સંજ્ઞા ((નામ) 


=> ભાષાના જે શબ્દો દ્વારા વ્યક્તિ , વસ્તુ , ક્રિયા , સ્થળ વગેરેનો નિર્દેશ કરવામાં આવે છે તે શબ્દોને સંજ્ઞા કહેવાય. 



=>    કુલ પાંચ(5) પ્રકાર :-



1. વ્યક્તિવાચક સંજ્ઞા :- 

‌‌‌

=> કોઈ ચોક્કસ વસ્તુ , વ્યક્તિ , પ્રાણી , સ્થળ વગેરેનું સુચન કરવા માટે આપેલ વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. 

=> દા.ત. હિમાલય , વડોદરા , નર્મદા , ગિરનાર , જીગો , ગુજરાત , ભારત , પૃથ્વી , રામ , રામાયણ , વડ , કારતક , સહસ્ત્રલીંગ તળાવ , ચંદ્ર , વગેરે ...  



2. જાતિવાચક સંજ્ઞા :- 


=> જે શબ્દો દ્વારા સમાન જાતિ કે વર્ગનું સુચન કરવામાં આવે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. 

=> દા.ત. પુરુષ , સ્ત્રી , જિલ્લો , રાજ્ય , દેશ , પર્વત , નદી , વૃક્ષ , પ્રાણી , તળાવ , ફુલ , મુખ્યમંત્રી , પોપટ , કાગડો , વગેરે ...  



3. સમુહવાચક સંજ્ઞા :-  


=> વ્યક્તિ , પ્રાણી , કે પદાર્થના સમુહનું સુચન કરવા વપરાય છે. 

=> મંડળ , ઢગલો , સૈન્ય , મેળો , લૂમ , કાફલો , સરઘસ , ટુકડી , ટોળું , ધણ , ખાંડુ(પાડાઓનો સમુહ) , ભેંસ , વગેરે ... 



4. ભાવવાચક સંજ્ઞા :- 


=> જેને જોઈ શકાય પણ સ્પર્શી ન શકાય / ભાવ , લાગણી ,... 

=> પ્રેમ , વિચાર , ઠંડી , ગરમી , આળશ , રાત-દિવસ , સુખ-દુ:ખ , શોખ , વિનય , ઠપકો , વગેરે... 



5. દ્રવ્યવાચક સંજ્ઞા :- 


=> દ્રવ્ય , ધાતુ , ખાદ્યપદાર્થ ‌‌- વજન કરી શકાય. 

=> ઘઉં , દાળ , રુ , મગ , તાંબુ , માટી , સોનું , કાપડ , વગેરે... 




=> વિકારી સંજ્ઞા     :- લિંગ પ્રમાણે ફેરફાર થાય તેને. 

=> અવિકારી સંજ્ઞા :-  લિંગ પ્રમાણે ફેરફાર ન થાય તેને.