Sentences and phrases (વાક્યો - શબ્દસમૂહો)
વાક્યમાં એક કર્તા(Subject) અને વિધેય (Predicate - ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો) હોય છે. જે કર્તા વિશેની પૂરેપૂરી સમજ આપે છે.
શબ્દસમૂહ (Phrase) માં બધા શબ્દો થોડીક સમજ આપે છે પણ વાક્ય જેટલી નહી. શબ્દસમૂહમાં કોઈપદ હોય પણ ખરું અને ન પણ હોય. Ex. in the class, during the vacation, in the beginning etc.
Subject and Predicate (કર્તા અને વિધેય)
દરેક વાક્ય બે ભાગમાં વહેંચાયેલું હોય છે. કર્તા અને વિધેય.
Jignesh (કર્તા) is a hardworking boy.(વિધેય)
The rich(કર્તા) are not happy.(વિધેય)
The lion(કર્તા) does not eat grass.(વિધેય)
Subject (કર્તા) :- વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરે છે. તે ક્રિયાનો કર્તા હોવાથી તેને Subject કહેવાય છે.
Predicate (વિધેય) :- કર્તાની માહિતી આપે છે.
દાત. Jignesh એ Subject છે અને is a hardworking boy એ Predicate છે.
Types of Sentences (વાક્યોના પ્રકારો)
વાક્યો ચાર પ્રકારના હોય છે.
Assertive or Declarative Sentences - વિધાન વાક્યો
Interrogative Sentences - પ્રશ્નાર્થ વાક્યો
Imperative Sentences - આજ્ઞાર્થ વાક્યો
Exclamatory Sentences - ઉદ્દગાર વાક્યો
નોંધ : Affirmative (હકાર/વિધિ વાક્ય) અને Negative (નકાર/નિષેધ/નિધિ વાક્ય) એ આ ચારેય વાક્યના પેટા પ્રકારમાં આવે.
Assertive or Declarative Sentences - વિધાન વાક્યો :
જે વાક્યમાં જે તે સમય અનુસાર કશાક વિશે કોઈ વિધાન કરવામાં આવ્યું હોય તેવાં વાક્યને Assertive કે Declarative Sentence કહેવાય છે.
આવા વાક્યોની શરુઆત કોઈ નામ કે સર્વનામથી અથવા ક્રિયાપદ સિવાયના અન્ય કોઈ શબ્દથી થાય છે અને અંતે પૂર્ણવિરામ હોય છે.
આવા વાક્યો હકાર કે નકાર બન્ને પ્રકારના હોય છે.
કહાર વિધાન વાક્યને Affirmative Sentence (વિધિ વાક્ય) અને નકાર વિધાન વાક્યને Negative Sentence (નિષેધ વાક્ય) કહેવાય છે.
We enjoyed travelling. (Affirmative)
She can not understand English. (Negative)
We should not insult our elders. (Negative)
They live in 3BHK flat. (Affirmative)
Interrogative Sentences - પ્રશ્નાર્થ વાક્યો :
જે વાક્યમાં કઈક માહિતી મેળવવા પ્રશ્ન પૂછવામાં આવે તેવા વાક્યને Interrogative Sentence (પ્રશ્નાર્થ વાક્ય) કહેવામાં આવે છે.
આવા પ્રશ્નાર્થ વાક્યોની શરુઆત How કે Wh - words (what, which, who, whom, whose, why, where, when, how, howmany, howmuch) કે Auxiliary Verb - સહાયકારી ક્રિયાપદથી થાય છે. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે.
Why was she absent in the meeting?
Where did you go yesterday?
Does he live in this town?
Whom will you help?
Imperative Sentences - આજ્ઞાર્થ વાક્યો :
જે વાક્ય સામેની વ્યક્તિને કઈક કરવા જે કઈક નહી કરવા વિનંતી, સલાહ, સૂચન આપતું હોય તેવા વાક્યને Imperative sentence (આજ્ઞાર્થ વાક્ય) કહેવાય છે. આવા વાક્યની શરુઆતમાં ક્યારેક Please કે Kindly જેવા શબ્દો વપરાય છે.
આવા વાક્યની શરુઆત ક્રિયાપદનાં મૂળરુપ (V1) કે Do not થી થાય છે. વાક્યના અંતે પૂર્ણવિરામ હોય છે.
આજ્ઞાર્થ વાક્યોમાં કર્તા આપેલ હોતો નથી. You ને આજ્ઞાર્થ વાક્યનો કર્તા સમજવામાં આવે છે.
Don't make a noise.
Come here and sit down.
Please, help me finish the work.
Let them play chess.
Let's learn English. (આવા વાક્યમાં you ની સાથે બોલનાર I/we નો સમાવેશ પણ કર્તામાં થયેલો ગણાય.)
Exclamatory Sentences - ઉદ્દગાર વાક્યો :
જે વાક્ય અચાનક અનુભવાયેલી કોઈ લાગણી કે ઈચ્છા વ્યક્ત કરતું હોય તેને Exclamatory Sentence કહેવાય છે.
આવા વાક્યો સામાન્ય રીતે How કે What થી શરુ થતાં હોય છે. અમૂક વાક્યો May થી પણ શરુ થતાં હોય છે. વાક્યને અંતે ઉદ્દગાર ચિહ્ન મૂકાય છે. અમૂક વાક્યોની શરુઆતમાં Oh - Ah, Wow, Hurrah, Bravo, Hurray, Alas જેવા ઉદ્દગારસૂચક શબ્દો સાથે ઉદ્દગાર ચિહ્ન આવે છે.
How beautiful she looks!
What a lazy boy Vijay is!
Alas! His father is no more.
May you be happy!
Hurrah! We have won the final match.