Have you ever stopped to wonder—what does a normal day in
your life look like or if someone captured your daily routine, what emotions would it reveal?
Among the most evocative images in this collection are candid snapshots of everyday life—morning rituals or quiet moments at home. These photographs remind us that history isn’t just about grand events but also about ordinary joys and struggles.
In an era when film was expensive and each shot mattered, capturing candid moments was an act of precision, patience, and quick reflexes. A single frame had to tell a story.
Here’s a thought for you to consider: Have you ever experienced analog photography?
વણલખાયેલી નિખાલસ આનંદની ક્ષણો
વિચાર્યું છે ક્યારેય - તમારા જીવનની રોજિંદી ઘટમાળમાં એક દિવસ કેવો હોય છે? જો એક દિવસ કચકડે કંડારાય તો કેવી લાગણી ઉજાગર થાય?
આ સંગ્રહની ઘણી તસવીરો રોજિંદી પળોની છે - સવારના કાર્યો અથવા ઘરની શાંત પળો .આ તસવીરોથી જ્ઞાત થાય છે કે ઇતિહાસ મોટી ઘટનાઓની આસપાસ જ નથી રચાતો , જીવનની સામાન્ય લગતી ક્ષણો, સંઘર્ષ અને આનંદ પણ ઇતિહાસ સર્જે છે.
એ દિવસો, જયારે કેમેરાની ફિલ્મ મોંઘી આવતી અને કેમેરાનો દરેક શૉટ મહત્વનો રહેતો ત્યારે આવી નિખાલસ પળો કેમેરામાં ઝડપી લેવી એ ધીરજ, ચોકસાઈ અને ચપળતા માંગી લેતું કાર્ય હતું. પ્રત્યેક છબી સાથે એક કથા જોડાયેલી રહેતી.
વિચારો….ક્યારેય એનેલોગ ફોટોગ્રાફી (જેમાં ફિલ્મ નો ઉપયોગ કરવામાં આવતો નથી અને રાસાયણિક પ્રક્રિયા નો ઉપયોગ કરવામાં આવે છે) નો અનુભવ કર્યો છે?