👉 Gujarati grammar ALL TOPIC click here
ઉભયાન્વયી અવ્યય પણ કહેવામાં આવે છે.
ઉભય(બૈ) + અન્વય(જોડવું)
બે શબ્દો , બે શબ્દ સમુહ , કે બે વાક્યને જોડવાનું કામ કરે છે તેને.
સમુચ્ચયવાચક સંયોજક :-
પહેલા વાક્યની હકીકતની સાથે બીજા વાક્યની હકીકતનું જોડાણ
પ્રત્યય :- અને , ને , તથા , તેમજ
ઉદા.
હું પણ આવું ને તુ પણ આવ.
રામ સીતા અને લક્ષમણ વનમાં ગયાં.
વિકલ્પવાચક સંયોજક :-
પ્રત્યય :- અથવા , કે , યા , વા , કાંતો , કિંવા
ઉદા.
સુખ કે દુ:ખની પરવા ન કરો.
ચાહો યા તિરસ્કારો
વિરોધવાચક સંયોજક :-
પ્રત્યય :- પણ , છતાં , છતાં પણ , જો કે , તો પણ , પરંતું , બી , તોય.
ઉદા.
ગઢ જિત્યો પણ સિંહ ગયો.
મહેનત કરી પણ પાસ ન થયો.
પરિણામવાચક સંયોજક :-
પ્રત્યય :- તેથી , એટલે , માટે
ઉદા.
તાવ આવ્યો એટલે હું ન આવી શક્યો.
પર્યાયવાચક સંયોજક :-
પ્રત્યય:- અર્થાત , એટલે , એટલે કે ,
ઉદા.
ગિલો એટલે છકડો.
કારણવાચક સંયોજક :-
પ્રત્યય :- કેમકે , કારણકે ,
ઉદા.
તે મૃત્યુ પામ્યો કેમકે તેને કેન્સરનો રોગ હતો.
શરતવાચક સંયોજક :- (સહ સંબંધ)
પ્રત્યય :- જો-તો , તો
ઉદા.
જો તમે ગાશો તો હું ગાઈશ.
અનુમાનવાચક સંયોજક :-
પ્રત્યય :- તેથી , એટલે , માટે , એથી
ઉદા.
વરસાદ પડ્યો હશે માટે રસ્તા ભીનાં છે.
દ્રષ્ટાંતવાચક સંયોજક :-
પ્રત્યય :- જેમ કે
ઉદા.
અભિમાન વિનાશને નોતરે છે જેમ કે રાવણ.
તેઓનો પ્રેમ સાચો છે જેમ કે હીર-રાંજના.
અવતરણવાચક સંયોજક :-
પ્રત્યય :- કે
ઉદા.
બાઈબલમાં લખ્યું છે કે " તુ તારા પડોશીને પ્રેમ કર ".
બુધ્ધે ઉપદેશ આપ્યો છે કે " અહિંસાનું પાલન કરો ".