છંદ
👉 Gujarati grammar ALL TOPIC click here
છંદ માટે સંસ્કૃતમાં " વૃત " શબ્દ વપરાય છે જેનો મતલબ ' ફરી ફરીને આવેલું ' એવો થાય છે.
લઘુ અક્ષર (U) :- હસ્વ અક્ષર => ક=અ , કુ=ઉ , કિ=ઇ , કૃ=ઋ => એક (1) માત્રા હોય
ગુરુ અક્ષર (-) :- દીર્ઘ અક્ષર => કા=આ , કૂ=ઊ , કી=ઈ , કો=ઓ => બે (2) માત્રા હોય
નિયમ -1 :- અનુસ્વાર (ં)
જો અનુસ્વાર તિવ્ર અસર દર્શાવતો હોય તો તે અક્ષર લઘુ હોય તો તેને ગુરુ ગણવો.
- - - -
દા.ત. પંખી , ગંગા
નિયમ - 2 :- વિસર્ગ (:)
વિસર્ગની અસર વર્તતાતી હોય તો તેની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ ગણાય.
- - UUU
દા.ત. અંત: કરણ
નિયમ -3 :- જોડાક્ષર (સયુક્ત)
જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ ગણવો.
- - - -
દા.ત. પસ્તાવો , ગળ્યું , સંયુક્ત , સત્ય
નિયમ - 4 :- અંતિમ અક્ષર
પંક્તિનો અંતિમ અક્ષર લઘુ હોય તો ગુરુ ગણવો.
ગણ રચના :-
ય = યમાતા = U - -
મા = માતારા = - - -
તા = તારાજ = - - U
રા = રાજભા = - U -
જ = જભાન = U - U
ભા = ભાનસ = - U U
ન = નસલ = U U U
સ = સલગા = U U -
લ = લ = U
ગા = ગા = -
- - U - - UU - U - -
સંસારને સાગરને કિનારે - ત ત જ ગા ગા - ઈન્દ્રવ્રજા
યતિ :-
યતિ એટલે વિરામ સ્થાન.
કડી/શ્લોક :-
ચાર ચરણ ભેગા મળીને કડી કે શ્લોક બનાવે છે.
આ નિયમનો ભંગ થાય તેને ' શ્લોક ભંગ ' કહેવાય.
ચરણ :-
છંદના પૂરેપૂરા માપ વાળી પંક્તિને / લીટીને ચરણ કહેવાય.
તાલ :-
માત્રામેળ છંદમાં અમુક માત્રા પછી આવતા ભારને તાલ કહે છે.
'' 11 ' અક્ષરના છંદ :-
ઈન્દ્રવ્રજા ;- પ્રથમ અક્ષર ગુરુ
ઉપેન્દ્રવ્રજા :- પ્રથમ અક્ષર લઘુ
ઉપજાતિ :- (ઈન્દ્રવજ્રા+ઉપેન્દ્રવ્રજા)
શાલિની :- પ્રથમ 3 ત્રણ ગુરુ
ઈન્દ્રવ્રજા :- પ્રથમ અક્ષર ગુરુ
ગણ :- ત , ત , જ , ગા , ગા
યતિ :- 5 માં અક્ષરે
- -
ચાલી જરાને ગ્રહી એક શીશી
- -
સંસારના સાગરને કિનારે
ઉપેન્દ્રવ્રજા :- પ્રથમ અક્ષર લઘુ
ગણ :- જ , ત , જ , ગા , ગા
યતિ :- 5 માં અક્ષરે
U - U
સમાન પલ્લા વિધિની તુલના
U - U
સુલોચનાને શિર અંધ સ્વામી
ઉપજાતિ :- (ઈન્દ્રવજ્રા+ઉપેન્દ્રવ્રજા)
પ્રથમ પંક્તિ ઈન્દ્રવ્રજાની હોય તો બીજી પંક્તિ ઉપેન્દ્રવ્રજાની જ હોય
પ્રથમ પંક્તિ ઉપેન્દ્રવ્રજાની હોય તો બીજી પંક્તિ ઈન્દ્રવ્રજાની જ હોય
U - U
ભરો ભરો માનવના ઉરાંતે
- -
એ વાતથી જો ઊપજે અચંબો
શાલિની :- પ્રથમ 3 ત્રણ ગુરુ
ગણ :- મ , ત , ત , ગા , ગા
- - -
આવ્યો આવ્યો એ જ અષાઢ પાછો
'' 12 ' અક્ષરના છંદ :-
દ્રુતવિલંબિત = 1 2 3 - U U U
તોટક = 1 2 3 - U U -
ભુજંગી = 1 2 3 - U - -
વંશસ્થ = ઉપર ત્રણમાં ના હોય તેને વંશસ્થ
દ્રુતવિલંબિત = 1 2 3 - U U U :-
ગણ :- ન , ભ , ભ , ર
UUU
ઉરતરંગ અનેક ઉછાળતી
તોટક = 1 2 3 - U U - :-
ગણ :- સ , સ ,સ ,સ
યતિ :- 3 , 6 , 9 , 12 મા અક્ષરે
UU -
નયનો મૃદુ વત્સલના રડશે
ભુજંગી = 1 2 3 - U - -
ગણ :- ય , ય , ય , ય
U - -
ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો
વંશસ્થ = ઉપર ત્રણમાં ના હોય તેને વંશસ્થ
ગણ :- જ , ત , જ , ર
U - U
વિચારતા નેત્ર જળે ભરાય છે
'' 14 ' અક્ષરના છંદ :- (એક જ છે)
વસંતતિલકા :-
ગણ :- ત , ભ , જ , જ , ગા , ગા
યતિ :- 8 માં અક્ષરે
1 , 2 ,13 , 14 મો અક્ષર ગુરુ (-) હોય તો જ થાય.
- - - -
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
'' 15 ' અક્ષરના છંદ :-
માલિની :- 1 , 2 ,3 = U U U
ગણ :- ન , ન , મ , ય , ય
યતિ :- 8 મા અક્ષરે
UUU
મધુર સમય તેવે ખેતરે શેલડીના
UUU
મૃદુ નયન ફરીથી શાંત મીંચાઈ જાતા
'' 17 ' અક્ષરના છંદ :-
મ શિ હા પૃથ્વી
મ - મદાક્રાન્તા = 1 , 2, 3 = - - -
શિ - શિખરિણી = 4 , 5 , 6 = - - -
હા - હરિણી = 7 , 8 , 9 = - - -
પૃથ્વી - પૃથ્વી = ઉપર મુજબ ના હોય તો પૃથ્વી થાય.
મદાક્રાન્તા = 1 , 2, 3 = - - -
ગણ :- મ , ભ , ન , ત , ત , ગા , ગા
યતિ :- 4 અને 10 અક્ષરે
- - - -
ધીમે ધીમે શિથિલ કરને નેત્રની પાસ રાખી
શિખરિણી = 4 , 5 , 6 = - - -
ગણ :- ય , મ , ન , સ , ભ , લ , ગા
યતિ :- 6 અને 12 મા અક્ષરે
- - -
અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા
હરિણી = 7 , 8 , 9 = - - -
ગણ :- ન , સ , મ , ર , સ , લ , ગા
યતિ :- 6 , 10 માં અક્ષરે
- - -
જગ સકલની ત્રાંબા કૂંડી ભરી તસુયે તસુ
પૃથ્વી = ઉપર મુજબ ના હોય તો પૃથ્વી થાય.
ગણ :- જ , સ , જ , સ , ય , લ , ગા
યતિ :- 8 માં અક્ષરે
U - UUU - U - U UU - U - - U -
ભમો ભરત ખંડમાં સકલ ભોમ ખૂંદી વળી.
શાર્દૂલવિક્રીડીત છંદ :-
અક્ષર :- 19
ગણ :- મ , સ , જ , સ , ત , ત , ગા
યતિ :- 12 માં અક્ષરે
નોંધ :- જો 1 , 2 , 3 = - - - થાય તો જ શાર્દૂલવિક્રીડીત થાય.
- - -
રાજાના દરબારમાં સસિકડી મેં બીન છેડી અને
સ્ત્રગ્ધરા છંદ :-
અક્ષર :- 21
ગણ :- મ , ર , ભ , ન , ય , ય ,ય
યતિ :- 7 અને 14 માં અક્ષરે
નોંધ :- 1 , 2 , 3 , 20 , 21 મો અક્ષર ગુરુ હોય.
- - - - -
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય
- - - - -
રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તો ય પાછું ન આવે
મનહર છંદ :-
અક્ષર :- 31
યતિ :- 8 , 16 , 24 મા અક્ષરે
નોંધ : - પ્રથમ પંક્તિ 16 અક્ષર ની અને બીજી પંક્તિ 15 અક્ષરની
ઊંટ કહે આ સભામાં વાંકાં અંગવાળાં ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.
અનુષ્ટુપ છંદ :-
અક્ષર :- 32
નોંધ :- પ્રથમ પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 16 અક્ષર આવે.
આંઠ આંઠ અક્ષરનાં ચરણ
નોંધ :- 5 , 6 ,7 મો અક્ષર U - - હોય.
સૌંદર્યો વેડફી દેતાં , ના ના સુન્દરતા મળે; સૌંદર્યો પામતાં પેલા સૌંન્દર્ય બનવું પડે.
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી; પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ.
ગુલબંકી છંદ :-
ગમે તેટલા અક્ષર હોય લઘુ ગુરુ / ગુરુ લઘુ હોય તો આ જ આવે.
અક્ષર : - સંખ્યા નિશ્ચિત નથી.
આ છંદનો સૌ પ્રથમ ઉપયોગ બ.ક.ઠાકોર કર્યો હતો.
ગણ :- લઘુ-ગુરુ/ગુરુ-લઘુ રીપીટ થયા કરે.
- U - U - U - U - U - U - U-
આવવું ન આશ્રમે મળે નહીં સ્વતંત્રતા
માત્રામેળ છંદ
લઘુ અક્ષરની ' 1 ' માત્રા
ગુરુ અક્ષરની ' 2 ' માત્રા
ચોપાઈ :-
માત્રા :- 15
ચરણ :- 4 (15 માત્રા , 15 માત્રા , 15 માત્રા , 15 માત્રા)
તાલ :- 4
2 2 2 2 2 2 2 1 2 2 2 2 1 12 2 1
કાળી ધોળી રાતી ગાય , પીએ પાણી ચરવા જાય;
2 1 1 2 2 2 1 1 2 1 2 1 1 2 1 1 2 1 1 2 1
ચાર પગોને આંચળ ચાર , વાછરડા પર હેત અપાર
દોહરો :-
માત્રા :- 24
ચરણ :- 4 (13 માત્રા , 11 માત્રા , 13 માત્રા , 11 માત્રા)
તાલ :- 3: 1 , 5 અને 9 મી માત્રાએ
1 1 2 2 11 2 1 2 1 1 2 1 1 2 2 1
ભણતા પંડિત નીપજે , લખતાંં લહિયો થાય:
2 2 1 1 1 1 2 1 2 2 2 2 1 1 2 1
ઓ ઈશ્વર ભજિયે તને , મોટું છે તુજ નામ.
હરિગીત :-
માત્રા :- 28
ચરણ :- 4
યતિ :- 14 અને 16 મી માત્રાએ
2 2 111 2 2 12 2 2 1 2 2 2 1 2
જ્યાં જ્યાં નજર મારી ઠરે , યાદી ભરી ત્યાં આપની.
1 1 2 1 1 1 2 2 2 2 2 2 1 2 2 2 1 2
તુજ પાંખ ચળકે પર્ણના ઝૂંડો મહી ચક્રો રચી
સવૈયા :-
માત્રા :- 31/32
ચરણ :- 4
યતિ :- 16 મી માત્રા એ
તાલ :- 8: 1 અને 4-4 માત્રાએ
2 1 1 2 2 1 1 22 1 1 2 2 1 2 2 2 2 2 1
દેખ બિચારી બકરીને પણ કોઈ ન જાતાં પક્કે કાન
2 1 1 2 2 1 2 2 2 2 1 12 2 1 1 2 1 1 2 1
પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન દાસ!
ઝુલણા છંદ :-
માત્રા :- 37
ચરણ :- 4
યતિ :- 10 , 20 , 30 , મી માત્રાએ
2 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1
સ્નેહધન , કુસુમવન વિમલ પરિમલ ગહન;
1 1 1 1 1 2 1 2 2 1 2 2
નિજ ગગનમાંહિ ઉત્કર્ષ પામે.
2 1 2 2 1 2 2 1 2 1 1 12
કામિની , કોકિલા કેલિ કૂંજન કરે;
2 1 2 2 1 2 2 1 2 1 2
સાગરે ભાસતી ભવ્ય ભારતી.