વાક્યના પ્રકારો
👉 Gujarati grammar ALL TOPIC click here
વાક્ય :-
શબ્દોનો એવો સમુહ જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય.
સાદુ વાક્ય / સરળ વાક્ય
સંયુક્ત વાક્ય
સંકુલ વાક્ય
સાદુ વાક્ય / સરળ વાક્ય :-
સામાન્ય રીતે વાક્યમાં એક કર્તા , કર્મ , અને ક્રિયાપદ આવે છે.
સાદા વાક્યમાં એક ઉદ્દેશ્ય - વિધેય વાળી રચના હોય છે.
ઉદા. દુહો (ઉદેશ્ય) ચારણી સાહીત્ય પ્રકાર છે.(વિધેય)
સયુક્ત વાક્ય :-
સરખી રીતે જોડાયેલ - સંયુક્ત
સંયોજકથી જોડાયેલા પણ સ્વતંત્ર મહત્ત્વ ધરાવતા વાક્યો.
તેથી , માટે , એટલે , પણ , તેમ છતાં , નહિત્તર , કેમકે , કારણ કે , કાંતો , જેમકે , ને , અને , અથવા , છતાં , અથવા તો , વગેરે...
ઉદા. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે.
સંકુલ વાક્ય :-
બે જોડાયેલા વાક્યો વચ્ચે મુખ્ય - ગૌણનો સંબંધ હોય છે.
સંયોજકથી જોડવામાં આવે છે.
જેવા કે :- જેમ-તેમ , જેવું-તેવું , જો-તો , જ્યાં-ત્યાં , જે-તે , વગેરે...
ઉદા.
જે ખાડો ખોદે તે પડે.
જો મહેનત કરશો તો જીવનમાં સફળ થશો.