નોંધ :- બહુવચનનાં નામની આગળ ક્યારેય પણ આર્ટિકલ A મૂકાતો નથી.
Ex.
A boy - boys.
a mango - mangoes.
નિયમ - 2 : જો કોઈ પણ શબ્દ (spelling) સ્વરથી શરુ થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય તો તેવા નામની આગળ આર્ટિકલ A મૂકાય.
Ex.
I have a uniform.
This is a university.
Joseph is a European.
નિયમ - 3 : જો કોઈ જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય અને વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો 'A' મૂકાય.
Ex.
Dharma is a brilliant student.
Vikas is a sincere boy.
Hardi is a clever girl.
You are a regular student.
જો કોઈ ઉદ્દગાર વાક્ય હોય અને તેમાં પણ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ થયો હોય તો તેની આગળ પણ Article 'A' મૂકાય.
Ex.
What a beautiful flower it is!
What a clever girl she is!
નિયમ - 5 : જો કોઈ qualification આપવામાં આવે તો તે ટૂંકમાં આપવામાં આવે કે વિસ્તૃત, તેના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ મૂકવો.
Ex.
a B.A.M.S
an M.A.
a B.D.S
a B.A
An M.B.B.S.
a Secondary school certificate
a Bachelor of Arts
an H.S.C.
an S.S.C.
નિયમ - 6 : કોઈપણ વ્યક્તિના વ્યવસાયનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ પણ આર્ટિકલ 'A' મૂકાય.
Ex.
Rameshbhai is a doctor.
Kanubhai is a teacher.
She is a nurse.
Chetan Patel is a Senior Superintendant.
નિયમ - 7 : જે સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યાના નામની આગળ પણ આર્ટિકલ ' A' મૂકાય. અહીં તેના પછી નામ આપેલું હોવું જોઈએ.
Ex.
I have a hundred rupee note.
They purchased a four storeyed building.
I bought a dozen of bananas.
He is a one - eyed man.
નિયમ - 8 : કોઈ પણ વસ્તુની કિંમત, ઝડપ, માપ દર્શાવવા પણ આર્ટિકલ 'A' વપરાય છે.
Ex.
Twelve inches make a foot.
Twice a week.
Take this medicine thrice in a day.
He has been appointed as a captain for a year.
It costs a hundred rupees per piece.
Such પછી જો ગણી શકાય તેવું એકવચનનું નામ આવે તો A કે An આવે.
Ex.
I bought such a car as you have.
He walked in such a way that he could catch the train.
Article આર્ટિકલ - An
આર્ટિકલ An ના ઉપયોગ માટેના નિયમો નીચે મુજબ છે.
નિયમ - 1 : જો એકવચનનાં ગણી શકાય તેવાં અનિશ્ચિત નામનો ઉચ્ચાર સ્વરથી શરુ થાય તો તેની સાથે આર્ટિકલ 'an' વપરાય.
Ex.
Radha eats an apple daily.
Dineshbhai is an engineer.
Raj is an American.
She has an umbrella.
નિયમ - 2 : કોઈ પણ શબ્દ (spelling) ની શરુઆત વ્યંજનથી થાય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેવા શબ્દની આગળ આર્ટિકલ 'An' મૂકાય છે. આર્ટિકલ માટે ઉચ્ચારણ જ અગત્યનું છે.
Ex.
Kamini is an honest girl. (ઓનેસ્ટ)
She has been reading since an hour. (અવર)
He is an honourable person. (ઓનરેબલ પર્સન)
નિયમ - 3 : કોઈ પણ અભ્યાસની પદવી કે અન્ય કોઈ ટૂંકાક્ષરી નામ જેમાં પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી થાય તો તેની આગળ આર્ટિકલ 'An' મૂકાય છે.
Ex.
Mahesh Rathva is an M.A.
Misri is an L.L.B. student.
He is working hard for an S.S.C.exam.
Nisarg studies in an H.S.C.
I went there by an S.T.bus.
પરંતુ જો ઉપરોક્ત ટૂંકાક્ષરો (short forms) તેના મૂળ શબ્દ સ્વરુપે હોય તો તેનો ઉચ્ચાર પ્રમાણે Article મૂકાય છે.
Ex.
I travelled by a State Transport Bus.
She is a Master of Arts.
નિયમ - 4 : પ્રજા/જનતા/લોકો સાથે The (બહુવચન હોય ત્યારે) અને જો પ્રતિનિધિ એટલે કે કોઈ એક વ્યક્તિની વાત હોય તો ઉચ્ચાર મુજબ 'a - an' વપરાય.
Ex.
I am an Indian citizen.
Soniya is an Italian candidate.
Obama is an American citizen.
Benneto Musolini was an Italian politician.
Such પછી જો ગણી શકાય તેવું એકવચનનું નામ આવે તો A કે An આવે.
Ex.
I bought such a car as you have.
He walked in such a way that he could catch the train.
Select such an intelligent student as you like.
નિશ્ચિત આર્ટિકલ ( Definite Article) - The
The : નિશ્ચિત (Definite) આર્ટિકલ કહેવાય છે, કારણ કે તે 'અમુક ચોક્કસ' વ્યક્તિ, સ્થળ કે વસ્તુ એવો અર્થ દર્શાવે છે.
નિયમ - 1 : જે વસ્તુનો પહેલા અનિશ્ચિત વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય અને તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કરીએ ત્યારે તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે. તેથી તેની આગળ 'the' આર્ટિકલ મૂકાય છે.
Ex.
I saw a bird. The bird was green.
There is a cow. The cow is black.
That is an elephant. The elephant is fat.
This is a pen. The pen is red.
નિયમ - 2 : જાતિવાચક નામ કે વિશેષણનો ઉપયોગ સમગ્ર વર્ગ માટે થાય ત્યારે તેની આગળ 'the' મૂકાય છે.
Ex.
The cow is a useful animal.
The rose is a symbol of love.
The dog is a faithful animal.
નિયમ - 3 : કેટલાક ચોક્કસ નામ જેમ કે સમુદ્રો અને મહાસાગરો, ખાડી, નદીઓ, કેનાલ, રણ, પર્વતોની હારમાળા, ટાપુઓ, અખાત વગેરેના નામની આગળ આર્ટિકલ 'The' મૂકાય છે.
Ex.
The Ganga is a holy river of India.
The Arabian sea is too deep.
The Persian gulf is quite away.
The Thar desert lies in India.
The Himalayas is the largest mountain range of the world.
નિયમ - 4 : પવિત્ર ગ્રંથો અને ચોક્કસ પુસ્તકોના નામની આગળ પણ આર્ટિકલ 'The' મોકાય છે.
Ex.
The Vedas.
The Puranas.
The Ramayana.
The Geeta.
The Bible.
પરંતુ જો કોઈ ગ્રંથ કે પુસ્તકના નામની આગળ તેના લેખક કે કવિનું નામ હોય અને તેના પછી અપૉસ્ટ્ફી(') હોય તો તે ગ્રંથ કે પુસ્તકના નામની આગળ કોઈ આર્ટિકલ મૂકાતો નથી.
Ex.
I read keat's No Article Isabella.
Have you read Valmiki's No Article Ramayana?
નિયમ - 5 : કોઈ પણ સનાતન (permenent) વસ્તુ અને પ્રખ્યાત ઈમારતો દર્શાવવા માટે આર્ટિકલ the મૂકાય છે.
Ex.
The sun sets in the west.
The earth moves round the sun.
The world of entertainment is glamorous.
The Taj Mahal was built by Shahjahan.
નિયમ - 6 : વિશેષણ કે ક્રિયાવિશેષણ Superlative degree (શ્રેષ્ઠતા વાચક) નું હોય અને તેના પછી નામ હોય તો તેની આગળ આર્ટિકલ the મૂકાય છે.
Ex.
This is the best book of English grammar.
Roma is the cleverest girl in the class.
Peacock is the most beautiful bird.
Dhara is the tallest girl in the class.
નોંધ : જો Superlative degree (શ્રેષ્ઠતાવાચક) ના શબ્દ કે વિશેષણના રુપની આગળ માલિકી દર્શક શબ્દ (my, your, its, our, his, her, their, whose, Name's (Hardi's), Whose વગેરે હોય તો તેની આગળ કોઈ આર્ટિકલ મૂકાતો નથી.
Ex.
Modi is my No Article most favourite leader.
Kanubhai is their No Artlicle most faithful teacher.
Trees are our No Article best friends.
This is Hardi's No Article bag.
નિયમ - 7 : દિશાઓનાં નામની આગળ તથા ક્રમવાચક (ordinal) સંખ્યાઓની આગળ પણ આર્ટિકલ the મૂકાય છે.
Ex.
The sun rises in the East.
He was the first man to arrive.
The ninth chapter of the book is very interesting.
The north Gujarat University is known for its structure.
નિયમ - 8 : કોઈ પણ જાતિઓ, પ્રજાતિઓના બહુવચન નામની આગળ આર્ટિકલ the મૂકાય છે.
Ex.
We the Indians are frank.
The Japanese are clever.
The English (અંગ્રેજો) spreak English.
The Germans lost the second war.
The Patels are famous in India.
The Hindus believe in Karm.
નિયમ - 9 : કોઈ પણ નિશ્ચિત શબ્દ કે વસ્તુના નામની આગળ પણ આર્ટિકલ the મૂકાય છે.
Ex.
The lady wearing blue saree is Dipali.
This is the boy who got a medal.
Where is the book which I gave you?
The girl in red dress is my sister.
The boy with a bag is my so - Dharma Patel.
નિયમ - 10 : રાજ્યોના સ્વતંત્ર એકમો મળીને દેશ બને ત્યારે તે દેશના ટૂંકાક્ષરી નામ કે પૂર્ણનામ બંનેની આગળ આર્ટિકલ the મૂકવો.
Ex.
The U.S.S.R. was a big country.
The U.S.A. is the most powerful country.
England is a part of the U.K.
The U.A.E. is a leading country.
જો કોઈ સંસ્થાનું નામ ટૂંકાક્ષરી કે પૂર્ણરુપમાં વપરાય તો તેની સાથે પણ the વપરાય.
Ex.
The UNICEF work for the welfare of children.
નિયમ - 11 : સાપેક્ષ તુલના (Double Comparison) માં બંને અધિકતાવાચક રુપની આગળ the મૂકાય છે.
Ex.
The more you read, the more marks you will get.
The faster I walked, the earlier I reached.
The more he earns, the more he spends.
નિયમ - 12 : ટ્રેનનું નામ, જહાજનું નામ, ટાપુનું નામ, વર્તમાનપત્ર/સામયિકના નામ સાથે the વપરાય.
Ex.
The Vivek express.
The Titanic.
The INS Vikramaditya.
The Times of India.
The Safari.
The Navneet Samarpan.
The Parab.
The shabdshrushti.
નિયમ - 13 : મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, પ્રાંત અને પ્રજાના નામ સાથે ' the ' વપરાય.
Ex.
The piano.
The flute.
The Punjab.
The Saurashtra.
The Japanese.
The Indians.
નિયમ - 14 : વ્યક્તિવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થાય ત્યારે તેની સાથે the વપરાય. અહીં મોટેભાગે બે વ્યક્તિવાચક નામોની તુલના કરવામાં આવી હોય છે.
Ex.
Kalidas is the shakespeare of India.
Kohli is the Tendulkar of present cricket team.
Akshay kumar is the Amitabh of present era.
Ahmedabad is considered as the Manchester of India.
નિયમ - 5 : All, Both અને Half પછી સામાન્ય રીતે ' the ' વપરાય.
Ex.
All the players play well.
Both the brotheres are intelligent.
Half the tickets are sold.
All the teachers taught online.
Historical Events (ઐતિહાસિક ક્રાતિ કે ઘટનાઓ) નામો ની આગળ the આવે.
Ex.
The French Revolution.
The Industrial Revolution.
Political Parties (રાજકીય પક્ષો) ના નામો ની આગળ the આવે.
Ex.
The B.J.P.
The Congress.
The Shivsena.
The B.S.P.
The Whig.
Organizations of UNO (યુનોની સંસ્થાઓ) નામો ની આગળ The આવે.
Ex.
The Security Council.
The International Monetary Fund.
The World Health Organization.
Religious Groups (ધાર્મિક સમુદાયો) ના નામોની આગળ the આવે.
Ex.
The Hindus.
The Christians.
Nationalities (રાષ્ટ્રીયતા) (બહુવચન) નામો ની આગળ the આવે.
Ex.
The Indians.
The Russians.
Branches of Government (સરકારી વિભાગો કે શાખાઓ) ના નામો ની આગળ the આવે.
Ex.
The Judiciary.
The Legislative.
The Executive.
Designation of Persons (વ્યક્તિના હોદ્દાઓ) ની આગળ the આવે.
Ex. (જે તે હોદ્દો એકલ (Unique) હોવો જોઈએ.)
The Chairman.
The Director.