ધોરણ – ૯ ની વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “સજીવોમાં વિવિધતા” એકમ પર અધ્યાપન માટે બહુમાધ્યમ સંપુટની રચના અને અજમાયશ

ધોરણ – ૯ ની વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “સજીવોમાં વિવિધતા” એકમ પર અધ્યાપન માટે બહુમાધ્યમ સંપુટની રચના અને અજમાયશ

અમિત જગદીશભાઈ રાવલ

(એમ.એ. એમ.એડ્.)

 

1.      પ્રસ્તાવના :-

જગત સમાયાંતરે બદલાયા કરે છે. તેમ માનવજીવન પણ સમાયાંતરે પરિવર્તન થઈ રહ્યું છે. જેમ કે સૌપ્રથમ શિક્ષણનું જ્ઞાન આશ્રમો દ્વારા અપાતું હતું. જયારે આજે શાળા મહાશાળા કે કોલેજો દ્વારા આપીએ રહ્યું છે. શિક્ષણ વિભાગમાં સમાન્ય સ્તરે “ચોક એન ટોક“ દ્વારા શિક્ષણ અપાય છે. ત્યાં સંશોધકે ટેકનોલોજી દ્વારા સિધ્ધાંત અને ટેકનોલોજીના ઉપયોગ જાણે તે હેતુથી તથા વિષયવસ્તુની ગહનતા અને વિષયવસ્તુને સંપૂર્ણ બનાવી વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની મુશ્કેલીઓ દૂર કરવનો મુખ્ય હેતુ છે.

2.      સમસ્યા કથાન :-

“ધોરણ – ૯ ની વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “સજીવોમાં વિવિધતા” એકમ પર અધ્યાપન માટે બહુમાધ્યમ સંપુટની રચના અને અજમાયશ”

 

3.      પારિભાષિક શબ્દોની વ્યાખ્યા :-

ધોરણ – ૯ :-

ધોરણ – ૯ એટલે પ્રવર્તમાન સમયમાં માધ્યમિક શિક્ષણમાં સમાવિષ્ટ ધોરણ પૈકીનું પ્રથમ ધોરણ.

બહુમાધ્યમ સંપુટ :-

            “Multimedia is the combination of verity of communication channels into a co-ordinate communicative experience for which on integrated cross – channel language of interpretation does not exist.”

 

4.      સંશોધના હેતુઓ :-

૧. ધોરણ – ૯ ની વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “સજીવોમાં વિવિધતા” એકમ પર અધ્યાપન માટે બહુમાધ્યમ સંપુટની રચના કરવી.

૨. ધોરણ – ૯ ની વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “સજીવોમાં વિવિધતા” એકમ પર અધ્યાપન માટે બહુમાધ્યમ સંપુટની અજમાયશ કરવી.

૩. બહુમાધ્યમ સંપુટની જાતીયતાને આધારે અસરકારકતા તપાસવી.

૪. વિદ્યાર્થીઓની સિધ્ધિ જાણવા માટે શિક્ષક રચિત ઉતર કસોટીની રચના કરવી.

 

5.      સંશોધની ઉત્ક્લ્પનાઓ :-

૧. ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં સંદર્ભમાં વ્યાખ્યાન પદ્ધતિ અને બહુમાધ્યમ સંપુટ દ્વારા અધ્યાપન પામેલ કન્યાઓ અને કુમારોના સંયુક્ત રીતે વિજ્ઞાન સિધ્ધિના પ્રપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહી હોય.

૨. ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં સંદર્ભમાં એલ.સી.ડી. અને ચાર્ટ દ્વારા અધ્યાપન પામેલ કન્યાઓ અને કુમારોના સંયુક્ત રીતે વિજ્ઞાન સિધ્ધિના પ્રપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહી હોય.

૩. ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં સંદર્ભમાં ચાર્ટ અને વર્કકાર્ડ દ્વારા અધ્યાપન પામેલ કન્યાઓ અને કુમારોના સંયુક્ત રીતે વિજ્ઞાન સિધ્ધિના પ્રપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહી હોય.

૪. ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં સંદર્ભમાં એલ.સી.ડી. અને વર્કકાર્ડ દ્વારા અધ્યાપન પામેલ કન્યાઓ અને કુમારોના સંયુક્ત રીતે વિજ્ઞાન સિધ્ધિના પ્રપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહી હોય.

 

6.      સંશોધનના ચલો :-

સ્વતંત્ર ચલ     : વ્યાખ્યાન પદ્ધતિ અને બહુમાધ્યમ સંપુટ દ્વારા અધ્યાપન

પરતંત્ર ચલ    :  વિજ્ઞાન સિધ્ધિ અને  વિજ્ઞાન ધારણા મૂલ્યાંકન કસોટી    

પરીવર્તક ચલ  : જાતીયતા - કન્યાઓ અને કુમારો

અંકુશિત ચલ   : ધોરણ – ૯ ની વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “સજીવોમાં વિવિધતા”

                ગુજરાતી માધ્યમ શાળાનો સમય, વિદ્યાર્થીની ક્ક્ષા.

 

7.      સંશોધનની મર્યાદા :-

           ૧. પ્રસ્તુત સંશોધન ફક્ત ધોરણ – ૯ના વિદ્યાર્થીઓ  પુરતું માર્યાદિત કરવામાં આવ્યું હતું.

૨. પ્રસ્તુત સંશોધન ફક્ત વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “સજીવોમાં વિવિધતા” એકમ પુરતું માર્યાદિત કરવામાં આવ્યું હતું.

3. પ્રસ્તુત સંશોધન ફક્ત વ્યાખ્યાન પદ્ધતિ અને બહુમાધ્યમ સંપુટ દ્વારા અધ્યાપન પુરતું માર્યાદિત કરવામાં આવ્યું હતું.

           ૪ પ્રસ્તુત સંશોધન ફક્ત સુરત જિલ્લા પુરતું જ મર્યાદિત રહ્યું હતું.

 

8.      નમૂના પસંદગી :-

પ્રસ્તુત સંશોધનમાં નમૂનાના પત્રો તરીકે સુરત જિલ્લાની માધ્યમિક શાળાના એક શાળાના વિદ્યાર્થીઓને  યાદ્ચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા હતા.

 

9.      સંશોધન પધ્ધતિ :

પ્રસ્તુત સંશોધન પ્રાયોગિક સંશોધન પધ્ધતિ મુજબ હાથ ધરવામાં આવ્યો હતો.

10.  સંશોધનનું ક્ષેત્ર :-

પ્રસ્તુત સંશોધનના ક્ષેત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન તેમજ પ્રાથમિક શિક્ષણ ને લાગુ પડતું હતું.

 

11.  માહિતી પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો :-

-     પ્રસ્તુત સંશોધનમાં પ્રાયોગિક પધ્ધતિના પરિણામે બહુમાંધ્યમ સંપુટ સ્વરૂપે L.C.D., ચાર્ટ, વર્કકાર્ડનો ઉપયોગ થયો હતો  

-     વિજ્ઞાન સિધ્ધિના માપન માટે શિક્ષક રચિત ઉત્તર કસોટીનો ઉપયોગ થયો હતો.

-     વિજ્ઞાન ધારણ માપન માટે શિક્ષક રચિત ઉત્તર કસોટીનો ઉપયોગ થયો હતો.

 

12.  માહિતી એકત્રીકરણની રીત :-

પ્રસ્તુત સંશોધનમાં બે  પરતંત્ર ચલ તરીકે વિજ્ઞાન સિધ્ધિ અને  વિજ્ઞાન ધારણ શિક્ષક રચિત વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તર કસોટી દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

 

13.  માહિતી  પુથક્કરણની રીત  :-

પ્રસ્તુત સંશોધનમાં માહિતી  પુથક્કરણ માટે સરસરી તફાવતની પ્રમાણભૂત, ટી-કસોટી, એફ-કસોટી દ્વારા કરવામાં આવ્યું.

 

 

 

સારણી – ૧

**૦.૦૫ ક્ક્ષાએ સાર્થક નથી.

સારણી – ૨

**૦.૦૫ ક્ક્ષાએ સાર્થક છે.

સારણી – ૩

 કન્યાઓ અને કુમારોના સંયુક્ત રીતે માધ્યમ પ્રમાણ પ્રપ્તાંકો

 

સારણી – ૪ 

કન્યાઓ અને કુમારોના સંયુક્ત રીતે પ્રપ્તાંકોનુ વિચરણ પુથક્કરણ

સારણી – ૫

કન્યાઓ અને કુમારોના સંયુક્ત રીતે પ્રપ્તાંકોના મધ્યકનો

માધ્યમ I, II અને III પ્રમાણે તફાવત

**૦.૦૫ ક્ક્ષાએ સાર્થક નથી.

અંતર્ગત જૂથ માટે  df = ૧૧૭ છે. સારણી - C માં  df = ૧૧૭ માટે

D ૦.૦૫ = ૧.૯૭ X  ૦.૩૪ = ૦.૬૭  

            D ૦.૦૧  = ૨.૬૨ X  ૦.૩૪ =  ૦.૮૯

14.  સંશોધનના તારણો:-

૧. વ્યાખ્યાન પદ્ધતિ અને બહુમાધ્યમ સંપુટ આધારિત પદ્ધતિથી અધ્યાપન પામેલ કન્યાઓ અને કુમારોની  સંયુક્ત રીતે વિજ્ઞાન સિધ્ધિ સમાન હતી.

૨. વ્યાખ્યાન પદ્ધતિ અને બહુમાધ્યમ સંપુટ આધારિત પદ્ધતિથી અધ્યાપન પામેલ કન્યાઓ અને કુમારોની સંયુક્ત રીતે વિજ્ઞાન ધારણ ઊચું હતું.

૩.  એલ.સી.ડી. અને ચાર્ટ  દ્વારા અધ્યયન પામેલ કન્યાઓ અને કુમારોની સંયુક્ત રીતે વિજ્ઞાન સિધ્ધિ સમાન હતી.

૪. વર્કકાર્ડ કરતા ચાર્ટ  દ્વારા અધ્યયન પામેલ કન્યાઓ અને કુમારોની સંયુક્ત રીતે વિજ્ઞાન સિધ્ધિ ઊચી હતી.

૫. એલ.સી.ડી. અને વર્કકાર્ડ દ્વારા અધ્યયન પામેલ પામેલ કન્યાઓ અને કુમારોની સંયુક્ત રીતે વિજ્ઞાન સિધ્ધિ સમાન હતી.

 

15.  સંશોધનના શૈક્ષણિક ફલિતાર્થ :-

૧. વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયોમાં બહુમાંધ્યમ સંપુટનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં રસ અને રુચિ વધારી શકાય છે.

૨.વ્યાખ્યાન પધ્ધતિ દ્વારા અધ્યાપન કાર્ય કરતા બહુમાંધ્યમ સંપુટનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ વધુ સરળતાથી અને સારી રીતે અધ્યાપન કરી શકે છે.

૩. નબળા વિદ્યાર્થીઓ માટે આવો કાર્યક્રમ રચી તેમની ગ્રહણ શક્તિ વધારી શકાય છે.

16.  સંદર્ભસૂચી :-

1.      દેસાઈ,એચ.જી. અને દેસાઈ,કે.જી.(૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આ.). અમદાવાદ :  યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય.

2.      દવે, જે.પી અને અન્યો (૨૦૦૬), ધોરણ – ૯ નું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પાઠ્યપુસ્તક, ગાંધીનગર: પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત રાજ્ય. 

3.      શાહ, દીપિકા ભદ્રેશ (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય.

4.      ઉચાટ, ડી.એ. (૧૯૮૮) સંશોધનનું સંદોહન. રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

5.      Sharma, R.C. and Mishra, S (2005). Interactive Multimedia in education and Traning, Idea Group Publishing, Turkish Online Journal of  Dbtanic Education.