Photography not only captures personal history but also serves as a witness to societal change. This segment features photographs of Bhavnagar's key historical moments, seen through the lens of Pattani family members and professional photographers alike. It highlights the city's political and social evolution, showing how family history and regional history intertwine. One such defining chapter in the city’s history was the Scout and Guide Movement, which played a crucial role in shaping Bhavnagar’s youth and fostering a sense of discipline, leadership, and service.
Family history is often intertwined with the history of a city, and Bhavnagar was no exception. The same hands that held family albums also documented moments of national importance.
ફોટોગ્રાફીથી માત્ર વ્યક્તિગત ઇતિહાસ જ ઉજાગર નથી થતો પણ, એ સામાજિક બદલાવનો પણ પુરાવો બની રહે છે. આ ભાગમાં ભાવનગરની મુખ્ય ઐતિહાસિક ક્ષણોને પટ્ટણી પરિવારના સભ્યોએ તથા વ્યવસાયી તસવીરકારોએ કેમેરામાં કેદ કરી હતી, જે તસ્વીરો આપની સમક્ષ મૂકી છે. ભાવનગર શહેરની રાજકીય અને સામાજિક ઉત્ક્રાંતિના તાણાવાણા પટ્ટણી પરિવારના ઇતિહાસ સાથે કેટલા બધા અંશે વણાયેલા છે તેનો પુરાવો આપ જોઈ શકશો. ભાવનગર શહેરના યુવાધનના વિકાસમાં સ્કાઉટ અને ગાઈડ ચળવળનો અમૂલ્ય ફાળો રહ્યો, જેના થકી યુવાનોમાં શિસ્ત, સેવા અને નેતૃત્વ જેવા મૂલ્યો વિકસ્યા.
કૌટુંબિક ઇતિહાસ ઘણા અંશે એક શહેરના ઇતિહાસ સાથે વણાયેલો હોય છે અને ભાવનગર એમાં અપવાદ નથી. જે હાથોએ કુટુંબના સભ્યોની તસવીરો કંડારી છે તે જ હાથો એ રાષ્ટ્રની અમૂલ્ય ધરોહર પણ સંભાળી છે.
Bhavnagar had the honor of hosting India’s first Prime Minister, Jawaharlal Nehru, on more than one occasion. His visits were moments of great significance, shaping both political discourse and personal memories.
In 1954, Nehru addressed a massive gathering at Jawahar maidan on April 10, an event that brought together thousands of supporters. During this visit, he also inaugurated the Central Salt and Marine Chemicals Research Institute (CSMCRI).
Later, in January 1961, Bhavnagar hosted the 66th Congress Session, presided over by Neelam Sanjiva Reddy, then the chief of the All India Congress Party. This landmark event brought several prominent leaders, including Prime Minister Nehru, Y.B. Chavan, Giani Zail Singh, Shravan Singh, and Lal Bahadur Shastri. Bhavnagar buzzed with energy as the city became the center of national political discourse.
Among those who witnessed these landmark events was young Kalpana, who recalls attending Nehru’s address, along with her grandfather and cousins. These photographs from her collection, meticulously preserved over the years, offer a visual record of these occasions.
શું આપ જાણો છો કે ભાવનગરને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું એક કરતાં વધુ વખત સ્વાગત કરવાનું સન્માન મળ્યું હતું. તેમની મુલાકાતો ભાવનગરના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણો હતી, જે રાજકીય ચર્ચા અને વ્યક્તિગત યાદોને આકાર આપતી હતી.
જવાહરલાલ નેહરુએ ૧૦ એપ્રિલ ૧૯૫૪ ના રોજ જવાહર મેદાનમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી, આ સભામાં હજારો સમર્થકો એકઠા થયા હતા. આ મુલાકાત દરમિયાન, તેમણે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI)નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
ત્યારપછી જાન્યુઆરી ૧૯૬૧માં, ભાવનગરમાં ૬૬મુ કોંગ્રેસ અધિવેશનનું આયોજન થયું હતું, જેનું અધ્યક્ષપદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના તત્કાલીન વડા નીલમ સંજીવ રેડ્ડી દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ઘટનામાં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલ સિંહ, શ્રવણ સિંહ અને લાલ બહાદુર શાસ્ત્રી સહિત અનેક અગ્રણી કોગ્રેંસ નેતાઓ આવ્યા હતા. ત્ત્યારે આ શહેર રાષ્ટ્રીય રાજકીય ચર્ચાનું કેન્દ્ર બનતાં ભાવનગર ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું.
આ ઐતિહાસિક ઘટના જોવામાં કલ્પનાબેન ભટ્ટ પણ હતા. તેમને યાદ છે કે તેઓ તેમના દાદા અને પિતરાઈ ભાઈઓ સાથે નેહરુના ભાષણમાં હાજરી આપવા ગયા હતા. આ તસવીરો તેમના સંગ્રહમાંથી મળી આવ્યા છે. આ ફોટોગ્રાફ્સ ને વર્ષોથી કાળજીપૂર્વક સાચવવામાં આવ્યા છે, તે આ પ્રસંગોનો પુરાવો રજુ કરે છે.
The Scouting and Girl Guide movement was founded by Lord Baden Powell in the early 1900s.
During British rule, Bhavnagar—recognized as a first-class princely state—embraced this movement. The administration transitioned following the death of the esteemed Maharaja Bhavsinhji II Takhtsinhji. As the heir to the throne, Maharaja Shri Krishnakumarsinghji, was still a minor, the responsibility of governance passed to Prabhashankar Pattani Sahib. In 1922, with the vision of instilling discipline and a global perspective in the young prince, Bhavnagar State established a Scout Committee under the leadership of Bhupatrai Vitthaldas Mehta, a respected citizen of Bhavnagar. To strengthen scouting education, two educators from the State’s education department, Mr. Gajanan L. Bhatt and Mr. Shivprasad K. Butch, were sent to Lonavala in 1923 for specialized training at Charlie’s Scout Camp.
Upon completing their training in December 1923, Buch Saheb joined the first Bhavnagar Scout Troop, while Mr. Santokram P. Bhatt became involved in scouting at Sanatan Dharma High School. During this period, Mr. Anantarai Pattani served as the Secretary of the Kathiawar Boys Scout Association, through which Maharaja Shri Krishnakumarsinghji participated in a scout troop at Rajkumar College.
Later when Maharaja Shri Krishnakumarsinghji left for England in January 1925 for further studies, Bhavnagar State took a significant step by establishing the Independent Boys Scout Association. Mr. Anantarai Pattani was appointed as its Chief Commissioner. With the formation of this association, scouting activities expanded beyond Bhavnagar city into taluka-level high schools and primary schools, embedding the spirit of scouting across the region.
Unearthed from the Kalpana Bhatt Collection, these important photographs capture Shashikantbhai Pattani and his friends leading scout training, engaged in disciplined activities—practicing with rifles, participating in parades, and even digging the ground as part of their survival training!
સ્કાઉટ અને ગર્લ ગાઈડની ચળવળની શરૂઆત લોર્ડ બેડેન પોવેલ દ્વારા 1900 ના શરૂઆતના વર્ષો માં થઇ હતી.
તે સમયે, અંગ્રેજ રાજ્યમાં ભાવનગર ,જે રજવાડાઓમાં મોખરાનું સ્થાન ધરાવતું , ત્યાં આ ચળવળ તુરંત શરૂ કરવામાં આવી હતી .મહારાજા ભાવસિંહજી (ii ) તખ્તસિંહજીના અવસાન બાદ,વહીવટી ફેરફાર થતા, નવા રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી હજુ સગીર વયના હતા, ત્યારે આ જવાબદારી પ્રભાશંકર પટ્ટણી સાહેબે સુપેરે સંભાળી હતી. 1922 માં યુવા રાજવીમાં શિસ્ત અને દૂરંદેશીના મૂલ્યો સ્થાપિત કરવા હેતુ, ભૂપતરાય વિઠ્ઠલદાસ મહેતા, જેઓ ભાવનગરના માનવંતા નાગરિક હતા, તેમના નેતૃત્વ હેઠળ સ્કાઉટ કમિટી ની સ્થાપના કરવામાં આવી. સ્કાઉટ શિક્ષણને વેગ આપવા, રાજ્યના શૈક્ષિણિક વિભાગના બે નામાંકિત શિક્ષકો, શ્રી ગજાનન. એલ. ભટ્ટ અને શ્રી શિવપ્રસાદ .કે. બૂચ ને 1923 માં વિશેષ તાલીમ માટે ચાર્લીઝ સ્કાઉટ કેમ્પમાં લોનાવાલા મોકલવામાં આવ્યા હતા.
ડિસેમ્બર 1923 માં તાલીમ પૂરી કર્યા બાદ, બૂચસાહેબ ભાવનગર સ્કાઉટ ટુકડીમાં જોડાયા,જયારે શ્રી સંતોકરામ .પી .ભટ્ટ સનાતન ધર્મ હાઈસ્કૂલમાં સ્કાઉટમાં જોડાયા. આ સમયે શ્રી અનંતરાય પટ્ટણી કાઠિયાવાડ બોયઝ સ્કાઉટ સંઘના સચિવ તરીકે કાર્યરત રહ્યા જેના થકી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી એ રાજકુમાર કોલેજમાં સ્કાઉટ ટુકડીમાં ભાગ લીધો.
1925 માં, મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા ત્યારે મહત્વનું પગલું લઈને ભાવનગર રાજ્યમાં સ્વતંત્ર બોયઝ સ્કાઉટ સમિતિની રચના થઈ અને તેના મુખ્ય કમિશનર તરીકે શ્રી અનંતરાય પટ્ટણીની નિમણુંક થઈ. આ સમિતિની રચના સાથે, સ્કાઉટની પ્રવૃત્તિઓ ભાવનગર શહેરથી વધીને તાલુકાની શાળાઓમાં પણ વિસ્તાર પામી અને બાળકો તથા યુવાનોમાં આવી પ્રવૃત્તિઓને ખૂબ વેગ મળ્યો.
કલ્પના ભટ્ટના સંગ્રહમાંથી મળેલા મહત્વની તસ્વીરોમાં શશીકાંતભાઈ પટ્ટણી અને તેમના મિત્રો સ્કાઉટની તાલીમનું નેતૃત્વ કરતાં, શિસ્ત અને અનુશાસનની પ્રવૃત્તિઓમાં કાર્યરત - રાઈફલ સાથે, પરેડમાં, અને ખોદકામ કરતાં (જીવન ટકાવી રાખવા હેતુ તાલીમ) જોઈ શકાય છે
"A House is Made of Walls and Beams, a Home is Built with Love and Dreams."
A family home is more than just a physical space—it holds memories, traditions, and the echoes of laughter shared across generations. It stands as a silent witness to time, preserving stories within its walls.
This segment specifically highlights old photographs of Juno Bungalow and the Gaushala. The exhibit explores the era in which these photographs were taken, emphasizing how landscapes and structures have changed over time. These images evoke stories from the past—recollections of family gatherings, personal connections to these spaces, and the nostalgia of witnessing change.
A Gaushala once stood in the premises of Juno Bungalow of the Pattani family. It wasn’t just a cowshed—it was a space of learning, care, and tradition.
With 8-10 cows in the shed, the Gaushala was a daily part of life. Kalpanaben spent half her day there before heading to school. The Pattani family’s bungalows were surrounded by vast fields and a gaushala (cowshed) that provided fresh milk and dairy products—not just for the family, but for the people of Bhavnagar as well. In a tradition of generosity, these products were freely distributed to the community.
Every morning, a line of people would gather outside the Navo Bungalow, each carrying a small pot to collect buttermilk—a humble yet impactful gesture of goodwill. This act of sharing was more than just charity; it was a lesson in compassion and responsibility, passed down through generations. It serves as a reminder that even the simplest acts of kindness contribute to a community’s well-being and growth.
એક મકાન દિવાલો અને સળિયાથી બને છે; ઘર પ્રેમ અને સપના થી
પરિવારનું રહેઠાણ એ માત્ર એક જગ્યા નથી - પેઢી દર પેઢીની યાદો, રિવાજો અને હાસ્યની ઊડતી છોળોનો પુરાવો છે. એની દીવાલોમાં અનોખી અને અનન્ય કથા છુપાયેલી છે.
આ ભાગમાં જૂનો બંગલો અને ગૌશાળાની તસવીરો આપ જોઈ શકો છો જેમાં તે સમયના મકાનોની સરખામણીએ આજના ઘર અને માળખા કેટલા બદલાયાં છે તે ધ્યાનમાં આવશે. આ તસવીરોમાં ભૂતકાળની ઘટનાઓ ,કૌટુંબિક મેળાવડાઓ, સાથે વ્યક્તિગત સંબંધો અને આ બધામાં આવેલા ફેરફારની નોંધ લેવી ઘટે. સમય સાથે સઘળું બદલાય છે, જેનો આ તસવીરો એક નોંધપાત્ર પુરાવો છે.
પટ્ટણી પરિવારના જુના બંગલામાં ક્યારેક એક ગૌશાળા પણ હતી, જે માત્ર ગાયોને રેહવાની જગ્યા જ ન હતી - કાળજી , પ્રેમ અને રિવાજો શીખવાની જગ્યા પણ હતી.
આ ગૌશાળા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો હતો- 8-10 ગાયો સાથે. શાળાએ જતા પેહલાનો અડધો દિવસ કલ્પનાબેન ત્યાંજ ગાળતા. પટ્ટણી પરિવારના બંગલાની આજુ બાજુ વિશાલ ખેતરો અને ગૌશાળા હતા. આ ગૌશાળાનું તાજું દૂધ અને અન્ય સામગ્રી માત્ર કુટુંબ માટે ન હતી - ભાવનગરના લોકો માટે પણ હતી. ગૌશાળા માંથી આવતી વસ્તુઓ લોકોમાં મફત વહેંચી દેવાતી, જે ઉદારતાનો દાખલો બેસાડે છે.
રોજ વહેલી સવારે શહેરના લોકોની કતાર લાગતી નવા બંગલાની બહાર અને સાથે લાવેલ વાસણમાં સૌને છાશ વહેંચાતી - સદ્ભાવના અને દાનની સાથે સાથે એક નૈતિક જવાબદારીનો પણ પાઠ હતો આ. દયાભાવની આ સામાન્ય રીત થી સામાજિક જવાબદારી પણ વધતી.