Acquisition is the first step in building an archival collection, where materials are received, reviewed, and formally documented to be added to the archives. These materials can come through donations, bequests, transfers, and other such channels. Before accepting a collection, the archive evaluates its relevance, condition, and provenance.
Once the trustees agree to acquire the collection(s), a formal undertaking process is initiated, i.e., an Acquisition Form is filled up to clarify ownership, rights, and usage terms, and further MoUs may be drawn out if needed. The materials are then registered using basic lists, temporarily stored in a safe environment, and assessed for their preservation needs before taking any other steps.
This careful and ethical process ensures that every item added to the archive contributes meaningfully to its vision and mission and can be made easily accessible to the larger audience.
સંપાદન એ આર્કાઇવલ સંગ્રહ બનાવવાનું પ્રથમ પગલું છે, જ્યાં સામગ્રી પ્રાપ્તિ થાય છે, તથા સમીક્ષણ કરી તેને આર્કાઇવ્સમાં ઉમેરવા માટે એક ઔપચારિક રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. આ સામગ્રી દાન, વસિયતનામા, સ્થાનાંતરણ અને અન્ય આવા માધ્યમો દ્વારા પણ આવી શકે છે. સંગ્રહ સ્વીકારતા પહેલા, આર્કાઇવ તેની સુસંગતતા, સ્થિતિ અને ઉદ્ભવસ્થાનનું મૂલ્યાંકન કરે છે.
ટ્રસ્ટીઓ સંગ્રહો પ્રાપ્ત કરવાની સંમતિ આપે પછી, એક ઔપચારિક બાહેંધરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, એટલે કે માલિકી, અધિકારો અને ઉપયોગની શરતો સ્પષ્ટ કરવા માટે એક “acquisition” ફોર્મ ભરવામાં આવે છે, અને જો જરૂરી હોય તો વધુ એમઓયુ કરવામાં આવે છે. ત્યારબાદ સામગ્રીને મૂળભૂત યાદીઓનો ઉપયોગ કરી નોંધવામાં આવે છે. તેને અસ્થાયી રૂપે સુરક્ષિત વાતાવરણમાં સંગ્રહિત કરવામાં આવે છે, તથા અન્ય જરૂરી પગલાં લેતા પહેલા તેમની જાળવણીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ કાળજીપૂર્વક અને નૈતિક પ્રક્રિયા ખાતરી કરે છે કે આર્કાઇવમાં ઉમેરવામાં આવતી દરેક વસ્તુ તેના દ્રષ્ટિકોણ અને મિશનમાં અર્થપૂર્ણ રીતે ફાળો આપે છે અને વધુ પ્રેક્ષકો માટે સરળતાથી સુલભ બનાવી શકાય છે.
Cataloging is the process of organizing and documenting materials so they can be easily identified, preserved, and accessed by future researchers. At Pattani Archives, this step begins once a collection is sorted and checked for infestation—a necessary precaution, as older materials are highly susceptible to damage from pests or mold.
Cataloging is much like inventorying a shop. Each item—be it a document, letter, photograph, or object—is assigned a number, labelled, filed, and rehoused in clean, archival-grade covers or containers. While doing this, we pay careful attention not to disturb the original arrangement of the material. Maintaining provenance—the context of who collected or created the material, and how—is key.
During cataloging, any signs of wear—tears, stains, rust marks, impressions from adjacent papers—are carefully noted. Fragile materials are placed in protective polypropylene sleeves to keep them accessible for use until they can be professionally conserved. Once documented and stabilized, the materials are transferred to our records room, where they are safely stored and available for long-term access. At this stage, we also begin identifying the levels of access appropriate for each material—ensuring the rights and sensitivity of the archival content are respected for diverse users.
સંગ્રહનું વ્યવસ્થિત વિભાજન કર્યા બાદ, તેમાં કોઈ પકારનાં જીવજંતુ નથી તેનો ખાસ ખ્યાલ કરવો પડે છે. 99% હશેજ, તેમ માનવું પડે છે. જેટલી જૂનીવસ્તુ, તેટલા જંતુઓ હોવાની શક્યતા વધુ. અમે તેને આ રીતે જોઈએ છીએ: આર્કાઇવ્સની વસ્તુઓ આપણા સૌના જેટલી જ જીવંત હોય છે! તેથી જ યોગ્ય જાળવણી માટે ફયુમિગેશન (જંતુનાશક ધૂણી) ખુબ જરૂરી અને પાયાની બની રહે છે. આ પ્રક્રિયા પછી જ આગળની પ્રક્રિયા કરવા માટે બધી વસ્તુઓ સાચવીને આર્કાઈવ્સમાં લાવવામાં આવે છે.
હવે, એક સૂચિપત્ર બનાવવું તે જાળવણી શરુ કરવાનું પ્રથમ પગથિયું છે - જેમ કોઈ દુકાનમાં મુકેલી વસ્તુઓની સૂચિ બનાવીએ તેમ. ત્યારબાદ જે-તે વસ્તુ કે કાગળને ક્રમાંક આપવામાં આવે છે. પછી નામ અને ક્રમાંક પ્રમાણે ગોઠવવામાં આવે છે અને નવા, ચોખ્ખા કાપડ કે કવરમાં રાખવામાં આવે છે. આ સમયે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે વસ્તુ કે કાગળ સાથે સંકળાયેલી તારીખ અને ક્રમાંકમાં ભૂલ ન થાય અને તેની ઉત્પત્તિની શક્ય તેટલી માહિતી નોંધી લેવાય. જો કે, મૂળ સુધી પહોંચવું સહેલું તો નથી જ; વળી ઇતિહાસની કોઈ ઉત્પત્તિ પણ નથી. જ્યારે જ્યારે નવી વ્યક્તિ તેની સાથે જોડાય ત્યારે ત્યારે ઇતિહાસ નવો લખાતો હોય છે.
સૂચિ બનાવવાની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઈ વિસંગતતા દેખાય તો તેની પણ નોંધ કરવી જરૂરી બને છે. જેમ કે, ફાટેલો કાગળ (ગમે તેટલો ઓછો-વત્તો), ડાઘા (શાહી, કાટ કે એકબીજાને ચોંટી ગયેલા કાગળના), કે અન્ય કોઈપણ વિસંગતતાઓ મળે, નોંધ લેવી ઘટે. અત્યંત નાજુક કાગળોને પોલીપ્રોપીલીન (એક જાતનું પ્લાસ્ટિક)ની કોથળીઓમાં રખાય છે, જેથી તે કોઈ વ્યવસાયી સંરક્ષક તેની ચોક્કસ જાળવણી ન કરે ત્યાં સુધી ઉપયોગમાં લઇ શકાય. ત્યાર પછી તેને સાચવીને રેકોર્ડરૂમમાં રાખી દેવાય છે, જેથી તેનો જરૂર પ્રમાણે, વર્ષોવર્ષ સુધી ઉપયોગ થઈ શકે. આ તબક્કે, સર્વ સામગ્રીના સંગ્રહના ડકો તરફ અને તેનો કેટલે અંશે ઉપયોગ થઈ શકે છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું. આર્કાઈવિંગ, એ ગોપનીયતા( પ્રાઇવસી)ના રક્ષણ વિશે પણ છે!
Preservation is the ongoing process of ensuring that archival materials—often fragile and irreplaceable—are stabilized and protected for the long term. The first step in preservation begins with analyzing the condition of each item and stabilizing it in its current state to prevent further deterioration.A critical early stage in this process is fumigation, which helps eliminate potential infestations from insects or mold—common risks to aging materials. Once safely treated, the items return to the archives for further care.
However, preservation at Pattani Archives is not about erasing signs of age or damage. Tears, folds, or stains are not seen as flaws to be removed but as clues to the object’s journey—how it was used, stored, or moved. Often, these traces carry as much historical value as the content itself. Whether it’s the paper it was wrapped in or the way a letter was folded, these details help tell the story. Cleaning, repairing, and rehousing archives is done with sensitivity to this philosophy. Every conservation decision is guided by an understanding of the material's historical and emotional context. At the same time, the scope of what can be preserved is shaped by the institution’s resources—time, funding, and infrastructure.
That’s why regular discussions between conservators, archivists, and trustees are essential. These conversations help align the preservation goals with available means, ensuring that each item receives care that is thoughtful, practical, and respectful of its unique place in history.
શું અમે 'નાજુક' શબ્દનો વારંવાર ઉપયોગ કરી રહ્યા છીએ? મિત્રો, સંગ્રહિત થયેલી વસ્તુઓની માત્ર ભૌતિક સ્થિતિ વિશે આપણે વાત નથી કરી રહ્યા. જયારે વારસાની જાળવણીની વાત થતી હોય ત્યારે ન વર્ણવેલી અને ભુલાઈ ગયેલી વસ્તુઓનો પણ આમાં સમાવેશ થાય છે. ભુલાઇ ગયેલા ઇતિહાસને સાચવવો એ એક આર્કાઇવની નૈતિક જવાબદારી બની જાય છે. વારસો કાંઈ પણ હોઈ શકે -એક જીવતા જાગતા માણસ જેવું મોટું પણ, એક કળા જે ભૂલાવા લાગી છે, એક તળપદી ભાષા, કોઈ એક બનાવ, એક નાનકડું નામ, વીતી ગયેલા સમયની વાતો- એ સમય અહીં વીત્યો હતો, હું હાજર હતો, પણ હવે નથી. આવી સાંસ્કૃતિક નજાકતની સંભાળ કેવી રીતે રાખીશું?
માની લો કે એ જ પ્રક્રિયા થાય છે - પ્રથમ તો સંગ્રહિત રેકોર્ડને થયેલાં નુકસાનનો અભ્યાસ, વધુ નુકસાન ન થાય તે માટેની કાળજી અને રેકોર્ડની પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું એ જરૂરી છે. અત્રે એ પણ જરૂરી છે કે નુકસાન થયેલા, ફાટેલા કાગળોને યોગ્ય નિર્ણય પર આવતાં પહેલાં સાંધવા પણ ન જોઈએ કારણ કે, તે જુના અને સંગ્રહિત કરવા લાયક છે એનો પુરાવો પણ તે પોતે જ છે ને! એ કેવી રીતે મળી આવ્યું, અથવા તો તેનો કેવી રીતે ઉપયોગ થયો હતો, કઈ રીતે પડેલા સચવાયેલું હતું, અમુક રીતે શા માટે મુકવામાં કે વાળવામાં આવ્યું હતું.... આ બધું પણ મહત્વનું છે. સંગ્રહની સાચવણીની રીત અને તેનું આર્કાઇવમાં ચોક્કસ સ્થાન તે આ સમજણને આધારિત હોય છે. વળી, એક સંસ્થા, જ્યાં આ સંગ્રહ થઇ શકે તે ઉભી કરવી અને સંસાધનો એકઠા કરવા એ પણ એટલું જ મહત્વનું છે. ટ્રસ્ટીઓ, સંરક્ષકો, એક્સપર્ટ્સ વગેરે સાથે સમયાંતરે વાતચીત જરૂરી છે, જેનાથી સાચવણી વધુ અસરકાક રીતે થઈ શકે છે.
આશા છે, એક લાંબાગાળાની વાતચીતની શરૂઆત થશે અને વર્ષોથી ન જાણેલી અને ન વર્ણવેલી વાર્તાઓ હજુ પણ મળશે!
Conservation is the practice of safeguarding archival materials to ensure their long-term survival. It includes both preventive care—which focuses on creating a stable and safe environment to prevent damage—and interventive treatments when items show signs of deterioration.
Preventive conservation is where it all begins. This involves monitoring temperature and humidity, limiting light exposure, providing clean storage, and handling materials with care during daily tasks. It’s a delicate balance—archives need protection, but not suffocation. Overprotecting without the right methods can be just as harmful as neglect.
At Pattani Archives, the team has learned that no matter how well-meaning, trying to "repair" a fragile object without the right knowledge can lead to irreparable damage. That’s why conservators play such a crucial role in guiding how materials should be handled, stored, and—when needed—restored.
While trained conservators lead the technical aspects of restoration, the day-to-day responsibility of caring for the collections rests with the archives team.
To deepen our understanding of conservation practices, Pattani Archives has hosted several visits from conservation experts, where insights were shared, materials were assessed, and site-specific solutions were recommended. Explore more about the conservation-related visits here.
જ્યારે અત્યંત નાજુક અને ખરાબ સ્થિતિમાં કોઈ વસ્તુ મળી આવે, તો તેની સંભાળ માટે “કશું જ ન કરવું જોઈએ".
હા, એ સાચું છે. સંગ્રહના સંરક્ષક અથવા એક્સપર્ટની સલાહ વગર કશું પણ કરવું તે ભૂલભરેલું અને વધુ નુકસાનકારક પણ નીવડી શકે છે. ડોક્ટરની સલાહ વગર જાતે જ લીધેલી દવા જેવું જ તો! ઘણી વખત, વધુ પડતા આત્મવિશ્વાસને લીધે અમૂલ્ય વસ્તુઓને નુકસાન પણ થતું હોય છે. માટે જ, આર્કાઇવિસ્ટની પણ જવાબદારી રહે છે કે એક્સપર્ટની સલાહ વગર કોઈ પગલું ન ભરે.
જ્યાં સુધી સંરક્ષક પોતાનું કામ શરુ ન કરે ત્યાં સુધી વસ્તુઓની જાળવણી એ આર્કાઇવની ટીમની જવાબદારી છે. પ્રીવેન્ટીવ કન્ઝર્વેશન એક અનોખું વિજ્ઞાન છે, જેના થકી સંગ્રહિત વસ્તુઓને એક સુરક્ષિત જગ્યા મળી રહે, જેથી નુકસાન કરતાં તત્વોની તેના ઉપર માઠી અસર ન થાય અને તે લાંબા ગાળા સુધી સચવાયેલી રહે.
પટ્ટણી આર્કાઇવ્ઝ ખાતે, ટીમે શીખ્યું છે કે ગમે તેટલું સારું કામ હોય, યોગ્ય જ્ઞાન વિના નાજુક વસ્તુને "રિપેર" કરવાનો પ્રયાસ કરવાથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થઈ શકે છે. એટલા માટે સંરક્ષકો સામગ્રીને કેવી રીતે હેન્ડલ કરવી, સંગ્રહિત કરવી અને - જ્યારે જરૂર પડે ત્યારે - પુનઃસ્થાપિત કરવી તે માર્ગદર્શન આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જ્યારે પ્રશિક્ષિત સંરક્ષકો પુનઃસ્થાપનના તકનીકી પાસાઓનું નેતૃત્વ કરે છે, ત્યારે સંગ્રહની સંભાળ રાખવાની દૈનિક જવાબદારી આર્કાઇવ્સ ટીમની છે.
સંરક્ષણ પ્રથાઓની અમારી સમજને વધુ ગાઢ બનાવવા માટે, પટ્ટણી આર્કાઇવ્ઝે સંરક્ષણ નિષ્ણાતોની ઘણી મુલાકાતોનું આયોજન કર્યું છે, જ્યાં આંતરદૃષ્ટિ શેર કરવામાં આવી હતી, સામગ્રીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને સ્થળ-વિશિષ્ટ ઉકેલોની ભલામણ કરવામાં આવી હતી. સંરક્ષણ-સંબંધિત મુલાકાતો વિશે અહીં વધુ જાણો.
At Pattani Archives, dissemination is at the heart of our work, ensuring that the stories preserved in the collection are not just stored inside the catalogues but shared meaningfully with wider audiences. While the cataloguing is still in progress, the team has taken on multiple efforts to make the archive accessible and engaging beyond conventional archival practices.
From showcasing the archival materials through curated exhibitions to reimagining the collection through audio-visual storytelling, much has been done to transform the archive into an experience. Through films and recorded oral histories, we invite people to explore not just the content but the context behind the collections. Our outreach extends to schools and colleges, where we initiate conversations around archival work and history. Publications are also underway to document and disseminate the variety of experiences.
Our doors are always open to readers and curious visitors. Each visit—whether from a scholar, researcher, a family member, or an acquaintance—is an opportunity to share, listen, and learn. Engagement with our visitors often includes guided walk-throughs of our archival collections and library spaces, interactive discussions, and access to archival materials on request. These encounters continually shape the evolving identity of Pattani Archives.
In order to access any archival material or books, the visitors are requested to abide by the user accession guidelines and duly fill up the archives request form. These processes help us better safeguard the archives.
પટ્ટણી આર્કાઇવ્ઝમાં સચવાયેલી વાર્તાઓ ફક્ત સંગ્રહિત ન રહે , પરંતુ વ્યાપક પ્રેક્ષકો સાથે અર્થપૂર્ણ રીતે રજૂ થાય તેવો સતત પ્રયાસ રહે છે, એટલે જ પ્રસારણ અમારા કાર્યના કેન્દ્રમાં છે. ટીમે આર્કાઇવને સુલભ અને આકર્ષક બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે.
આર્કાઈવ્લ સામગ્રીનું પ્રદર્શન કરવાથી લઈને ઑડિઓ-વિઝ્યુઅલ વાર્તા કહેવા સુધી આર્કાઇવની પુન:કલ્પના કરવામાં આવી છે. ફિલ્મો અને રેકોર્ડ કરેલા મૌખિક ઇતિહાસ દ્વારા, અમે લોકોને ફક્ત સામગ્રી જ નહીં, પરંતુ સંગ્રહ પાછળના સંદર્ભનું અન્વેષણ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. અમારો સંપર્ક શાળાઓ અને કોલેજો સુધી પહોંચ્યો છે, જ્યાં અમે આર્કાઇવ કાર્ય અને ઇતિહાસની આસપાસ વાતચીત શરૂ કરીએ છીએ. અમારી વધતી જતી યાત્રાને દસ્તાવેજીકૃત કરવા માટે પ્રકાશનો પણ ચાલુ કર્યા છે.
મહત્વપૂર્ણ રીતે, અમારા દરવાજા હંમેશા સંશોધકો અને જિજ્ઞાસુ મુલાકાતીઓ માટે ખુલ્લા છે. દરેક મુલાકાત - ભલે તે વિદ્વાન, પરિવારના સભ્યો અથવા પરિચિત વ્યક્તિ તરફથી હોય - રજૂ કરવાની, સાંભળવાની અને શીખવાની તક છે. અમારા મહેમાનો સાથેના જોડાણમાં ઘણીવાર અમારા આર્કાઇવ અને પુસ્તકાલયની જગ્યાઓના માર્ગદર્શિત વોક-થ્રુ, ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ અને વિનંતી પર આર્કાઇવ સામગ્રીનો ઍક્સેસ આપીએ છીએ. આ મુલાકાતો સતત પટ્ટણી આર્કાઇવ્ઝની વિકસતી ઓળખને આકાર આપે છે.
In the process of building the Archives, our team undertook several study trips to archival institutions and libraries across the country. These visits played a crucial role in shaping our approach—offering us exposure to diverse practices in archival preservation, cataloguing, community engagement, and institutional design. Each site visit contributed valuable insights into how archives are built, sustained, and made accessible to the public. These experiences continue to inform our growing archival practice. Click here to know more about these visits.
અમારી ટીમે આર્કાઇવ્ઝ બનાવવાની પ્રક્રિયામાં દેશભરની આર્કાઇવલ સંસ્થાઓ અને પુસ્તકાલયોના ઘણા અભ્યાસ પ્રવાસો કર્યા હતા.. આ પ્રવાસોમાં લીધેલ મુલાકાતોએ અમારા અભિગમને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેમાં આર્કાઇવલ જાળવણી, સૂચિકરણ, સમુદાય જોડાણ અને સંસ્થાકીય ડિઝાઇનમાં વિવિધ પ્રથાઓનો સંપર્ક કરવામાં અમને મદદ કરી છે. દરેક સ્થળની મુલાકાતે આર્કાઇવ્ઝ કેવી રીતે બનાવવામાં આવે છે, ટકાવી રાખવામાં આવે છે અને લોકો માટે કેવી રીતે સુલભ બનાવવામાં આવે છે તે અંગે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરી. આ અનુભવો અમારી વધતી જતી આર્કાઇવલ પ્રથાને જાણ કરવાનું ચાલુ રાખે છે. આ મુલાકાતો વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો